________________
૮૮
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ થાય છે. અને ૬ માસ સુધી અચ=બીજો વ્યાધિ, થતો નથી. એ પ્રમાણે આગમમાં પણ કહેવાયું છે. ત્યાર પછી સદ્દગુરુથી પ્રતિષ્ઠિત ઘણા મહોત્સવપૂર્વક લાવેલ દુકૂલાદિમય મહાધ્વજ પ્રદક્ષિણા ત્રયાદિની વિધિથી પ્રદેય છે જિનાલયમાં અર્પણ કરવો જોઈએ. અને સર્વ વડે યથાશક્તિ પરિધાપલિકા=વસ્ત્રાદિ, મૂકવાં જોઈએ. ત્યાર પછી મંગલદીવા સહિત આરતી અરિહંતની આગળ કરવી જોઈએ અને આસન્ન એવું વતિપાત્ર સ્થાપન કરવું ર્જાઈએ. ત્યાં વક્ષિપાત્રમાં, લવણ અને જલનો પાત કરાશે.
“તીર્થપ્રવર્તનના સમયમાં ત્રિદશોથી મૂકાયેલી દેવોથી મૂકાયેલી, જિનેશ્વરના મુખના લાવણ્યથી સંવલિત કુસુમવૃષ્ટિ તમારા મંગલને ઉપનયન કરો.” In૧II
એ પ્રમાણે કહીને પ્રથમ કુસુમવૃષ્ટિ કરવી જોઈએ. ત્યાર પછી - “મુનિપતિ એવા ભગવાનને પયાહિણ કરીને=હાથમાં લૂણ રાખીને પ્રદક્ષિણા કરીને, પ્રતિભગ્ન પ્રસરવાળું પોતાના ખારાશપણાથી લજ્જિત એવું લૂણ હુઅવધમાં=અગ્નિકુંડમાં, પડે છે તે જુઓ.”
ઇત્યાદિ પાઠ વડે વિધિથી જિનની ત્રણ વખત પુષ્પ સહિત લવણ-જલ ઉતારણાદિ કરવું જોઈએ. ત્યાર પછી સૃષ્ટિથી આરાત્રિની પૂજા કરીને બંને બાજુથી ધૂપ સહિત ઉલ્લેપ કરે. અને કળશ સહિત જલધારાને ચારે બાજુ અત્યંત કરે અને શ્રાવકો વડે પ્રકીર્યમાણ પુષ્પોની પ્રકરવાળી આત્રિકને મરકતમણિથી મંડિત વિશાલ થાલવાળા માણિક્યથી મંડિત એવા પ્રદીપ હવણપર એવા કરથી ઉસ્લિપ્ત એવી આરાત્રિક હે જિન ! તમારી આગળ ભમો.” ઈત્યાદિ પાઠપૂર્વક પ્રધાન ભાજપમાં રહેલી આરાત્રિક સોત્સવઃઉત્સવપૂર્વક, ત્રણ વખત શ્રાવકો વડે ઉતારાય છે. જે ત્રિષષ્ટિ આદિ ચરિત્રમાં કહેવાયું છે –
કૃતકૃત્યની જેમ પુરંદર=ઈન્દ્ર, કંઈક પાછળ ખસીને જગદ્ભર્તાની આગળ જઈને આરાત્રિકને ગ્રહણ કરે છે.” li૧
તેના કારણે ઈન્દ્રએ હાથમાં આરતી ગ્રહણ કરી તેના કારણે, કૌશિક=ઈન્દ્ર, ચાલતા દીવાની જ્યોતિથી, શોભવા લાગ્યો, જેમ દેદીપ્યમાન ઔષધિવાળા શિખરથી મેરુપર્વત શોભે છે.” રા.
“શ્રદ્ધાળું એવા દેવતાઓ વડે પ્રકીર્ણ એવાં કુસુમોના પુષ્પોના સમૂહને ઉછાળાયા. ત્યાર પછી ઇન્દ્ર ભર્તાની=ભગવાનની, આરતી ઉતારી.” lia (ત્રિષષ્ટિ પર્વ ૧/૫૯૮-૬૦૦) મંગળદીવો પણ આરતીની જેમ પૂજાય છે.
“હે જિન ! કૌશાંબી સંસ્થિત એવા તમારા દર્શન માટે સોમ=ચંદ્ર, અને દિનકરની જેમ મઉલિક પ્રદીપ જેવો મંગળદીવો પ્રદક્ષિણા કરે છે તમારી પ્રદક્ષિણા કરે છે.” III
હે નાથ ! દેવાંગનાઓ વડે તમારી સન્મુખ ભ્રમણ કરાતો મંગલદીવો મેરુપર્વતને પ્રદક્ષિણા દેતા સૂર્યની જેમ શોભે છે.” રા
એ પાઠપૂર્વક તે પ્રમાણે જ=આરતીની જેમ જ, ઉતારાય છે=મંગળદીવો ઉતારાય છે. દેદીપ્યમાન એવો મંગળદીવો જિનચરણની આગળ મૂકાય છે. વળી, આરાત્રિક બુઝાવાય છે તેમાં દોષ નથી.