________________
૧૨૬
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૧
ભગવંતાણ’ :
“ભગવાનને નમસ્કાર થાઓ' એમ અવય છે. ત્યાં='ભગવંતાણં' શબ્દમાં ‘મ'=સમગ્ર ઐશ્વર્યાદિ લક્ષણવાળું છે. અને કહેવાયું છે.
સમગ્ર ઐશ્વર્યને, રૂપને, યશને, શ્રિયને=લક્ષ્મીને, ધર્મને, પ્રયત્નને છને ‘પા' એ પ્રમાણેની સંજ્ઞા છે.” [૧] અને ભક્તિથી તમ્રપણાને કારણે ઈન્દ્રો વડે શુભાનુબંધી મહાપ્રાતિહાર્યનું કરણ લક્ષણ સમગ્ર ઐશ્વર્ય છે=ભગવાનનું સમગ્ર ઐશ્વર્ય છે. વળી, રૂ૫=ભગવાનનું રૂપ, સકલ સુરના સ્વપ્રભાવથી વિનિર્મિત એવા અંગૃષ્ઠના રૂપની આગળ અંગારના નિદર્શનથી અતિશય સિદ્ધ છે. વળી યશ રાગદ્વેષ પરિષહ ઉપસર્ગમાં પરાક્રમથી ઉત્પન્ન થયેલ ત્રણલોકના જીવોને આનંદ કરનાર આકાલ પ્રતિષ્ઠ છે=ભગવાનનો યશ સદા વિદ્યમાન છે. વળી, શ્રી=લક્ષ્મી ઘાતકર્મના ઉચ્છેદના પરાક્રમથી પ્રાપ્ત કેવલાલોક નિરતિશય સુખસંપત્તિથી સમન્વિત પરા છે=ભગવાનની ઉત્કૃષ્ટ લક્ષ્મી છે. વળી ધર્મ સમ્યગ્દર્શનાદિ રૂપ દાન-શીલ-તપ-ભાવનામય સાશ્રવ-અનાશ્રવ મહાયોગાત્મક છે. વળી પ્રયત્ન, પરમવીર્ય સમુન્થ એકરાત્રિકી આદિ મહાપ્રતિમાના ભાવનો હેતુ સમુદ્દઘાત શૈલેષીઅવસ્થા વ્યંગ્ય સમગ્ર છે.
આવા પ્રકારનો આ ભગ વિદ્યમાન છે જેઓને તે ભગવાન છે. તે ભગવાનને નમસ્કાર થાઓ એમ અવય છે. એ રીતે પ્રથમ સ્તોતવ્યસંપદામાં ‘નમોડસ્તુનું જોડાણ કર્યું એ રીતે, સર્વત્ર=સર્વ સંપદામાં, ક્રિયાનું યોજન કરવું=નમોડસ્તુ નમસ્કાર થાઓ એ ક્રિયાનું યોજન કરવું. આવા પ્રકારના જ=સ્તોતવ્યસંપદાથી બતાવ્યા એવા પ્રકારના જ ભગવાન વિચારકોને સ્તોતવ્ય છે. એથી આ બે આલાપક દ્વારા સ્તોતવ્યસંપદા કહેવાય.
હવે આવી=સ્તોતવ્યસંપદાની, હેતુસંપદાને કહે છે. “આદિને કરનારા, તીર્થને કરનારા અને સ્વયંસંબુદ્ધ એવા ભગવાનને નમસ્કાર થાઓ' એમ અવય છે. “આઈગરાણ' :
આદિ કરવાના સ્વભાવવાળા અથવા આદિ કરવાના હેતુવાળા એ આદિકર છે=સકલ નીતિના કારણ એવા શ્રતધર્મની આદિને કરનારા છે. એ પ્રમાણે સામર્થ્યથી જાણવું. તેઓને નમસ્કાર થાઓ એમ અવય છે.
જોકે આ દ્વાદશાંગી ક્યારેય ન હતી એમ નહિ અને ક્યારેય નથી એમ નહિ અને ક્યારેય નહિ હોય એમ નહિ અર્થાત્ દ્વાદશાંગી ત્રણેય કાળમાં છે. ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. (નંદીસૂત્ર સૂ. ૧૧૮) એ પ્રકારનું વચન હોવાથી નિત્ય દ્વાદશાંગી છે. તોપણ અર્થની અપેક્ષાએ નિત્યપણું છે. વળી, શબ્દની અપેક્ષાથી સ્વ-સ્વતીર્થમાં શ્રતધર્મનું આદિકરપણું ભગવાનનું શ્રતધર્મનું આદિકરપણું, અવિરુદ્ધ છે.
આ પણ મૃતધર્મની આદિને કરનારા ભગવાન પણ, કેવલ્યની પ્રાપ્તિ પછી તરત અપવર્ગવાદી