________________
૧૪૬
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ પ્રગટે તે રીતે ઉચિત સ્થાને તત્ત્વ જાણવા યત્ન કરે છે. જેના બળથી તેઓ સામગ્રીને પામીને અવશ્ય સૂક્ષ્મબોધને પ્રાપ્ત કરે છે.
વળી, ભગવાન બોધિને આપનારા છે. તે બોધિ ભગવાને કહેલા ધર્મની પ્રાપ્તિ સ્વરૂપ છે. અર્થાતુ જે કુલમાં ધર્મ થતો હોય તેવા જ કુળમાં જન્મની પ્રાપ્તિ રૂપ નહિ પરંતુ જિનવચનાનુસાર યથાર્થબોધ સ્વરૂપ બોધિ છે. જે બોધિ જીવોને પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિયની અભિવ્યક્તિ રૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સ્વરૂપ છે. અને જે જીવોને પદાર્થને યથાર્થ જોવાની નિર્મળ દૃષ્ટિ પ્રગટી છે તેવા સમ્યગ્દષ્ટિજીવો સતત પ્રાપ્ત થયેલા ભવને જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને સફળ કરે છે. જેઓએ સમ્યગ્દર્શનરૂપ બોધિ પ્રાપ્ત કરી છે, તેઓ બોધિના બળથી અવશ્ય અલ્પકાળમાં સંસારનો અંત કરે છે. આ પ્રકારે અભયાદિ પદો દ્વારા ભગવાનનો સંસારીજીવોને શું ઉપયોગ છે તેની સિદ્ધિ થાય છે. તેથી ઉપયોગસંપદાની જ આ હેતુસંપદા છે.
હવે સ્તોતવ્યસંપદાની જ વિશેષથી ઉપયોગસંપદાને કહે છે. ભગવાન ધર્મને દેનારા છે, ધર્મના દેશક છે, ધર્મના નાયક છે, ધર્મના સારથી છે અને શ્રેષ્ઠ ધર્મ વડે ચારગતિઓના અંતને કરનાર ચક્રવર્તી છે.
ભગવાન બે પ્રકારના ધર્મને દેનારા છે. સાધુધર્મ અને શ્રાવકધર્મ. તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાને જગતના જીવોને પોતાના તુલ્ય થવા માટે ત્રણ ગુપ્તિના સામ્રાજ્યરૂપ સાધુધર્મ બતાવ્યો છે. અને જેઓ સંસારના ઉચ્છેદના અર્થી છે, પરંતુ ત્રણ ગુપ્તિના સામ્રાજ્યરૂપ સાધુધર્મ પાળવા સમર્થ નથી, તેઓને સાધુધર્મની પ્રાપ્તિને અનુકૂળ શક્તિસંચય કરવાથું શ્રાવકધર્મ બતાવ્યો છે. તે બંને ધર્મોની પ્રાપ્તિમાં ભગવાન જ પ્રધાન હેતુ છે; કેમ કે ભગવાનના ઉપદેશના બળથી જ મુખ્યરૂપે યોગ્ય જીવોને સંસારના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય છે. અને સંસારના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થયા પછી સુખી થવાના ઉપાયરૂપ ત્રણ ગુપ્તિના સામ્રાજ્ય સ્વરૂપ સાધુધર્મ દેખાય છે. જેમાં તે પ્રકારની ત્રણ ગુપ્તિમાં યત્ન કરવાનું સામર્થ્ય છે, તેઓ જિનવચનાનુસાર સાધુધર્મ પાળીને અલ્પકાળમાં સર્વ દુઃખોનો અંત કરે છે. અને જેઓને ભગવાનના વચનથી બોધ થયો છે કે સંસારમાં સુખી થવાનો એક ઉપાય ત્રણ ગુપ્તિના સામ્રાજ્યરૂપ સાધુધર્મ છે, પરંતુ પોતાનામાં તેને સમ્યક્ પાલન કરવા માટે શક્તિ નથી, તેઓ પણ સાધુધર્મનું પરિભાવન કરવાથું તેના ઉપાયરૂપ શ્રાવકધર્મનું પાલન કરે છે. તે બંને પ્રકારના ધર્મોની પ્રાપ્તિ પ્રધાનરૂપે ભગવાનથી થાય છે. માટે ભગવાન ધર્મને દેનારા છે.
વળી, ધર્મની પ્રાપ્તિ ધર્મની દેશના દ્વારા જ થાય છે, અન્યથા થતી નથી. તેથી કહે છે કે ભગવાન ધર્મના દેશક છે. ભગવાને યોગ્ય જીવોને ધર્મદેશના આપીને બતાવ્યું કે બળતા ઘરમાં નિવાસતુલ્ય આ સંસારે છે. જેમ ઘર બળતું હોય તેમાં કોઈ બેઠેલ હોય તો તે બળીને અવશ્ય ભસ્મ થાય છે, તેથી જેમ બળતા ઘરમાંથી નીકળવા માટે સદા પ્રયત્ન કરવામાં આવે છે, તેમ સંસારમાંથી નીકળવા માટે સદા ઉદ્યમ કરવો જોઈએ અને બળતા ઘરને ઓલવવા માટે વિવેકીપુરુષ સતત પ્રયત્ન કરે છે. તેમ સંસારની નિષ્પત્તિનાં કારણોનો નાશ કરવા માટે સદા પ્રયત્ન કરવો જોઈએ. અને તે પ્રકારના પ્રયત્નરૂપ જ ત્રણ ગુપ્તિનું સામ્રાજ્ય છે. માટે