________________
૧૩૦
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
“લોગનાહાણ' :
અને લોકનાથને નમસ્કાર થાઓ એમ અન્વય છે. અહીં=લોકનાથ' પદમાં રહેલા લોક” શબ્દથી બીજાધાનાદિથી સંવિભક્ત રાગાદિ ઉપદ્રવથી રક્ષણીય વિશિષ્ટ ભવ્યલોક ગ્રહણ થાય છે; કેમ કે એમાં જવિશિષ્ટ ભવ્યલોકમાં જ નાથત્વની ઉપપત્તિ છે. કેમ વિશિષ્ટ ભવ્યલોકમાં જ નાથત્વની ઉપપત્તિ છે ? તેમાં હેતુ કહે છે -- યોગક્ષેમ કૃત નાથ છે યોગક્ષેમ કરનાર નાથ છે, એ પ્રમાણે વચન છે. તે કારણથી અહીં=સંસારમાં, જેઓને જ બીજાધાનના ઉદ્દભેદના પોષણથી યોગ છે અને તે તે ઉપદ્રવાદિના અભાવથી ક્ષેમ છે. તે જ ભવ્યો બીજાધાનાદિથી સંવિભક્ત રાગાદિ ઉપદ્રવથી રક્ષણીય એવા ભવ્યજીવો જ અહીં લોકનાથ' પદમાં 'લોક' શબ્દથી ગ્રહણ થાય છે. અને આ યોગક્ષેમ સકલ ભવ્યજીવોના વિષયમાં કોઈને સંભવતો નથી કોઈ તીર્થકરને સંભવતો નથી; કેમ કે સર્વજીવોની મુક્તિનો પ્રસંગ છે. તે કારણથી કહેવાયેલા જ લોકના બીજાધાનાદિથી સંવિભક્ત રાગાદિ ઉપદ્રવથી રક્ષણીય વિશિષ્ટ ભવ્યલોકના જ, ભગવાન નાથ છે.
લોગહિઆણં' :
અને લોકના હિતને કરનારા એવા ભગવાનને નમસ્કાર થાઓ. અહીં=લોગહિઆણં' પદમાં ‘લોક” શબ્દથી સકલ જ સાંવ્યવહારિકાદિભેદથી ભિન્ન પ્રાણીવર્ગ ગ્રહણ કરાય છે, તેમને=સમસ્ત પ્રાણીવર્ગને, સમ્યગ્દર્શનના પ્રરૂપણ દ્વારા રક્ષણનો યોગ હોવાથી હિત કરનારા છે ભગવાન હિત કરનારા છે તેથી લોકહિતા છે. લોગપઇવાણં' :
અને લોક પ્રત્યે પ્રદીપ એવા ભગવાનને નમસ્કાર થાઓ એમ અવાય છે. અહીં=લોગપઈવાણ' પદમાં, ‘લોક” શબ્દથી તેમની=ભગવાનની, દેશનાદિનાં કિરણો દ્વારા મિથ્યાત્વરૂપ અંધકારના અપનયનને કારણે યથાયોગ્ય પ્રકાશિત જ્ઞયભાવવાળો વિશિષ્ટ જ સંજ્ઞીલોક ગ્રહણ થાય છે; કેમ કે તેની પ્રત્યે જ-વિશિષ્ટ સંજ્ઞીલોક પ્રત્યે જ, ભગવાનના પ્રદીપપણાની ઉપપત્તિ છે. દિ=જે કારણથી, અંધ પ્રત્યે પ્રદીપ પ્રદીપન નથી=પ્રદીપ પ્રકાશન કરનાર નથી, તે કારણથી આવા પ્રકારના લોક પ્રત્યે જેઓને ભગવાનના વચનથી બોધ થાય છે તેવા લોક પ્રત્યે પ્રદીપ છે=લોકપ્રદીપ છે=ભગવાન લોદપ્રદીપ છે. લોગપજ્જો અગરાણ -
અને લોકને પ્રોત કરનારા ભગવાનને નમસ્કાર થાઓ એમ અવય છે. અહીં=લોકપજ્જો અગરાણ' પદમાં લોક’ શબ્દથી વિશિષ્ટ ૧૪ પૂર્વને ધારણ કરનાર લોક ગ્રહણ કરાય છે, કેમ કે ત્યાં જ=વિશિષ્ટ ૧૪ પૂર્વધરોમાં જ, તત્ત્વથી પ્રદ્યોતકરત્વની ઉપપત્તિ છે=પ્રકૃષ્ટ દ્યોતકરત્વની ઉપપત્તિ છે. અને પ્રદ્યોત્યક ભગવાન દ્વારા પ્રદ્યોત કરવા યોગ્ય સાત પ્રકારનું જીવાદિ વસ્તુતત્ત્વ છે. અને તેનું સાત પ્રકારના