________________
૮૫
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
ત્યાર પછી દ્વાર-પ્રતિમાની પૂજા કરીને પાંચ સભાઓમાં પૂર્વની જેમ પૂજા કરે છે. દ્વાર અર્ચનાદિ શેષ ત્રીજા ઉપાંગથી જાણવું.” ૩ (સંઘાચારવૃત્તિ ૫. ૬૧ ગા. ૪૮-પ૦)
તે કારણથી મૂલનાયકની પૂજા સર્વ પ્રતિમાઓથી પણ પૂર્વે સવિશેષ કરવી જોઈએ. કહેવાયું પણ
છે – .
વળી ઉચિતપણે પૂજામાં મૂલબિબનું વિશેષકરણ છે. જે કારણથી લોકની દૃષ્ટિ મન સહિત પ્રથમ ત્યાં=મૂળનાયક ઉપર પડે છે.” T૧TI. શિષ્ય પૃચ્છા કરે છે –
“એકને મૂળનાયકને, પૂજા-વંદનાદિ કરીને શેષને પૂજાદિ કરવામાં લોકનાથોનો નાયક-સેવકભાવ કરાયેલો થાય છે.” રા.
“એકની શ્રેષ્ઠ પૂજા કરે છે બીજાની થોડી પૂજા કરે છે. આ પણ મહા અવજ્ઞા નિપુણબુદ્ધિથી જણાય છે." imal તેનો ઉત્તર આચાર્ય આપે છે –
“સમાન પરિવારને પ્રાતિહાર્યને જોનાર અને જાણનાર પુરુષને આ જિનપ્રતિમાઓમાં નાયક-સેવક બુદ્ધિ થાય નહિ.” I૪ (ચૈત્યવંદનમહાભાષ્ય ૧૯૭, સંબોધપ્ર. દેવાધિકાર ૬૦)
વળી આ મૂળનાયક પ્રથમ પ્રતિષ્ઠિત છે. એ પ્રકારનો વ્યવહાર છે. તેના વડે વળી નાયકભાવ, શેષ જિનપ્રતિમાઓની અવજ્ઞા નથી.” (પા
“ઉચિત પ્રવૃત્તિ કરનારા પુરુષને=ભાવવૃદ્ધિને અનુકૂળ દૃઢ પ્રયત્ન કરવા અર્થે ઉચિત પ્રવૃત્તિ કરનાર પુરુષને, એક પ્રતિમાનાં વંદન-પૂજન-બલિ ઢોકન કરાયે છતે આશાતના જોવાઈ નથી=બીજા તીર્થકરોની આશાતના જોવાઈ નથી.” III.
“જે પ્રમાણે માટીની પ્રતિમાને પુષ્પાદિથી પૂજા ઉચિત છે. સુવર્ણાદિથી નિર્મિત પ્રતિમાઓને મજ્જનાદિ વડે=પ્રક્ષાલાદિ વડે પૂજા ઉચિત છે.” Iકા
જે પ્રમાણે કલ્યાણકાદિ કાર્યથી એક પ્રતિમાની વિશેષ પૂજા કરવામાં પણ શેષ પ્રતિમાઓમાં ધાર્મિકજનને અવજ્ઞાનો પરિણામ નથી.” w૮ (ચૈત્યવંદનમહાભાષ્ય ૧૯૭, ૩૯, ૪૦, ૫૦, ૫૧, પર, ૫૩, ૧૪)
“આ રીતે ઉચિત પ્રવૃત્તિ કરતા શ્રાવકને જે પ્રમાણે અવજ્ઞા થતી નથી તે પ્રમાણે મૂલબિબની પૂજાના વિશેષકરણમાં પણ તે નથી=અન્ય પ્રતિમાઓની અવજ્ઞા નથી.” II
“જિનભવનના બિબની પૂજા જિનોના માટે શ્રાવકો કરતા નથી પરંતુ શુભભાવના નિમિત્તે બીજા બુદ્ધિશાળીના બોધ માટે કરે છે.” II૧૦||
કેટલાક ચૈત્યઘરથી બોધ પામે છે. કેટલાક પ્રશાંત રૂપ એવા બિબથી બોધ પામે છે. અન્ય પૂજાના ઐશ્વર્યથી બોધ પામે છે. અન્ય ઉપદેશથી બોધ પામે છે.” II૧૧ (સંબોધપ્ર. દેવાધિ. ૧-૭૧, ચૈત્યવંદનમહાભાષ્ય ૧૪૨-૩).
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.