________________
૧૫૨
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ સિદ્ધ છે. એ રીતે= વંદણવરિઆએ' પદમાં બતાવ્યું. એ રીતે સર્વત્ર પૂઅણવતિએ આદિ સર્વ શબ્દમાં જાણવું. અને પૂઅણવરિઆએ'=પૂજન પ્રત્યય પૂજા નિમિત્તે, હું કાઉસ્સગ્ન કરું છું એમ અવય છે. પૂજન ગંધમાલ્યાદિથી અભ્યર્ચત છે ઉત્તમદ્રવ્યોથી પૂજન છે. અને ‘સક્કારવરિઆએ'=સત્કાર પ્રત્યયઃ સત્કારવિમિત્ત, હું કાઉસ્સગ્ન કરું છું એમ અવય છે. સત્કાર-શ્રેષ્ઠ વસ્ત્રાભરણાદિથી અભ્યર્ચત છે.
નથી શંકા કરે છે. યતિને સાધુને, પૂજન-સત્કાર અનુચિત છે; કેમ કે દ્રવ્યસ્તવપણું છે. વળી, શ્રાવકને સાક્ષાત્ પૂજા-સત્કાર કરતા શ્રાવકને, કાયોત્સર્ગ દ્વારા તેની પ્રાર્થના-પૂજા-સત્કારના ફલની પ્રાર્થના, નિષ્ફળ છે. તેનો ઉત્તર આપે છે. સાધુને દ્રવ્યસ્તવનો પ્રતિષેધ સ્વયં કરણને આશ્રયીને છે. પરંતું કારણ અનુમતીને આશ્રયીને નથી. જે કારણથી-અકૃત્સત પ્રવર્તકોને દેશવિરતિધર શ્રાવકોને, દ્રવ્યસ્તવ ઉચિત છે' ઈત્યાદિ વચન છે. તેથી સાધુને કરણનો નિષેધ છે એમ યોજન છે. અને જે તૃણમયી પણ કુટિર તૃણનું જિનાલય પણ કરે છે, તેને પણ મહાન ફળ છે. ઈત્યાદિ શાસ્ત્રવચન છે તેથી સાધુને કરાવણનો નિષેધ નથી એમ યોજન છે. અને
“જિનભવન, જિનબિબ, જિનપૂજા અને જિનમતને=જિનાગમને જે કરે તેને મનુષ્ય-દેવ અને મોક્ષનાં સુખરૂપ ફળો હાથમાં રહેલાં છે.”
એ પ્રકારે ઉપદેશના દાનથી કારણનો સદ્ભાવ છે=આ પ્રકારનો ઉપદેશ સુસાધુએ આપ્યો છે તેથી ભગવાનની પૂજાના કરાવણનો સાધુને સદ્ભાવ છે. અને ભગવાનની પૂજા સત્કારના દર્શનને કારણે પ્રમોદ થવાથી અનુમતિ પણ છે સાધુને પ્રમોદ થવાથી અનુમતિ પણ છે. જેને કહે છે –
“અને શાસ્ત્રમાં સંભળાય છે. વજઋષિ વડે=વજસ્વામી વડે, કારાવણ પણ આનું દ્રવ્યસ્તવનું, અનુષ્ઠિત છે. અને વાચકગ્રંથોમાંsઉમાસ્વાતિવાચકના ગ્રંથોમાં, આવા ગત દેશના જ છે=દ્રવ્યસ્તવગત દેશના જ છે.” (પંચવસ્તુ૧૨૨૭).
વળી, આ બંનેને-પૂજા અને સત્કાર, સંપાદન કરતો શ્રાવક ભાવ અતિશયથી અધિક સંપાદન માટે પૂજા-સત્કારની પ્રાર્થના કરતાં નિષ્ફલ આરંભવાળાં નથી. અને “સમ્માણવરિઆએ'=સન્માન પ્રત્યયઃસન્માન નિમિતે, હું કાઉસ્સગ્ન કરું છું. એમ અવય છે. સન્માન સ્તુતિ આદિ દ્વારા ગુણનું ઉન્નતિકરણ છે=ભગવાનનાં ગુણગાન કરીને આત્મામાં તેવા ગુણોની વૃદ્ધિને અનુકૂળ વ્યાપારરૂપ છે. માનસ પ્રીતિવિશેષ છે=સન્માન એ માનસ પ્રીતિ વિશેષ છે એમ બીજા કહે છે.
‘થી શંકા કરે છે. વંદનાદિ કિનિમિત્ત છે ક્યા કારણે છે ? એથી કહે છે. બોરિલાભ વરિઆએ બોધિલાભ અરિહંતપ્રણીત ધર્મની પ્રાપ્તિ રૂપ છે. તત્ પ્રત્યય તનિમિત્ત વંદનાદિ છે. બોધિલાભ પણ કિંનિમિત્ત છે ?-ક્યા કારણે છે? એથી કહે છે. “તિરુવસગ્ગ વરિઆએ' જન્માદિ ઉપસર્ગના અભાવથી નિરુપસર્ગ મોક્ષ છે. તદ્દ પ્રત્યયંત્રતનિમિત્ત, બોધિલાભ છે.
નથી શંકા કરે છે. સાધુ અને શ્રાવકને બોધિલાભ છે જ. તેથી વિદ્યમાન એવા તેની=બોધિલાભની, કેમ પ્રાર્થના કરે છે? બોધિલાભ કારણ છે એવો મોક્ષ પણ અનિચ્છનીય જ છે. (કેમ કે બોધિવાળા