________________
૧૩૭
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ સાધક નથી. એ પણ એકાંતિક નથી; કેમ કે પરતિષ્ઠિત પ્લવકનું=દરિયામાં રહેલા ફળનું, તરકાંડના અભાવમાં પણ વાવના અભાવમાં પણ, પ્લવદર્શન છે દરિયામાં ફળ તરતું દેખાય છે એ રીતે બુદ્ધિલક્ષણ કારણ વગર પણ આત્માના સર્વજ્ઞત્વ-સર્વદર્શિત્વની સિદ્ધિ છે.
વળી અન્ય કહે છે. જ્ઞાનનું વિશેષ વિષયપણું હોવાથી અને દર્શનનું સામાન્ય વિષયપણું હોવાથી તે બંનેનું જ્ઞાન અને દર્શનનું, સર્વાર્થ વિષયપણું અયુક્ત છે; કેમ કે તે ઉભયનું=જ્ઞાન-દર્શન ઉભયનું સર્વાર્થ વિષયપણું છે. એ પ્રકારના પરના પ્રશ્નમાં ઉત્તર આપે છે. સામાન્ય-વિશેષતો ભેદ જ નથી. પરંતુ તે જ પદાર્થો સમ અને વિષમપણાથી જણાતા=સામાન્યપણાથી અને વિષમપણાથી જણાતા, સામાન્ય-વિશેષ શબ્દ અભિધેયતાને પ્રાપ્ત કરે છે. અને તેથી તે જ જણાય છે, તે જ દેખાય છે. એથી જ્ઞાન-દર્શનનું સર્વાર્થ વિષયપણું યુક્ત છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે. આ રીતે પણ પૂર્વમાં જ્ઞાન-દર્શનનો વિષય સર્વ પદાર્થો છે તેમ સ્થાપન કર્યું. એ રીતે પણ, જ્ઞાનથી વિષમતાધર્મવિશિષ્ટ પદાર્થો જ જણાય છે પણ સમતાધર્મવિશિષ્ટ પદાર્થો જણાતા નથી. અને દર્શનથી સમતાધર્મવિશિષ્ટ જ પદાર્થો જણાય છે પણ વિષમતાધર્મવિશિષ્ટ પદાર્થો જણાતા નથી. અને તેથી જ્ઞાન-દર્શન દ્વારા સમતા-વિષમતા લક્ષણધર્મદ્રય અગ્રહણ હોવાને કારણેeતેઓનું જ્ઞાન-દર્શનનું, સર્વાર્થવિષયપણું અયુક્ત જ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે, એમ ન કહેવું; કેમ કે ધર્મ-ધર્મીનો સર્વથા ભેદનો અસ્વીકાર છે. અને તેથી અત્યંતરીકૃત સમતા નામના ધર્મવાળા જ વિષમતાધર્મવિશિષ્ટ જ્ઞાનથી જણાય છે. અને અત્યંતરીકૃતવિષમતા નામના ધર્મવાળા જ સમતાધર્મ વિશિષ્ટ દર્શન વડે જણાય છે. એથી જ્ઞાન અને દર્શનનું અસર્વાર્થવિષયપણું નથી. એથી સર્વજ્ઞ અને સર્વદર્શી ભગવાન છે. તેઓને નમસ્કાર થાઓ એમ અત્રય છે. સિવ-મયલ-મરુઅ-મહંત-મMય-મન્હાબાહ-મપુણરાવિત્તિ સિદ્ધિગઇનામધેયં ઠાણ સંપત્તાણ”:
અને આ આ સર્વ પણ ભગવાન, સર્વગત આત્મવાદી વડે મુક્તપણું હોતે છતે નિયત સ્થાનમાં જ • રહેલા ઈચ્છાતા નથી. જેને તેઓ કહે છે – 'મુક્ત જીવો સર્વત્ર વ્યોમની જેમ આકાશની જેમ, તાપવજિત રહે છે. તેના નિરાકરણ માટે કહે છે.
શિવ, અચલ, અરુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવર્તી સિદ્ધિગતિ નામવાળા સ્થાનને સંપ્રાપ્ત એવા ભગવાનને નમસ્કાર થાઓ. એમ અવય છે. “શિવ' સ્થાનને ભગવાન પામેલા છે; કેમ કે સર્વ ઉપદ્રવરહિતપણું છે.
અચલ સ્થાનને ભગવાન પામેલા છે; કેમ કે સ્વાભાવિક અને પ્રાયોગિક ચલનક્રિયા રહિતપણું છે= ભગવાનને સંસારી જીવોની જેમ કોઈ સ્વાભાવિક ક્રિયા નથી અને ગમતાદિ પ્રાયોગિક ક્રિયા નથી. માટે ચલતક્રિયાથી રહિતપણું છે.
અરુજ સ્થાનને ભગવાન પામેલા છે=વ્યાધિ-વેદના રહિત સ્થાનને ભગવાન પામેલા છે; કેમ કે વ્યાધિ અને વેદનાનાં કારણરૂપ શરીર અને મનનો અભાવ છે.