________________
ધર્મસંગ્રહ ભાગ-૪/ દ્વિતીય અધિકાર | શ્લોક-૧
૧૨૩ સર્વ પદનું કથન હોવાથી તેના બિબમાં પણ સર્વપદની સ્થાપના જણાય જ છે. અને વ્યવહારભાષ્યમાં કહેવાયું છે.
“આચાર્યના ગ્રહણથી તીર્થંકર અહીં ગ્રહણ થાય છે. અને આચારનો ઉપદેશ આપતા તીર્થંકરો શું આચાર્ય થતા નથી ?” II૧II.
“અહીં=તીર્થંકર આચાર્ય છે એમાં, દૃષ્ટાંત છે. જે પ્રમાણે સ્કંધક વડે ગૌતમસ્વામી પુછાયા. હે ભગવંત ! કોના વડે તમને આદેશ અપાયો છે ? પાછળથી કહે છે. ધર્માચાર્ય વડે.” રા
જિનના અતિશય હોવાથી તે જિન છે. ગુરુ ઉપદેશથી તે જ ગુરુ છે જિન જ ગુરુ છે. કરણ આદિના વિનયથી તે જ=જિન જ=ભગવાન જ, મારા ઉપાધ્યાય છે.” ૩ ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. અને “આ પ્રમાણે સ્કંદક સાધુ આગળ શ્રી ગૌતમસ્વામી વડે કહેવાયેલી શ્રી વર્ધમાનપ્રભુની અરિહંતતા, ગુરુતા આદિ સર્વ પદવી સાંભળીને હે ભવ્યજીવો ! બોધ પામો. તે શ્રી વીરપ્રભુની અરિહંતતા-ગુરુતાદિ સર્વપદવી કહી તે સ્થાપનાચાર્યવાદિ અરિહંતનાં બિબોમાં પણ સ્પષ્ટ છે. અને ક્ષમાશ્રમણોએ=સાધુઓએ, તેની આગળ જિનપ્રતિમા આગળ, વિધિ કરવી જોઈએ.” III.
આ રીતે સાક્ષાત્ સમાસા=પાસે, ભાવાચાર્યનો અસહ્મા હોતે છતે ખમાસમણપૂર્વક જિનબિંબાદિને પૂછીને ઈર્યાપથિકી પ્રતિક્રમણ કરવું જોઈએ. પરંતુ તેના વિના પણ નહિ જિનબિંબને પૂછ્યા વગર પણ નહિ. જે કારણથી આગમમાં છે.
અને ગુરુના વિરહમાં સ્થાપના, ગુરુ-ઉપદેશના દર્શન માટે છેગુરુ-અનુજ્ઞા બતાવવા માટે છે.” (પ્ર. ૨૬૨) ઈત્યાદિ “સંઘાચારવૃત્તિમાં ઈર્યાસંપદ અધિકારમાં છે.
વળી ઈર્યાપથિકી પ્રતિક્રમણ વગર પણ જઘન્ય-મધ્યમ ચૈત્યવંદન થાય છે. ઉત્કૃષ્ટ વંદનાથી વંદન કરવાની ઈચ્છાવાળા વિરત સાધુ, શ્રાવક, અવિરત સમ્યગ્દષ્ટિ અથવા અપુતબંધક યથાભદ્રક પણ યથોચિત પ્રતિલેખિત પ્રમાર્જિત સ્પંડિલવાળો=ભૂમિવાળો, ભુવનગુરુમાં=જિનપ્રતિમામાં વિનિવેશિત= સ્થાપત કરાયેલાં નયન અને માનસવાળો, સંવેગ અને વૈરાગ્યના વશથી ઉત્પન્ન થયેલા રોમાંચ શરીરવાળો, હર્ષનાં આંસુથી પૂર્ણ લોચતવાળો, અતિદુર્લભ ભગવાનનું પાદવંદન છે એ પ્રમાણે બહુ માનતો મહાવૃતવાળા અર્થયુક્ત અપુનરુક્ત નમસ્કારને કહીને યોગમુદ્રાથી અમ્મલિતાદિ ગુણોથી યુક્ત તેના અર્થતા અનુસ્મરણ ગર્ભ એવા પ્રણિપાતદંડકને બોલે છે.
અને અહીં ‘સંઘાચારવૃત્તિમાં કહેવાયેલું આ વિશેષ છે – એક, બે યાવત્ ઉત્કૃષ્ટથી ૧૦૮ સ્તુતિ યથાશક્તિ બોલીને પાછળથી યથાવિધિ પૂર્વમાં કહેલા પ્રણિપાત કરે. અને તે પ્રમાણે આગમ છે.
પ્રયત્નથી જિનેશ્વરોને ધુવ આપીને ઉપયોગપૂર્વક જિનેશ્વરોને ધૂપ કરીને, એકસો આઠ (૧૦૮) શુદ્ધ ગ્રંથયુક્ત=શુદ્ધ રચનાયુક્ત, અપુનર્યુક્ત એવા સ્તોત્રથી ભગવાનની સ્તુતિ કરે છે. ઈત્યાદિ