________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
૧૦૩
સર્વવિરતિના પરિણામરૂપ ભાવચારિત્રની નિષ્પત્તિનું પ્રબળ કારણ ચૈત્યવંદન છે. તેથી સર્વવિરતિને અત્યંત અભિમુખ થવા અર્થે સાધુની જેમ ત્રણ ગુપ્તિના પરિણામોથી આત્માને વાસિત કરવાર્થે શ્રાવક ઈર્યાપ્રતિક્રમણ કરે છે. તેથી ધ્યાન-મૌનરૂપ જે સાધુપથ, તેનાથી વિપરીત જે કંઈ પરિણામો શ્રાવકાચારમાં થાય છે તે સર્વ પરિણામોમાં જીવોની હિંસાનો પરિણામ વર્તે છે. આથી બારવ્રતધારી શ્રાવક પણ તપાવેલા લોઢાના ગોળા જેવો છે. તેથી જે સ્થાનમાં જાય ત્યાં જીવોની હિંસા કરે છે. બાહ્યથી હિંસા ક્વચિત્ થાય કે ન થાય પરંતુ સાધુ જેવા સમભાવના પરિણામવાળો શ્રાવક નહિ હોવાથી જે અંશ અસમભાવનો છે તે અંશથી શ્રાવકમાં હિંસાની પરિણતિ વિદ્યમાન છે. તે પરિણતિના ઉન્મેલનના પ્રયોજનથી અને સાધુધર્મને આસન્ન થવાના અભિલાષથી શ્રાવક ઈર્યાપથિકી પ્રતિક્રમણ કરે છે. તપાવેલા લોઢાના ગોળા જેવો શ્રાવક જીવોના જે પકડ ભેદો છે તે સર્વને કંઈક અંશથી ઉપદ્રવ કરે તેવા અધ્યવસાયવાળો છે; કેમ કે શાતા અર્થે ધનાદિના પ્રયોજનથી જે કંઈ પ્રવૃત્તિ શ્રાવક કરે તેમાં જે જીવોને સાક્ષાત્ ઉપદ્રવ સંભવી શકે તેઓને ઉપદ્રવ થાય છે. અને દેવો આદિ જીવોને સાક્ષાત્ ઉપદ્રવ થતો નથી તોપણ હિંસક અધ્યવસાય હોવાથી તે સર્વજીવોને પીડા કરી શકે તેવો પરિણામ છે. જોકે શ્રાવકના જીવનમાં અલ્પમાત્રમાં હિંસાનો પરિણામ છે. અને તેને દૂર કરીને સંપૂર્ણ નિરવઘ પરિણામરૂપ ત્રણ ગુપ્તિના પરિણામને ઉલ્લસિત કરવાર્થે શ્રાવક ઈર્યાપ્રતિક્રમણ કરે છે. તે વખતે જે શ્રાવકને પ્રસ્તુત ઈર્યાપથિકી સૂત્રમાં બતાવેલા ભાંગાઓનો બોધ છે તે શ્રાવક જીવોના પક૩ ભેદોને આશ્રયીને રાગ-દ્વેષ, કરણ-કરાવણ-અનુમતિ આદિ વિકલ્પોથી હિંસાનો પરિણામ શ્રાવકજીવનમાં કઈ રીતે સંભવે તેનું સ્મરણ કરીને તે પરિણામને ચિત્તમાંથી કાઢીને સાધુની જેમ ચૈત્યવંદનકાળમાં સાંસારિક ભાવોથી ચિત્ત ગુપ્ત બને તે પ્રકારે યત્ન કરે છે. આથી જીવોના પકડ ભેદોનું સ્મરણ કરીને કરણ-કરાવણ-અનુમતિ આદિનું સ્મરણ કરીને અરિહંત-સિદ્ધ આદિ ની સાક્ષીએ પૂર્વમાં કરાયેલા તે પ્રકારના હિંસાના પરિણામનું મિચ્છામિ દુક્કડમ્ આપે છે. મિચ્છામિ દુક્કડમ્ પદના અર્થનું જે શ્રાવકને જ્ઞાન હોય છે તેવા શ્રાવક અવશ્ય તે પ્રકારના માર્દવાદિ ભાવોમાં ઉપયુક્ત થઈને જે હિંસાના પરિણામનું મિથ્યાદુક્ત આપે છે, જેથી સંવરભાવને પામેલું ચિત્ત અત્યંત સાધુના નિરવદ્ય આચારને અભિમુખ બને છે. આ રીતે ચિત્તને સંવૃત કર્યા પછી તસ્સ ઉત્તરી' સૂત્ર દ્વારા ચિત્તની વિશેષ શુદ્ધિ કરીને જ્યારે શ્રાવક દૃઢપ્રણિધાનપૂર્વક અરિહંતના ગુણોના સ્મરણનું કારણ એવું ચૈત્યવંદન કરે છે ત્યારે ચિત્ત સંયમના પરિણામને અર્થે અભિમુખ હોવાથી નમુત્થણ આદિ સૂત્રો દ્વારા જે પારમાર્થિક ભાવોને નિષ્પન્ન કરવા છે તેને પ્રગટ કરવા સમર્થ બને છે. ટીકા :
एवमालोचनाप्रतिक्रमणरूपं द्विविधं प्रायश्चित्तं प्रतिपद्य कायोत्सर्गलक्षणप्रायश्चित्तेन पुनरात्मशुद्ध्यर्थमिदं पठति
'तस्स उत्तरीकरणेणमित्यादि ठामि काउस्सग्ग'मिति पर्यन्तम् । तस्य आलोचितप्रतिक्रान्तस्यातिचारस्योत्तरीकरणादिना हेतुना 'ठामि काउस्सग्ग'मिति योगः, तत्रानुत्तरस्योत्तरस्य करणं पुनः संस्कारद्वारेणो