________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
૧૩૯
નમો જિણાશં જિઅભયાણં' :
જિન અને જિતભયવાળા ભગવાનને નમસ્કાર કરું છું એમ અવય છે. નમ:નો અર્થ પૂર્વની જેમ છે. અને જિનનો અર્થ પૂર્વની જેમ છે. જિતભયવાળા ભગવાન છે=ભવપ્રપંચની નિવૃત્તિ હોવાથી નાશ કરાયેલા ભયવાળા છે.
આ રીતે સબવૂર્ણ સબૂદરિસીણં ત્યાંથી માંડીને તમો જિણાણ જિઅભયાણ એ પ્રકારના અંતવાળા ત્રણ આલાપક વડે પ્રધાનગુણ અપરિક્ષય અને પ્રધાનફળની પ્રાપ્તિરૂપ નવમી સંપદ્ છે. અહીં નમો જિણાણશબ્દમાં, સ્તુતિના પ્રભાવથી પુનરુક્તિની શંકા કરવી નહિ. જેને કહે છે –
સ્વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધમાં, ઉપદેશ-સ્તુતિ પ્રધાનમાં અને સગુણકીર્તનમાં પુનરુક્તિદોષો થતા નથી.” (આવશ્યકનિર્યુક્તિ-૧૫૧૮) આ નવ સંપર્થી પ્રણિપાતદંડક કહેવાય છે; કેમ કે તેના પાઠ પછી=નમોનિણાણંના પાઠ પછી નમસ્કારનું કરણ છે. વળી, સંઘાચારવૃત્તિમાં આદિ અને અંતમાં ત્રણ વખત પ્રણિપાત કર્તવ્ય કહેવાયું છે. અને તે પ્રમાણે તેનો ગ્રંથ છે. ક્યારે શીષ નમાવે છે શિર પંચમ એવી કાયાથી' એ પ્રમાણે આચારાંગચૂણિનું વચન હોવાથી પંચાંગ પ્રણામને કરતા ત્રણવાર શુદ્ધ એવી ધરણીતલ પર નિવેશ કરે છે=મસ્તકનો નિવેશ કરે છે. એ પ્રમાણે આગમથી ત્રણવાર મસ્તક વડે ભૂમિને સ્પર્શ કરીને ભૂમિ ઉપર સ્થાપન કરેલા જાનુથી અને હાથથી ધારણ કરાયેલી યોગમુદ્રાથી શક્રસ્તવદંડક કહેવો જોઈએ અને તેના અંતમાં પૂર્વની જેમ પ્રણામ કરવો જોઈએ. જિતજન્માદિમાં સ્વવિમાનોમાં તીર્થની પ્રવૃત્તિથી પૂર્વ પણ શક્ર=ઇંદ્ર, આના વડે નમુત્થરં સૂત્ર વડે ભગવાનની સ્તુતિ કરે છે. એથી શક્રસ્તવ પણ કહેવાય છે. અને આEશક્રસ્તવ, પ્રાય: ભાવતીર્થકરના વિષયવાળું છે. અને ભાવઅરિહંતના અધ્યારોપણથી સ્થાપના તીર્થંકરની આગળ પણ બોલાતાં દોષ માટે નથી. “વળી ૩૩ પદો છે, ૯ સંપદા છે, ૨૬ર વર્ણ છે. ભાવજિનની સ્તુતિરૂપ આ પ્રથમ અધિકાર છે.” ત્યારપછી ત્રણકાલવર્તી દ્રવ્યતીર્થંકરના વંદન માટે આ ગાથા પૂર્વાચાર્યો બોલે છે.
જે અતીતસિદ્ધ છે અને જે અનાગતકાલમાં થશે અને જે વર્તમાનમાં વિદ્યમાન છે તે સર્વને ત્રિવિધથી=મનવચન-કાયાથી, વંદન કરું છું.” ભાવાર્થ :
શ્રાવક ભગવાનની ભક્તિ કર્યા પછી ઈર્યાપ્રતિક્રમણ કરીને ત્રણ ગુપ્તિના પરિણામની પ્રાપ્તિ કરે છે. જેથી મન-વચન-કાયાના યોગો પાપની નિવૃત્તિ કરીને સંવૃત્ત પરિણામવાળા થાય છે. ત્યારપછી ભગવાનનું ચૈત્યવંદન કરતી વખતે પ્રણિપાતદંડકસૂત્ર બોલે છે. જે સૂત્રમાં નમ: શબ્દ પૂજા અર્થમાં છે. અહીં પૂજાનો અર્થ દ્રવ્યસંકોચ અને ભાવસંકોચ છે. અને ભગવાનને નમસ્કાર કરવો દુષ્કર છે, તેથી “નમસ્કાર થાઓ' તેમ નમુત્થણ શબ્દથી કહેવાય છે. એથી એ પ્રાપ્ત થાય કે મન-વચન-કાયાના યોગો સંસારના ભાવોથી સંવૃત કરવામાં આવે તે દ્રવ્યસંકોચ” છે. અને વીતરાગના ગુણોને સ્પર્શે તે રીતે વિશુદ્ધ મનનો વ્યાપાર કરવામાં