________________
૧૨૮
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
ઉપસર્જલીકૃત સ્વાર્થવાળા, ઉચિતક્રિયાવાળા, અદીતભાવવાળા, સફલ આરંભવાળા, અદઢ અનુશવાળા, કૃતજ્ઞતાના પતિ અત્યંત કૃતજ્ઞ, અનુપહત ચિતવાળા, દેવ-ગુરુના બહુમાવવાળા, ગંભીર આશયવાળા હોય છે. ખરેખર અસમાચરિત પણ જાત્યરત્ન ઈતર સમાન નથી કાચ આદિ સમાન નથી. અને સમાચરિત પણ કાચ આદિ જાત્યરત્ન થતા નથી. અને આ પ્રમાણે જે સીગતો કહે છે. અહીં કોઈ જીવ અભાજન નથી. સર્વજીવો બુદ્ધ થશે તે પ્રત્યુક્ત છેઃબોદ્ધનું તે કથન નિરાકૃત છે; કેમ કે બધા પુરુષો તીર્થકર થતા નથી. પરંતુ પુરુષોત્તમ પુરુષ જ તીર્થકર થાય છે. આ પણ=પુરુષોત્તમ પુરુષો પણ, બાહ્યાથે સંવાદી સત્યવાદી એવા સંસ્કૃત આચાર્યના શિષ્યો વડે નિરુપમાન સ્તવના યોગ્ય જ ઈચ્છાય છે; કેમ કે હીન-અધિકથી ઉપમા મૃષા છે એ પ્રકારનું વચન છે. તેના વ્યવચ્છેદ માટે કહે છે તે મતના વ્યવચ્છેદ માટે કહે છે. પુરિસસિંહાણ:
પુરુષોમાં સિંહ એવા ભગવાનને નમસ્કાર થાઓ એમ અવય છે. સિંહની જેમ પ્રધાન શૌર્યાદિ ગુણભાવથી સિંહ જેવા પુરુષો પુરુષસિંહ છે. જે પ્રમાણે સિંહો શોર્યાદિગુણયોગવાળા છે, તે પ્રમાણે ભગવાન પણ કર્મશત્રુ પ્રત્યે શૂરપણાથી, તેના ઉચ્છેદ પ્રત્યે ક્રૂરપણાથી-કર્મના ઉચ્છદ પ્રત્યે શૂરપણાથી, ક્રોધાદિ પ્રત્યે અસહાપણાથી, રાગાદિ પ્રત્યે વીર્યના યોગથી, તપકર્મ પ્રત્યે ધીરપણાથી પ્રખ્યાત છે. અને આમને-તીર્થકરોને, પરિષદોમાં અવજ્ઞા હોય છે. ઉપસર્ગોથી ભય નથી, ઈન્દ્રિયવર્ગમાં ચિંતા નથી, સંયમમાર્ગમાં ખેદ નથી, સધ્યાનમાં નિષ્ફમ્પતા છે. અને આ પ્રકારની ઉપમા=ભગવાનને સિંહરૂપ પશુની ઉપમા આપી એ પ્રકારની ઉપમા, મૃષા નથી; કેમ કે તેના દ્વારા તેના અસાધારણ ગુણોનું અભિધાન છેઃસિંહની ઉપમા દ્વારા સિંહના અસાધારણગુણોનું ભગવાનમાં કથન છે. “પુંડરિઆણં' -
અને આ સુચારુ શિષ્યો વડે સજાતીય ઉપમાવા યોગવાળા જ ઈચ્છાય છે. વિજાતીય ઉપમામાં તત્ સદશ ધર્મની આપત્તિ હોવાથી પુરુષત્વાદિના અભાવની પ્રાપ્તિ છે. જેને તેઓ કહે છેઃસુચારુ શિષ્યો કહે છે –
વિરુદ્ધ ઉપમાના યોગમાં તદ્દધર્મની આપત્તિ હોવાથી તેનું અવસુત્વ છે.” એથી તેના વ્યાપોહ માટે તેના નિરાકરણ માટે સુચારુ શિષ્યોના કથનના નિરાકરણ માટે, કહે છે. પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરીક જેવા ભગવાનને નમસ્કાર થાઓ' એમ અવય છે. શ્રેષ્ઠ કમળની જેમ સંસારજલના અસંગાદિ ઘર્મકલાપથી પુરુષો, પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરીક જેવા છે તેઓને નમસ્કાર થાઓ એમ અવય છે. જે પ્રમાણે પુંડરીકો=કમળો, કાદવમાં થયેલાં હોય છે, જલમાં વર્ધિત છે તે ઉભયને છોડીને કાદવ અને પાણીને છોડીને ઉપરમાં વર્તે છે. અને પ્રકૃતિથી સુંદર હોય છે. ભુવનલક્ષ્મીનું નિવાસ છે. ચક્ષઆદિના આનંદનું સ્થાન છે. પ્રકૃષ્ટ ગુણના યોગથી વિશિષ્ટ તિર્યંચ, નર અને દેવો વડે સેવાય છે. સુખના હેતુઓ થાય છે. તે પ્રમાણે આ પણ ભગવાન કર્મરૂપી કાદવથી થયેલા છે. દિવ્યભોગરૂપી જલથી