________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
૧૨૫
અરિહંતાણં' :
“વંધાનમંસારું રિફં=વંદન નમસ્કારને યોગ્ય છે. તિ=એથી, પૂનાસા રિહં તિ–પૂજા-સત્કારને યોગ્ય છે એથી, અને સિદ્ધિામનું રિહા=સિદ્ધિગમનને યોગ્ય છે. તેના રિહંતા વૃદ્ઘત્તિ તે કારણથી અરિહંત કહેવાય છે.” (આવશ્યકતિર્યુક્તિ-૯૨૧)
અને શત્રુને હવન કરનાર હોવાથી અહત છે. અને શત્રુઓ સામ્પરાયિકકર્મબંધના હેતુઓ મોહાદિ છે. અનેક ભવગહનતી આપત્તિઓના પ્રાપણાનું કારણ એવા તે શત્રુઓનો નાશ કરનાર હોવાથી અહંત છે. અને રજનું હનન કરનાર હોવાથી અહંત છે. અને રજ ઘાતક્રમ ચતુર્યા છે. જેનાથી આવૃત એવા આત્માનું ચારઘાતી કર્મથી આવૃત એવા આત્માનું જ્ઞાનાદિગુણ સ્વભાવપણું હોતે જીતે પણ, ઘનસમૂહથી સ્થગિત આકાશમંડલના સૂર્યની જેમ=વાદળાંના સમૂહથી ઢંકાયેલા આકાશમંડલના સૂર્યની જેમ, તે ગુણોની અભિવ્યક્તિ થતી નથી. તેના તે રજના, હનન કરનાર હોવાથી અહંત છે. અને રહસ્યના અભાવથી અહત છે. તે આ પ્રમાણે – તિરસ્ત-નિરવશેષ જ્ઞાનાવરણાદિ કર્મના પરતંત્ર્યવાળા ભગવાનનું અપ્રતિહત-અનંત-અદ્ભુત કેવલજ્ઞાન અને કેવલદર્શન છે. તે બે દ્વારા-કેવલજ્ઞાન અને કેવલદર્શન દ્વારા, જંગતને સતત એકસાથે પ્રત્યક્ષથી જાણતા અને જોતા એવા ભગવાનને રહસ્ય નથી=ભગવાનને ગુપ્ત કંઈ નથી. તે કારણથી રહસ્યના અભાવથી અહંત છે. આ ત્રણે પણ અર્થોમાં પૃષોદરાદિપણું હોવાથી “અહંદુ’ એ પ્રમાણે સિદ્ધ થાય છે. અથવા “અરિહંતાણં' એ પાઠાંતર છે. ત્યાં='અરિહંતાણં' શબ્દમાં, કર્મશત્રુઓને હણનારા અરિહંત છે. તેઓને હું નમસ્કાર કરું છું. એમ અવય છે. અને કહે છે – - “સર્વજીવોના શત્રુભૂત ૮ પ્રકારનાં કર્મ છે. તે કર્મરૂપ શત્રુને હણનારા છે તેથી અરિહંત કહેવાય છે.” I૧II. (આવશ્યકનિર્યુક્તિ-૯૨૯). . “અરુહંતાણં એ પણ પાઠાંતર છે. ત્યાં=અરુહંતાણં' શબ્દથી, નહિ રોહ પામનારા એવા ભગવાનને નમસ્કાર થાઓ, એમ અત્રય છે. નહિ રોહ પામનારા=ઉત્પન્ન નહિ થનારા; કેમ કે ક્ષીણ કર્મબીજાણું છે=ભગવાને કર્મબીજને ક્ષીણ કરેલ હોવાથી ફરી જન્મતા નથી. અને કહેવાયું છે –
“જે પ્રમાણે બીજ અત્યંત દગ્ધ હોતે છતે અંકુર પ્રાદુર્ભાવ પામતો નથી તે પ્રમાણે કર્મબીજ દગ્ધ થયે છતે ભવ અંકુર ઊગતો નથી.” (તત્વાર્થસૂત્ર - અંતિમકારિકા ગા. ૮, શાસ્ત્રવાર્તા સમુચ્ચય-૬૧૨)
વળી શાબ્દિકો “અહ’ શબ્દનું જ પ્રાકૃતમાં રૂપત્રયને ઇચ્છે છે. જેને હેમસૂરીશ્વરજી કહે છે. “ઘ'કારથી અદિતિમાં પણ ‘ાર્દતિ' એ સૂત્ર છે. (શ્રી સિ. ૮-૨-૧૧૧) તેઓ=અરિહંતોને નમસ્કાર થાઓ. નમ: શબ્દના યોગથી ચતુર્થી વિભક્તિ છે. અને ચતુર્થીના અર્થમાં ષષ્ઠીવિભક્તિ છે. (શ્રી સિ. ૮-૩-૧૩૧) એ પ્રમાણે પ્રાકૃત સૂત્રથી ચતુર્થીના સ્થાને ષષ્ઠીવિભક્તિ છે. અને બહુવચન અદ્વૈતના વ્યવચ્છેદથી અરિહંતના બહત્વના ખ્યાપન માટે છે. અને વિષયના બહુપણાને કારણે નમસ્કાર કરનારને ફલાતિશય જ્ઞાપન માટે છે. અને આ અરિહંતો નામાદિથી અનેક ભેદવાળા છે એથી ભાવ અરિહંતને ગ્રહણ કરવા માટે કહે છે.