________________
૧૨
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ‘લતાદોષ છે. ૩ થાંભલામાં અને ભીંતમાં અવષ્ટભ્ય-ટેકો દઈને રહેવું, તે ‘સ્તંભદોષ અથવા કુષ્ય (ભીંત) દોષ' છે. ૪ માલામાં ઉત્તમાંગને સ્થાપન કરી ઊભા રહેવું તે “માલદોષ' છે. ૫ અવસર શબરીની જેમ ગુહ્યાગ્રમાં હાથ રાખીને રહેવું તે “શબરીદોષ છે. ૬ વધૂની જેમ તમેલા માથાવાળો વધૂદોષ' છે. ૭ બંધનની જેમ બે પગ પહોળા કરીને અથવા ભેગા કરીને ઊભા રહેવું તે ‘તિગડદોષ' છે. ૮ નાભિથી ઉપર અને જાનુની નીચે પ્રલબ્ધમાન વસ્ત્રવાળો ‘લંબુતરદોષ' છે. ૯ દંશાદિથી રક્ષણ કરવા માટે મચ્છરાદિના દંશથી પોતાનું રક્ષણ કરવા માટે અથવા અજ્ઞાનથી હદયને ઢાંકીને ઊભા રહેવું તે સ્તનદોષ છે. ૧૦ ગાડાની ઉદ્ધિની જેમ આગળ બે અંગૂઠા ભેગા કરીને અથવા બે પાનીને પાછળ ભેગી કરીને કાઉસ્સગ્ન કરે તે “ઉદ્ધીદોષ' છે. ૧૧ સાધ્વીની જેમ શરીરને ઢાંકીને કાઉસ્સગ્ન કરે તે “સંયતીદોષ છે. ૧૨ કવિકની જેમ=ઘોડાની લગામની જેમ, રજોહરણને આગળ કરીને કાઉસ્સગ્ન કરે તે ખલિણદોષ' છે. ૧૩ કાગડાની જેમ આંખના ડોળાને ફેરવતો કાઉસ્સગ્ન કરે તે “વાયસદોષ' છે. ૧૪ કપિત્થની જેમ પરિધાનને=વસ્ત્રને, પિંડ કરી કાઉસ્સગ્ન કરે તે “કપિત્થદોષ' છે. ૧૫ યક્ષ આવિષ્ટની જેમ=ભૂત વળગ્યું હોય તેમ, માથું ધુણાવતો કાઉસ્સગ્ન કરે તે 'શિરકંપનદોષ છે. ૧૬ મૂંગાની જેમ હું શું કરતો કાઉસ્સગ્ન કરે તો ‘મૂકદોષ' છે. ૧૭ આલાપકને ગણવા માટે આંગળી કે ભ્રમરને ચલાવતો કાઉસ્સગ્ન કરે તે ‘અંગુલી-ભમુહાદોષ' છે. ૧૮ વારુણી=સુરા=દારુડિયાની જેમ બડબડ કરતો કાઉસ્સગ્ન કરે તે ‘વારુણીદોષ' છે. ૧૯ આજુબાજુ જોતા વાંદરાની જેમ અને બે હોઠને ચલાવતો કાઉસ્સગ્ન કરે છે તે પેહાદોષ' છે. આ પ્રમાણે ૧૯ દોષ છે.
સૂત્રમાં સર્વ પણ અનુષ્ઠાન સાધુને ઉદ્દેશીને કહેવાયું છે. આથી તેના વિશેષને કહે છે. “નાદિત્તિ'=તાભિ= નાભિની નીચે ચાર અંગુલી ચોલપટ્ટો, ‘રયત્નત્તિ'=કરયલઃદક્ષિણ-ઉત્તર હાથ દ્વારા મુખવસ્ત્રિકા અને રજોહરણ=જમણા હાથમાં મુહપત્તિ અને ડાબા હાથમાં રજોહરણ, અને ‘પત્તિ =કુપ્પર=હાથની બે કોણીથી ચોલપટ્ટો ધારણ કરવો જોઈએ. ‘ઉસ્મારિય પારિયંમિ થઈ તિઉત્સારિત પારવામાં સ્તુતિ, ઉત્સારિત=પૂરિત કાયોત્સર્ગ હોતે છતે કાયોત્સર્ગ પૂર્ણ કરાયે છતે, નમસ્કારથી પારીને જિતની સ્તુતિ કહેવી જોઈએ. અથવા પાઠાંતર છે=ઉદ્ધરણના શ્લોકમાં પાઠાંતર છે નાદીરથન... થર્ડ તેના સ્થાને વીસા તો ડર વક્તગ' એ પાઠાંતર છે. એનો અર્થ “ઓગણીસ દોષ કાઉસ્સગ્નના વર્જવા જોઈએ.” એ સુબોધ છેઃસુખે બોધ કરી શકાય તેમ છે. એ પ્રમાણે ગાથાર્થ છે અને સંપૂર્ણ કાયોત્સર્ગ ‘નમો અરિહંતાણં' એ પ્રમાણે નમસ્કારપૂર્વક પારીને સંપૂર્ણ ચર્તુવિંશતિસ્તવને બોલે છે. આ રીતે સંનિહિત ગુરુ હોતે છતે તેમની સમક્ષ-ગુરુની સમક્ષ, વળી ગુરુના વિરહમાં ગુરુની સ્થાપના મનમાં કરીને ઈર્યાપથિકી પ્રતિક્રમણ કરીને ઉત્કૃષ્ટ ચૈત્યવંદનનો આરંભ કરે છે. અને અહીં આ રીતે=આગળમાં કહેવાશે એ રીતે, બૃહભાષ્યમાં કહેવાયેલી વિધિ છે.
“સંનિહિત ભાવગુરુને પૂછીને ખમાસમણપૂર્વક ઈર્યાપથનું પ્રતિક્રમણ કરવું જોઈએ. ઈતરથા સ્થાપના જિન સાક્ષીએ ઈર્યાપ્રતિક્રમણ કરવું જોઈએ જિનપ્રતિમા આગળ ઈર્યાપ્રતિક્રમણ કરવું જોઈએ.” IIII
પરંતુ જિનબિંબની પણ આગળ સ્થાપનાચાર્ય સ્થાપવા જોઈએ નહિ. જે કારણથી તીર્થકરમાં