________________
૧૨૭
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ વડે અતીર્થકરો ઇચ્છાય છે; કેમ કે ‘અકૃસ્તક્ષયે કેવલ્યનો અભાવ છે એ પ્રકારનું વચન છે. તેના બપોહ માટે નિરાકરણ માટે, કહે છે – ‘તિયરાણ” :
તીર્થકરોને નમસ્કાર થાઓ એમ અત્રય છે. જેના વડે સંસારસમુદ્ર તરાય છે તે તીર્થ અને તે પ્રવચનનો આધાર ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર છે. તેને કરવાના સ્વભાવવાળા તીર્થને કરવાના સ્વભાવવાળા, તીર્થકરો છે અને અકૃસ્તક્ષયમાં કેવલ્ય નથી થતું એમ નહિ; કેમ કે ઘાતકર્મના ક્ષયમાં અઘાતી કર્મથી કૈવલ્યનો અબાધ છે. અને આ રીતે જ્ઞાનના કૈવલ્યમાં પૂર્ણ જ્ઞાનમાં તીર્થંકરપણું ઉપપન્ન થાય છેeતીર્થંકરપણું ઘટે છે. વળી મુક્ત કૈવલ્યમાં તીર્થંકરપણું અમારા વડે ઈચ્છાતું નથી. અને કેટલાક કેટલાક દર્શનવાળા આ પણ=તીર્થકરો પણ, સદાશિવના અનુગ્રહથી બોધવાળા ઇચ્છે છે. જેને કહે છે. મહેશના અનુગ્રહથી બોધ નિયમ છે. તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. તેના નિરાકરણ માટે કહે છે કેટલાક દર્શનની માન્યતાના નિરાકરણ માટે કહે છે –
સયંસંબુદ્ધાણં' - - સ્વયંસંબુદ્ધ એવા ભગવાનને નમસ્કાર થાઓ. સ્વયં પોતાના વડે, તથાભવ્યત્યાદિ સામગ્રીના પરિપાકથી સમ્યગ્ર અવિપર્યયથી, બોધવાળા છે અવગત તત્વવાળા છે. પરંતુ પરોપદેશથી નહિ એથી સ્વયંસંબુદ્ધ છે તેઓને નમસ્કાર થાઓ એમ અવાય છે. જોકે ભવાંતરોમાં પૂર્વના ભવોમાં, તેવા પ્રકારના ગુરુના સંવિધાનને આધીન અવબોધવાળા તેઓ હતા=તીર્થકરો હતા, તોપણ તીર્થકરના જન્મમાં પરોપદેશ નિરપેક્ષ જ બોધવાળા છે. અને જોકે તીર્થકરના જન્મમાં પણ લોકાંતિકદેવોના વચનથી= હે ભગવાન ! તીર્થ પ્રવર્તાવો” (આવશ્યકતિર્યુક્તિ-૨૧૫-એ પ્રકારના લક્ષણવાળા લોકાંતિકદેવોના વચનથી ભગવાન દીક્ષાને સ્વીકારે છે તોપણ વૈતાલિકના વચનના અનંતર પ્રવૃત્ત નરેન્દ્ર યાત્રાની જેમ સ્વયં જ પ્રવ્રજ્યાને સ્વીકારે છે. હવે સ્તોતવ્યસંપદાની જ હેતુ વિશેષસંપદાને કહે છે –
પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ જેવા, પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરીક જેવા, પુરુષોમાં શ્રેષ્ઠ હસ્તિ જેવા છે.” પુરિસરમાણ :
પુરુષ' શબ્દનો અર્થ કરે છે. પુરુ=શરીર, તેમાં શયન કરનાર હોવાથી પુરુષ કહેવાય=વિશિષ્ટ કર્મોદયથી વિશિષ્ટ સંસ્થાનવાળા શરીરવાસી જીવો તેઓ પુરુષો છે. તેઓમાં ઉત્તમ પુરુષોત્તમ છે. કેમ ઉત્તમ છે ? તેથી કહે છે –
સહજ તથાભવ્યત્યાદિ ભાવથી શ્રેષ્ઠ એવા પુરુષોત્તમ છે. તે આ પ્રમાણે – આ સંસાર=જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી=ચરમભવમાં વ્યક્તરૂપે અને પૂર્વમાં ભવોમાં શક્તિરૂપે આeતીર્થકરો, પરાર્થવ્યસની,