________________
૧૪૪
ધર્મસંગ્રહ ભાગ-૪/ દ્વિતીય અધિકાર | શ્લોક-૧૧ જેઓએ ભૂતકાળમાં કોઈક નિમિત્તને પામીને બીજાધાન કરેલું છે, તેઓના બીજાધાનનો ઉભેદ કરીને જે યોગબીજો આત્મામાં પડેલા હોય તેમાંથી અંકુરાદિરૂપે પ્રગટ કરીને, ભગવાન તેઓને અપૂર્વનો યોગ કરાવે છે. અને સંસારમાં તેઓને થતા તે તે પ્રકારના મોહના ઉપદ્રવોથી તેઓનું રક્ષણ કરે છે. માટે બીજાધાનવાળા જીવોનો યોગક્ષેમ કરનારા હોવાથી ભગવાન તેઓના નાથ છે. આ પ્રકારે ઉપસ્થિતિ કરવાથી શ્રાવકને સ્થિર નિર્ણય થાય છે કે ભગવાનનું અવલંબન હું ગ્રહણ કરીશ તો અવશ્ય ભગાવન મારા નાથ બનશે. તેથી મારામાં જે યોગની ભૂમિકા છે, તેનાથી ઉત્તરોત્તર યોગની ભૂમિકાનો યોગ ભગવાનના આલંબનથી થશે. અને મોહના તે તે ઉપદ્રવોથી મારું રક્ષણ થશે. તેનાથી દુર્ગતિની પરંપરાથી પણ મારું રક્ષણ થશે. આ પ્રકારે ઉપસ્થિતિ કરીને શ્રાવક ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ કરે છે.
વળી, ભગવાન લોકના હિતને કરનારા છે. અહીં “લોક” શબ્દથી સંસારી સર્વજીવોનું ગ્રહણ છે; કેમ કે ભગવાન સન્માર્ગની પ્રરૂપણા દ્વારા જે સમ્યગ્દર્શનાદિ યોગ્ય જીવોને પ્રાપ્ત કરાવે છે, તેનાથી સર્વજીવોને હિતની પ્રાપ્તિ થાય છે. કેમ સર્વજીવોને હિતની પ્રાપ્તિ થાય છે ? તેથી કહે છે. જે મહાત્માઓ રત્નત્રયી સેવીને સંવરભાવવાળા થાય છે, તેમનાથી જગતના જીવોને ઉપદ્રવ દૂર થાય છે. તેથી ભગવાન સર્વજીવોના હિતનું કારણ બને છે.
વળી, ભગવાન લોક માટે પ્રદીપ જેવા છે. અહીં “લોક' શબ્દથી વિશિષ્ટ સંજ્ઞીલોક જ ગ્રહણ કરાય છે; કેમ કે તેવા જીવોને ભગવાનના અવલંબનથી જ સન્માર્ગનો બોધ થાય છે. તેથી ભગવાનના નિમિત્તને પામીને જે જીવોને યોગમાર્ગનો કંઈક સૂમબોધ થાય છે તે જીવો માટે જ ભગવાન પ્રદીપ તુલ્ય છે.
વળી, ભગવાન લોક માટે પ્રદ્યોતકર છે. અહીં ‘લોક' શબ્દથી વિશેષ પ્રકારના ચૌદ પૂર્વધરનું ગ્રહણ છે; કેમ કે તેવા મહાત્માઓને જ ભગવાનના નિમિત્તે પ્રકૃષ્ટ સૂક્ષ્મતત્ત્વનો બોધ થાય છે. અન્ય જીવોને ઉત્કૃષ્ટ પ્રઘાત કરનારા નથી. ભગવાનથી જેટલો બોધ થાય તેટલા અંશમાં ભગવાન પ્રદીપ તુલ્ય છે. તેથી જે જીવોને જેટલી બોધ કરવાની શક્તિ છે તે શક્તિને પ્રગટ કરવામાં ભગવાન કારણ છે; કેમ કે ભગવાનના વચનથી, ભગવાનના દર્શનથી યોગ્ય જીવોને તેમની યોગ્યતા અનુસાર યોગમાર્ગનો સૂક્ષ્મબોધ થાય છે.આ પ્રકારે સ્મરણ કરવાથી ભગવાન પોતાના માટે કઈ રીતે ઉપકારક છે ? તેની ઉપસ્થિતિ થવાથી ભગવાન પ્રત્યે ભક્તિનો અતિશય થાય છે.
હવે ઉપયોગ સંપદાની જ હેતુસંપતુને કહે છે. ભગવાન અભયને દેનારા છે, ચક્ષુને દેનારા છે, માર્ગને દેનારા છે, શરણને દેનારા છે અને બોધિને દેનારા છે.
સંસારી જીવોને સાત પ્રકારના ભય સતત સંસારમાં વર્તે છે. તે ભયોથી પોતાનું રક્ષણ કરવાથે સંસારી જીવો સદા પ્રવૃત્ત હોય છે. છતાં પારમાર્થિક રીતે આ સાત પ્રકારના ભયોથી પોતાનું રક્ષણ કરવા માટે તેઓ સમર્થ થતા નથી. અને તે ભયોના નિવારણ માટે જ સદા વ્યાકુળ રહે છે. તેવા જીવોમાંથી યોગ્ય જીવોને ભગવાન ભવોના નિવારણનો ઉચિત ઉપાયનો વિચાર કરી શકે તેવી સ્વસ્થતાનું આપાદન કરનારા બને છે. તેથી તેવા જીવો સ્વસ્થતાથી વિચારે છે કે સંસારના ઉપદ્રવોના નિવારણનું કારણ યોગમાર્ગની પ્રવૃત્તિ છે.