________________
૧૪૭
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૧ વિવેકીપુરુષે શક્તિના પ્રકર્ષથી ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને જિનવચનાનુસાર તત્ત્વનું ભાવન કરીને અંતતાપરૂપ અગ્નિને ઓલવવા માટે સતત ઉદ્યમ કરવો જોઈએ. જેથી સંસારનો ઉચ્છેદ થાય. આ પ્રકારે ભગવાન ધર્મદેશના આપે છે માટે ભગવાન ધર્મના દેશક છે.
વળી ભગવાન ધર્મના નાયક છે. ધર્મ દેશવિરતિ અને સર્વવિરતિ સ્વરૂપ છે અને તેના નાયક ભગવાન છે; કેમ કે તેમણે સર્વવિરતિધર્મ પૂર્ણ ભૂમિકા રૂપે પ્રાપ્ત કર્યો છે. અને ભગવાન ધર્મના ઉત્કૃષ્ટ ફલને ભોગવે છે. ભગવાનને પ્રાપ્ત થયેલ સર્વવિરતિધર્મનો ક્યારેય વિઘાત થવાનો નથી. તેથી ભગવાન ધર્મના નાયક છે.
વળી, ભગવાન પ્રસ્તુત એવા ધર્મના સ્વ-પરની અપેક્ષાએ સારથી છે. સારથી અશ્વને સમ્યક પ્રવર્તન કરાવે છે, તેનું પાલન કરે છે અને દમન કરે છે. તેમ ભગવાન પણ પોતાના ધર્મ રૂપી રથનું સમ્યક પ્રવર્તન કરે છે અને અન્યને પણ ઉચિતક્રિયા બતાવીને સમ્યક પ્રવર્તન કરાવે છે. વળી, સ્વીકારેલા ધર્મનું સ્વયં સમ્યક પાલન કરે છે અને બીજાને પાલન કરાવે છે અને ઉન્માર્ગમાં જતા ધર્મરૂપી રથને સ્વયં દમન કરે છે અને બીજાને ઉન્માર્ગમાં જતા ધર્મરથનું દમન કરાવે છે. માટે ભગવાન સ્વ-પરની અપેક્ષાએ ધર્મના સારથી છે. આથી જ મેઘકુમારને સંયમ ગ્રહણ કર્યા પછી ઘરે જવાનો પરિણામ થયો ત્યારે સમ્યક્ ઉપદેશ આપીને ભગવાન મહાવીરે મેઘકુમારના સંયમરૂપી રથને સન્માર્ગમાં પ્રવર્તાવ્યો.
વળી, ભગવાન શ્રેષ્ઠ ધર્મ દ્વારા ચારગતિના અંતને કરનારા ચક્રવર્તી છે. શ્રેષ્ઠ ધર્મ કહેવાથી કષ-છેદતાપ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે અથવા ચક્રવર્તીના ચક્રની અપેક્ષાએ ભગવાને બતાવેલ ધર્મ આ લોકપરલોકનું એકાંત હિત કરનાર હોવાથી શ્રેષ્ઠ છે અને ચક્રવર્તી પોતાના ચક્રના બળથી શત્રુઓનો નાશ કરે છે તેમ ભગવાન ધર્મચક્ર દ્વારા રૌદ્ર એવા મિથ્યાત્વાદિ અંતરંગ શત્રુઓનો નાશ કરે છે. તેથી ચારગતિના પરિભ્રમણનો ઉચ્છેદ થાય છે. ભગવાન ધર્મને દેનારા છે. ઇત્યાદિ પદો દ્વારા સ્તોતવ્ય એવા ભગવાનનો વિશેષ ઉપયોગ બતાવાયો. માટે ધમ્મદયાણ આદિ પદથી સ્તોતવ્યસંપદાની જ વિશેષ ઉપયોગસંપદ્ કહેવાઈ.
વળી ભગવાન અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાનદર્શનને ધારણ કરનારા છે. ચાલ્યો ગયો છે છબસ્થભાવ જેમનો એવા ભગવાન છે. તેવા ભગવાનને નમસ્કાર થાઓ. ભગવાનને ક્ષાયિકભાવનું કેવલજ્ઞાન અને કેવલદર્શન છે. જે સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયનો વિષય કરનાર હોવાથી પૂર્ણ છે માટે શ્રેષ્ઠ જ્ઞાન-દર્શન ભગવાનનાં છે. અને ભગવાનનાં શ્રેષ્ઠ એવાં જ્ઞાન-દર્શન ક્ષેત્ર અને કાળથી હણાતાં નથી. તેથી અપ્રતિહત છે; કેમ કે સર્વ ક્ષેત્રના અને સર્વકાળના સર્વ ભાવોને ભગવાન જાણે છે. તેથી તેવા ઉત્તમ જ્ઞાન-દર્શનવાળા ભગવાનને નમસ્કાર કરાય છે. વળી સંસારઅવસ્થામાં હતા ત્યારે ઘાતકર્મના નાશ પૂર્વે છ“સ્વભાવવાળા હતા. તેનો નાશ કરીને ભગવાન વ્યાવૃત છદ્મસ્થભાવવાળા થયા તેવા ભગવાનને નમસ્કાર થાઓ. આ રીતે સ્તોતવ્યસંપદાની જ સકારણ સ્વરૂપસંપદા કહેવાઈ.
વળી, ભગવાન પોતાના તુલ્ય બીજાને કરનારા છે. તે બતાવવા અર્થે કહે છે. ભગવાને મોહને જીત્યો છે અથવા રાગાદિ શત્રુઓને જીત્યા છે માટે જિન છે. અને યોગ્ય જીવોને જિતાવનારા છે; કેમ કે