________________
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧
૧૨૯
વર્ધિત છે. અને ઉભયને છોડીને વર્તે છે. અને અતિશયના યોગથી સુંદર છે. ગુણસંપત્તિનું નિવાસ છે. પરમાનંદનો હેતુ છે. કેવલાદિ ગુણના ભાવથી ભવ્યજીવો વડે સેવાય છે અને નિર્વાણનું કારણ થાય છે. આ રીતે=ભગવાનને પુંડરીકની ઉપમા આપી એ રીતે, ભિન્ન જાતીય ઉપમાના યોગમાં પણ અર્થથી વિરોધનો અભાવ હોવાથી યથોદિત દોષનો સંભવ નથી=જે પ્રમાણે પૂર્વપક્ષી દ્વારા દોષ બતાવાયો છે. તેનો સંભવ નથી. જો વળી, વિજાતીય ઉપમાના યોગમાં તધર્મની પ્રાપ્તિ થાય તો સિંહાદિ સજાતીય ઉપમાના યોગમાં પશુત્વ આદિ તધર્મોની પણ આપત્તિ થાય.
‘પુરિસવરગંધહત્યીણં' :
આ પણ ભગવાન પણ, યથોત્તર ગુણક્રમ અભિધાનવાદી સુરગુરુના શિષ્યો વડે હીન ગુણ ઉપમાના યોગમાં જ અધિકગુણની ઉપમાને યોગ્ય ઇચ્છાય છે; કેમ કે “અભિધાનના ક્રમના અભાવમાં પણ અભિધેય પણ તે પ્રકારે અક્રમવાળું અસ ્ થાય છે.” એ પ્રમાણે વચન છે. આવા નિરાસ માટે=યથોત્તર ગુણક્રમ અભિધાનવાદી મતના નિરાસ માટે કહે છે.
પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તિ જેવા ભગવાનને નમસ્કાર થાઓ એમ અન્વય છે. પુરુષો શ્રેષ્ઠ ગંધહસ્તિ જેવા=ગજેન્દ્ર જેવા, ક્ષુદ્ર ગજના નિરાકરણ આદિ ધર્મના સામ્યને કારણે પુરુષવરગંધહસ્તિ છે. જે પ્રમાણે ગંધહસ્તિની ગંધથી જ તે દેશમાં વિચરતા ક્ષુદ્ર શેષ હાથીઓ મદ વગરના થાય છે. તેની જેમ ઇતિ, પરચક્ર, દુર્ભિક્ષ, મારિ, વગેરે સર્વ જ ઉપદ્રવ રૂપી ગજો=હસ્તિઓ અચિંત્યપુણ્યના અનુભાવથી ભગવાનના વિહારરૂપ પવનની ગંધથી જ ભગ્ન થાય છે. અને આ રીતે અભિધાન ક્રમના અભાવમાં અભિધેય ક્રમવાળું અસ ્ છે એમ ન કહેવું; કેમ કે સર્વ ગુણોનું એકત્ર=પરસ્પર સંવલિતપણાથી સર્વ ગુણોનું, ભગવાનરૂપ એક આત્મામાં અવસ્થાન છે. વળી તેઓનું=તે ગુણોનું, યથારુચિ સ્તોત્રના અભિધાનમાં=પોતાની રુચિ અનુસાર ક્રમ ઉપક્રમ આદિથી સ્તોત્રના અભિધાનમાં, દોષ નથી. ‘લોગુતમાણં’ :
આ રીતે લોકોત્તમત્વાદિ પ્રકારથી સ્તોતવ્યસંપદાની જ સામાન્ય ઉપયોગ સંપદાને કહે છે. (અહીં ‘પુરુષોત્તમત્વાતિ પ્રજારેળ' પ્રતમાં પાઠ છે તે સ્થાને ‘તોમુત્તમત્વાતિ પ્રવ્હારે' પાઠ હોવાની સંભાવના છે.) “લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકના હિતને કરનારા, લોક માટે પ્રદીપતુલ્ય, લોકને પ્રદ્યોત કરનારા એવા ભગવાનને નમસ્કાર થાઓ એમ અન્વય છે. સમુદાયોમાં પણ પ્રવૃત્ત શબ્દો અનેક વખત અવયવોમાં પણ પ્રવર્તે છે=અર્થતા એક દેશમાં પ્રવર્તે છે. એ પ્રકારના ન્યાયથી જોકે લોક શબ્દ વડે તત્ત્વથી પંચાસ્તિકાય કહેવાય છે; કેમ કે “ધર્માદિ દ્રવ્યોની વૃત્તિ જ્યાં છે તે ક્ષેત્ર તે દ્રવ્યો સાથે લોક છે. તેનાથી વિપરીત=લોકથી વિપરીત અલોક નામનું ક્ષેત્ર છે.” એ પ્રમાણે વચન છે તોપણ અહીં=‘લોગુત્તમાણં’ પદમાં ‘લોક' શબ્દથી ભવ્યજીવ રૂપ લોક જ ગ્રહણ થાય છે; કેમ કે સજાતીયના ઉત્કર્ષમાં જ ઉત્તમત્વની ઉપપત્તિ છે. અન્યથા અભવ્યની અપેક્ષાથી સર્વ ભવ્યજીવોનું પણ ઉત્તમપણું હોવાથી આમનો=ભગવાનનો, અતિશય કહેવાયેલો થાય નહિ અને તેથી ભવ્યજીવ રૂપ લોકના સકલ કલ્યાણનું નિબંધન તથાભવ્યત્વના ભાવથી ઉત્તમ લોકોત્તમ છે. તેઓને નમસ્કાર થાઓ એમ અન્વય છે.