________________
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧
૧૩૩
હવે સ્તોતવ્યસંપદાની જ વિશેષથી ઉપયોગસંપદાને કહે છે. ધર્મના દેનારા, ધર્મના દેશક, ધર્મના નાયક, ધર્મના સારથી, શ્રેષ્ઠ ધર્મ દ્વારા ચારના અંતને કરનારા ચક્રવર્તી એવા ભગવાનને નમસ્કાર થાઓ એમ અન્વય છે.
ધમ્મદયાણં :
ધર્મને દેનારા ભગવાનને નમસ્કાર થાઓ એમ અન્વય છે. અહીં=‘ધમ્મદયાણં’ પદમાં ધર્મ શબ્દથી ચારિત્રધર્મ ગ્રહણ થાય છે. અને તે=ધર્મ, સાધુતા અને શ્રાવકના સંબંધીના ભેદથી બે પ્રકારનો છે. સર્વ સાવધયોગની વિરતિરૂપ યતિધર્મ છે. વળી, દેશવિરતિરૂપ શ્રાવકધર્મ છે. અને ઉભયરૂપ પણ તે આ=ધર્મ, ભગવાનથી જ પ્રાપ્ત થાય છે; કેમ કે હેતુ અંતરોના સદ્ભાવમાં પણ ભગવાનનું જ પ્રધાન હેતુપણું છે. એથી ધર્મને આપે છે એથી ધર્મને દેનારા છે=ભગવાન ધર્મને દેનારા છે.
ધમ્મદેસયાણં :
અને ‘ધર્મદત્વ’ ધર્મદેશના દ્વારા જ થાય છે, અન્યથા નહિ. એથી કહે છે ધર્મદેશક એવા ભગવાનને નમસ્કાર થાઓ એમ અન્વય છે. પ્રસ્તુત એવા ધર્મને=દેશવિરતિ અને સર્વવિરતિ રૂપ ધર્મને, યથાભવ્ય અવન્ધ્યપણાથી ઉપદેશ આપે છે=જીવોની યોગ્યતા અનુસાર ઉપદેશ નિષ્ફળ ન જાય તે રીતે ઉપદેશ આપે છે. એથી ધર્મના દેશક છે=ભગવાન ધર્મદેશક છે.
=
ધમ્મનાયગાણું :
અને ધર્મના નાયક એવા ભગવાનને નમસ્કાર થાઓ એમ અન્વય છે. ધર્મ અધિકૃત જ છે=યતિધર્મ અને શ્રાવકધર્મ રૂપ જ છે. તેના નાયક=સ્વામી, ભગવાત છે; કેમ કે તેના=ધર્મના, વશીકરણનો ભાવ છે=ભગવાને ધર્મને અત્યંત સ્વવશ કરેલો છે, તેના ઉત્કર્ષની પ્રાપ્તિ છે. ભગવાનમાં ધર્મના ઉત્કર્ષની પ્રાપ્તિ છે. તેના પ્રકૃષ્ટ ફલનો ભોગ છે=ભગવાનને ધર્મના પ્રકૃષ્ટ ફ્લનો ભોગ છે. અને તેના વિઘાતની અનુપપત્તિ છે=ભગવાનમાં ધર્મના વિઘાતની અનુપપત્તિ છે.
ધમ્મસારહીણું :
ધર્મસારથી એવા ભગવાનને નમસ્કાર થાઓ એમ અન્વય છે. પ્રસ્તુત એવા ધર્મનું=દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ધર્મનું સ્વ અને પરની અપેક્ષાથી સમ્યક્ પ્રવર્તન-પાલન-દમનના યોગથી સારથી ધર્મસારથી છે=ભગવાન ધર્મસારથી છે.
ધમ્મવર ચાઉરંત ચક્કવીણ
:
અને શ્રેષ્ઠ ધર્મવાળા, ચારગતિના અંતને કરનારા ચક્રવર્તી એવા ભગવાનને નમસ્કાર થાઓ એમ અન્વય છે. ધર્મ પ્રસ્તુત જ છે=દેશવિરતિ અને સર્વવિરતિરૂપ જ છે. ત્રિકોટિ પરિશુદ્ધ હોવાને કારણે સુગતાદિ પ્રણીત ધર્મચક્રની અપેક્ષાએ પ્રધાન છે. અને ઉભયલોકનું હિતપણું હોવાથી ચક્રવર્તી આદિના ચક્રની અપેક્ષાએ શ્રેષ્ઠ છે=પ્રધાન છે. ચારગતિઓનો=નારક, તિર્યંચ, નર, અમર રૂપ