________________
૧૪૧
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ અતિરૂપસંપન્ન એવા દેવતાઓનું રૂપ પણ અસાર દેખાય છે. જેને જોવા માત્રથી જીવોને ભગવાન પ્રત્યે આકર્ષણ થાય છે અને ભૂતકાળમાં ભગવાને જે ઉત્તમધર્મ સવ્યો છે તેના સાક્ષાત્ ફળરૂપ આ રૂપસંપત્તિ છે. વળી, ભગવાન રાગ-દ્વેષ-પરિષહ-ઉપસર્ગોને જીતવા માટે મહાપરાક્રમને કરનારા હતા. તેથી ભગવાનનો યશ ત્રણલોકમાં સદા ગવાય છે. જે ભગવાને ભૂતકાળમાં ધર્મ સેવીને સંચય કરેલ અંતરંગ બળસ્વરૂપ છે. વળી, ભગવાનની લક્ષ્મી ઘાતકર્મના નાશથી પ્રાપ્ત થયેલ કેવલજ્ઞાન સ્વરૂપ છે અને નિરતિશય સુખસંપત્ સ્વરૂપ છે. જેની સ્મૃતિથી તતુલ્ય થવાનો અભિલાષ થાય છે. અર્થાત્ ભગવાન જેવા નિરતિશય સુખની પ્રાપ્તિનો અભિલાષ ઉત્પન્ન થાય છે. વળી, ભગવાનનો પ્રકૃષ્ટ ધર્મ સમ્યગ્દર્શનાદિ સ્વરૂપ છે; કેમ કે ભગવાન મોક્ષમાર્ગની પૂર્ણભૂમિકાને પામેલા છે. આથી અલ્પકાળમાં જ સંસારનો ઉચ્છેદ કરીને મોક્ષ પ્રાપ્ત કરશે. વળી, સાધનાકાળમાં શ્રેષ્ઠકોટિના દાન-શીલ-તપ-ભાવનામય ધર્મને ભગવાને સેવ્યો છે. વળી, સાધનાકાળમાં પુણ્યાનુબંધી પુણ્યના કારણભૂત સાશ્રવધર્મને અને નિર્જરાના કારણભૂત અનાશ્રવધર્મને ભગવાને સેવ્યો છે. તેથી મહાયોગાત્મક ભગવાનનો ધર્મ છે. વળી, પરમવીર્યથી ઉત્પન્ન થયેલ ભગવાનનો પ્રયત્ન સાધનાકાળમાં પ્રતિમાઓને વહન કરવામાં પ્રવર્તતો હતો અને યોગનિરોધકાળમાં શૈલેષીઅવસ્થામાં પ્રવર્તતો હતો તે સર્વ ભગવાનનું સમગ્ર ઐશ્વર્ય આદિ છે અને તેવા ભગવાન છે. આ પ્રકારે સ્મરણ કરવાથી તીર્થકરે કઈ રીતે સાધના કરી અને ચરમભવમાં કઈ રીતે દેવોથી પૂજાય છે ? ઇત્યાદિની ઉપસ્થિતિ થાય છે અને તેવા ભગવાનને નમસ્કાર કરવામાં આવે છે, જેથી તેમના જેવું સત્ત્વ પોતાનામાં પ્રગટ થાય. આમ “અરિહંતાણં ભગવંતાણં” આવા પ્રકારના બે આલાપક દ્વારા ભગવાનની સ્તોતવ્ય સંપદા કહેવાઈ; કેમ કે વિચારક પુરુષો આવા પ્રકારના ઉત્તમ ગુણીયલ પુરુષની સ્તુતિ કરે છે. તેથી ભગવાનની આ સ્તોતવ્ય સંપતું છે. અર્થાત્ સ્તુતિ કરવાયોગ્ય સંપદ્ છે.
ભગવાન સ્તોતવ્ય કેમ છે ? તેમાં હેતુસંપતુને કહે છે. ભગવાન આદિ કરણ સ્વભાવવાળા છે. તીર્થને કરનારા છે અને સ્વયંસંબુદ્ધ છે. માટે ભગવાન સ્તોતવ્ય છે.
ભગવાન શ્રતધર્મની આદિને કરનારા છે. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારની વિષમ સ્થિતિમાંથી જીવોને તરવાનો એક માત્ર માર્ગ બતાવનાર શ્રતધર્મ છે. જે ભગવાનથી પ્રવર્યો છે. માટે ભગવાને આ ઉત્તમ એવા શ્રતધર્મને આપીને જગતના જીવો પર મહાન ઉપકાર કર્યો છે. તેથી ભગવાન સ્તોતવ્ય છે. વળી, સંસારસમુદ્રથી તરવા માટે જે કારણ હોય તે તીર્થ કહેવાય. તેવા તીર્થને કરનારા ભગવાન છે. અર્થાત્ પ્રવચનાધાર ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર રૂપ તીર્થને કરનારા ભગવાન છે. માટે ભગવાન સ્તોતવ્ય છે. વળી, ભગવાન સ્વંયબોધ પામેલા છે. તેથી ભગવાન સ્તોતવ્ય છે. આ રીતે ઉપસ્થિતિ કરવાથી એ પ્રાપ્ત થાય કે ભગવાન અરિહંત ભગવંત છે. તે સ્વરૂપે ભગવાન સ્તોતવ્ય છે અને જગતના ઉપકારનું કારણ છે તે સ્તોતવ્યના હેતુ છે. આથી જ ભગવાને સન્માર્ગનું સ્થાપન કર્યું છે. તીર્થનું સ્થાપન કર્યું છે. સ્વયંબોધ પામેલા છે એ પ્રકારની ઉપસ્થિતિ કરી શ્રાવક ભગવાન પ્રત્યેની ભક્તિનો અતિશય કરે છે. જોકે ભગવાન પૂર્વના ભવોમાં કોઈકથી બોધ પામેલા છે. તોપણ ચરમભવમાં નિર્મળકોટિનાં ત્રણ જ્ઞાનના ધણી છે. સંયમ ગ્રહણ કરે છે ત્યારે નિર્મળકોટિના ચાર જ્ઞાનવાળા હોય છે. જેના બળથી ઘાતકર્મનો નાશ કરે છે. તેથી કોઈના