________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
૧૩૧
જીવાદિ વસ્તુતત્વનું, પ્રદ્યોતકરણ વિશિષ્ટ જ એવા પૂર્વના જાણનારાઓને થાય છે. તેઓ પણ=વિશિષ્ટ એવા ૧૪ પૂર્વધરો પણ, ષસ્થાનપતિત જ સંભળાય છે. અને તે સર્વોતે જsષસ્થાનપતિત સર્વ ૧૪ પૂર્વધરોને જ, પ્રદ્યોત સંભવતો નથી. દિ=જે કારણથી, પ્રદ્યોત વિશિષ્ટ તત્વસંવેદનયોગ્યતા છે. અને તે=વિશિષ્ટ તત્વસંવેદનયોગ્યતા, વિશિષ્ટ જીવોને જ હોય છે. તેથી વિશિષ્ટ ૧૪ પૂર્વના જાણનારા લોકની અપેક્ષાથી પ્રદ્યોતકર છે=ભગવાન પ્રદ્યોતકર છે.
આ રીતે લાગુમાણ આદિ પાંચ આલાપકનું સ્વરૂપ બતાવ્યું. એ રીતે લોકોત્તમતાદિ પાંચ પ્રકાર વડે પરાર્થકરણ હોવાને કારણે સ્તોતવ્યસંપદાની જ=ભગવાનની સ્તોતવ્યસંપદાની જ, સામાન્યથી ઉપયોગસંપદા ચોથી છે સામાન્યથી ભગવાનનો લોકોને જે ઉપયોગ છે તેને બતાવનાર સંપદા ચોથી છે.
હવે ઉપયોગસંપદાની જ હેતુસંપદાને કહે છે. અભયને દેનારા, ચક્ષને દેનારા, માર્ગને દેનારા, શરણને દેનારા અને બોધિને દેનારા ભગવાનને નમસ્કાર થાઓ. એમ અવય છે. અભયદયાણ:" અહીં=સંસારમાં, (૧) આ લોકનો ભય, (૨) પરલોકનો ભય, (૩) આદાત ભય, (૪) અકસ્માત ભય, (૫) આજીવિકાનો ભય, (૬) મરણ ભય, (૭) અશ્લાઘાના ભયના ભેદથી ભય સાત પ્રકારના છે. આના પ્રતિપક્ષથી=સાત પ્રકારના ભયના પ્રતિપક્ષથી, વિશિષ્ટ એવા આત્માનું સ્વાથ્ય, નિઃશ્રેયસ ધર્મભૂમિકાના કારણીભૂત અભય છે. ધૃતિ એ પ્રમાણે બીજા કહે છે. તે કારણથી આવા પ્રકારનું અભય ગુણપ્રકર્ષના યોગથી અચિંત્યશક્તિયુક્તપણું હોવાને કારણે સર્વથા પરાર્થકારિપણું હોવાથી ભગવાન જ આપે છે, એથી અભયને દેનારા છે. તેઓને નમસ્કાર થાઓ એ પ્રમાણે અવય છે. ચકખુદયાણં -
અને ચક્ષને દેનારા ભગવાનને નમસ્કાર થાઓ એમ અવાય છે. અહીં–‘ચકખુદયાણ' પદમાં, ચક્ષ વિશિષ્ટ આત્મધર્મરૂપ તત્ત્વતા અવબોધનું કારણ ગ્રહણ કરાય છે. અને તે શ્રદ્ધા છેઃચક્ષુ શ્રદ્ધા છે. એ પ્રમાણે બીજા કહે છે; કેમ કે તવિહીનને શ્રદ્ધાવિહીન, અચસુવાળાની જેમ વસ્તુતત્વના દર્શનનો અયોગ છે. અને માર્ગાનુસારી શ્રદ્ધા સુખથી પ્રાપ્ત થતી નથી. અને કલ્યાણચક્ષુ જેવી આ હોતે છતેત્રમાર્ગાનુસારી શ્રદ્ધારૂપ ચક્ષુ હોતે છતે, વસ્તુતત્વનું દર્શન થાય છે. તે આગમાર્ગાનુસારી શ્રદ્ધારૂપ ચક્ષ, ધર્મકલ્પદ્રમના અવધ્યબીજભૂત ભગવાનથી જ થાય છે. એથી ચક્ષને આપે છે એથી ચક્ષુને દેનારા છે. મગ્નદયાણ -
અને માર્ગને દેનારા ભગવાનને નમસ્કાર થાઓ એમ અવય છે. અહીં=મગ્નદયાણં પદમાં, માર્ગ સાપના ગમતની તાલિકાના આયામ તુલ્ય વિશિષ્ટ ગુણસ્થાનકની પ્રાપ્તિમાં સમર્થ સ્વરસવાહી જીવતા સ્વભાવને વહન કરનાર ક્ષયોપશમ વિશેષ, હેતુસ્વરૂપ ફલશુદ્ધા સુખા' એ પ્રમાણે બીજા કહે છે. આ