________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧
૧૫૩
શ્રાવકને અવશ્ય પ્રાપ્ત થશે તેથી ઇચ્છાની આવશ્યકતા નથી) એનો ઉત્તર આપે છે. ક્લિષ્ટ કર્મના ઉદયના વશથી બોધિલાભના પ્રતિપાતનો સંભવ છે. અને જન્માંતરમાં તેનું અર્થ્યમાનપણું છે=જન્માંતરમાં બોધિલાભની પ્રાપ્તિની ઇચ્છા કરાય છે. માટે ‘બોહિલાભવત્તિઆએ' કહેવું ઉચિત છે એમ અન્વય છે. મોક્ષ પણ તેના દ્વારા=બોધિલાભ દ્વારા, પ્રાર્થના કરાય જ છે=ઇચ્છાય જ છે. (કેમ કે ફળરૂપ મોક્ષની ઇચ્છાથી જ તેના કારણ એવા બોધિની ઇચ્છા છે) એથી આ બંનેનો ઉપન્યાસ યુક્ત છે=બોહિલાભવત્તિઆએ અને નિરુવસગ્ગવત્તિઆએ એ બંને પદનું કથન ઉચિત છે.
અને આ કાયોત્સર્ગ કરાતો પણ શ્રદ્ધાદિવિકલને અભિલષિત અર્થના પ્રસાધન માટે સમર્થ નથી= કાયોત્સર્ગના ફલની પ્રાપ્તિ માટે સમર્થ નથી, એથી કહે છે. “વધતી જતી શ્રદ્ધાથી, મેધાથી, વૃતિથી, ધારણાથી, અનુપ્રેક્ષાથી હું કાઉસ્સગ્ગમાં રહું છું." શ્રદ્ધા મિથ્યાત્વમોહનીયકર્મના ક્ષયોપશમાદિથી જન્ય પાણીના પ્રસાદક મણિની જેમ=પાણીને સ્વચ્છ કરનાર મણિની જેમ, ચિત્તમાં પ્રસાદને કરનારી છે. તે શ્રદ્ધાથી હું કાઉસ્સગ્ગ કરું છું એમ અન્વય છે. પરંતુ બલાભિયોગાદિથી નહિ. એ રીતે=જે રીતે શ્રદ્ધાથી કરું છું એ રીતે, મેધાથી કાઉસ્સગ્ગ કરું છું, જડપણાથી નહિ. અને મેધા સત્શાસ્ત્રના ગ્રહણમાં પરુ, પાપશ્રુતની અવજ્ઞાને કરનાર, જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમજન્ય ચિત્ત ધર્મ છે. અથવા મેધાથી=મર્યાદાવર્તીપણાથી હું કાઉસ્સગ્ગ કરું છું. અસંમજસપણાથી નહિ. આ રીતે=મેધાથી કાઉસ્સગ્ગ કરું છું એ રીતે, ધૃતિથી=મતની સમાધિરૂપ ધૃતિથી પરંતુ રાગ-દ્વેષની આકુળતાથી કરતો નથી. એ રીતે=કૃતિથી કરું છું એ રીતે, ધારણાથી કાઉસ્સગ્ગ કરું છું=અરિહંતના ગુણોના અવિસ્મરણરૂપ ધારણાથી કાઉસ્સગ્ગ કરું છું. પરંતુ તકલ્યથી નહિ=અરિહંતના ગુણના સ્મરણના શૂન્યપણાથી નહિ. એ રીતે=ધારણાથી કાઉસ્સગ્ગ કરું છું એ રીતે, અનુપ્રેક્ષાથી કાઉસ્સગ્ગ કરું છું=અરિહંતના ગુણોના વારંવાર અનુસ્મરણથી જ કાઉસ્સગ્ગ કરું છું. તેના વિકલપણાથી નહિ=ગુણોના સ્મરણરહિતપણાથી નહિ. ‘વર્ધમાન’ એ વિશેષણ શ્રદ્ધાદિ પ્રત્યેક શબ્દ સાથે અભિસંબંધ કરાય છે. શ્રદ્ધાદિના ક્રમનો ઉપન્યાસ લાભની અપેક્ષાએ છે. શ્રદ્ધા હોતે છતે મેઘા પ્રાપ્ત થાય છે. મેધાના ભાવમાં ધૃતિ પ્રાપ્ત થાય છે. તેનાથી=કૃતિથી, ધારણા પ્રાપ્ત થાય છે. તેનાથી=ધારણાથી, અનુપ્રેક્ષા પ્રાપ્ત થાય છે. વૃદ્ધિ પણ આમની=શ્રદ્ધાદિની, આ રીતે જ થાય છે=પૂર્વ-પૂર્વની વૃદ્ધિ થાય તો ઉત્તર-ઉત્તરની વૃદ્ધિ થાય છે. તિષ્ઠામિ=રહું છું=કાઉસ્સગ્ગ કરું છું.
‘નનુ’થી શંકા કરે છે. પૂર્વમાં ‘કરોમિ કાયોત્સર્ગમ્' એ પ્રમાણે કહેવાયું. હવે તિષ્ઠામિ=‘હું રહું છું' એ પ્રમાણે કેમ કહેવાયું ? તેનો ઉત્તર આપે છે. તારું કથન સત્ય છે. ‘સત્’ના સામીપ્યમાં ‘સત્’ની જેમ પ્રત્યય થાય છે. તે નિયમ પ્રમાણે કરોમિ=‘અરિહંતચેઇઆણં કરેમિ કાઉસ્સગ્ગ' એ પદમાં, જે કરેમિ શબ્દ છે તે ‘રિામિ' અર્થમાં છે. એથી ક્રિયા અભિમુખપણું પૂર્વમાં કહેવાયું=‘કરેમિ' શબ્દ દ્વારા પૂર્વમાં કહેવાયું. હવે વળી આસન્નતરપણું હોવાથી=કાયોત્સર્ગની નજીકપણું હોવાથી, ક્રિયાકાલ અને નિષ્ઠાકાળનો કથંચિત્ અભેદ હોવાથી તિષ્ઠામિ=અરિહંતચેઇઆણં સૂત્રમાં છેલ્લે ‘ઠામિ' પદ=હું રહું છું=હું કાઉસ્સગ્ગમાં રહું છું એ પ્રમાણે કહેલ છે. શું સર્વથા કાઉસ્સગ્ગમાં રહું છું ? નહિ. એથી કહે