________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
૧૦૯
વિવેકસંપન્ન શ્રાવક ઉપયોગપૂર્વક “તસ્સઉત્તરી' સૂત્ર બોલીને આગળમાં કરવાનો કાઉસ્સગ્ન આત્માની શુદ્ધિનું કારણ બને તે પ્રકારનું પ્રતિસંધાન પ્રસ્તુત સૂત્રથી કરે છે.
આ રીતે ‘તસ્સઉત્તરીકરણેણે થી પ્રતિસંધાન કર્યા પછી પ્રશ્ન થાય કે શા માટે ઉત્તરીકરણની ક્રિયા કરવી છે? તેથી શ્રાવક પ્રતિસંધાન કરે છે કે પાપકર્મના નિર્ધાતન માટે અર્થાત્ ભવના કારણરૂપ જ્ઞાનાવરણીયકર્મ, મોહનીયકર્મ અને અંતરાયકર્મના નિર્ધાતન=ઉચ્છેદ માટે હું કાઉસ્સગ્નમાં સ્થિર થાઉં છું. તેથી શ્રાવકને પ્રતિસંધાન થાય છે કે આગળમાં કાયોત્સર્ગ દરમિયાન તીર્થકરના નામના કીર્તન દ્વારા ઉત્તમપુરુષોના ગુણો પ્રત્યે મારું ચિત્ત અત્યંત આવર્જિત થશે. જેનાથી ઉત્તમપુરુષની ઉત્તમતાના બોધમાં બાધક જ્ઞાનાવરણીયકર્મ તૂટશે. ઉત્તમપુરુષના જેવી ઉત્તમતાની નજીક જવામાં બાધક મોહનીયકર્મ તૂટશે. અને ઉત્તમ પુરુષ તુલ્ય થવા માટેનું મારું જે સર્વીર્ય છે તેને બાધક વીર્યંતરાયકર્મ તૂટશે. તે રીતે ગુણીયલના ગુણોની સ્મૃતિપૂર્વક તેઓના નામનું કીર્તન કરીશ. જેથી શીધ્ર હું પણ તેમની જેમ સંસારના ઉચ્છેદ માટે સમર્થ વીર્યવાળો થઈશ. આ પ્રકારે પ્રતિસંધાન કરીને કાયોત્સર્ગમાં રહેવાનો સંકલ્પ ‘તસ્સઉત્તરી’ સૂત્રના અંતિમપદથી કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે “અન્ય સર્વ કાયવ્યાપારનો ત્યાગ કરીને હું કાયોત્સર્ગમાં સ્થિર થવા પ્રયત્ન કરું છું” એ પ્રકારનો સ્થિર પ્રણિધાન નામનો આશય પ્રગટે છે. વળી, સ્વીકારાયેલી પ્રતિજ્ઞાને અણીશુદ્ધ પાળવામાં આવે તો મહાબળ સંચય થાય છે અને પ્રતિજ્ઞા અનુસાર યત્ન ન કરવામાં આવે તો જીવમાં તે પ્રકારનું સદ્વર્ય સંચય થતું નથી. તેથી કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું, તે વચન દ્વારા કાયાના વ્યાપારનો પોતે ત્યાગ કરશે. તેમાં જે અસંભવિત ત્યાગ છે તેના આગારોને બોલે છે. જેથી તે આગારોને છોડીને હું કાયાના વ્યાપારનો ત્યાગ કરીશ એ પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થાય છે. અને તે સર્વ આગાર “અન્નત્થ સૂત્ર'થી બોલીને અંતે પ્રતિજ્ઞા કરે છે કે કાયોત્સર્ગકાળમાં હું દેહને ઊર્ધ્વસ્થાનાદિથી સ્થિર કરીશ, વાણીનો મૌન દ્વારા નિરોધ કરીશ અને મનને, જે ચિંતવન કરાય છે તેના ભાવો સ્પર્શે તે પ્રકારના સુપ્રણિધાનથી પ્રવર્તાવીશ. તે સિવાયના સર્વ કાયાના વ્યાપારોને જ્યાં સુધી હું “નમો અરિહંતાણંથી કાઉસ્સગ્ગ પારું નહિ ત્યાં સુધી ત્યાગ કરું છું. આ પ્રકારે પ્રતિજ્ઞા કરીને અન્નત્ય સૂત્રમાં બતાવેલા દેહના આગારોને છોડીને શક્તિને ગોપવ્યા વગર કાયોત્સર્ગ મુદ્રામાં રહીને, વાણીનો વિરોધ કરીને અને મનને કાયોત્સર્ગકાળમાં બોલાતા સૂત્રના શબ્દને સ્પર્શે તેવી રીતે જે શ્રાવક પ્રવર્તાવે છે જેથી તે મહાત્માનું ચિત્ત કાઉસ્સગ્નકાળમાં તીર્થકરોના નામસ્મરણથી પૂર્વમાં ન હતું તેવું સંપૂર્ણ નિષ્પાપ સર્વવિરતિને અભિમુખ અતિશયવાળું પવિત્ર ચિત્ત બને છે. અને જેમ જેમ તીર્થકરના નામસ્મરણને કારણે તીર્થંકરભાવને અભિમુખ થયેલું ચિત્ત અતિશયિત બને છે તેમ તેમ આગળમાં કહેવાયેલી ચૈત્યવંદનની ક્રિયા વિશેષ પ્રકારે ભાવનિષ્પત્તિનું કારણ બને છે. આથી શાસ્ત્રવચનથી સૂક્ષ્મબોધ કર્યા પછી જ્યાં સુધી પૂર્ણ શાસ્ત્રવિધિથી શુદ્ધ ઈર્યાપ્રતિક્રમણ કરવા શ્રાવક સમર્થ થતા નથી ત્યાં સુધી સતત તે પ્રકારે ઉપયોગપૂર્વક ઈર્યાપ્રતિક્રમણ કરવા પ્રયત્ન કરે છે; જેથી જે પ્રકારે શાસ્ત્રવચનથી બોધ થયો છે. તેને અનુરૂપ આસેવનની ક્રિયા થાય. આથી જ શાસ્ત્રમાં પ્રથમ ગ્રહણશિક્ષા અપાય છે. પછી આસેવન શિક્ષા અપાય છે. તેમ પ્રસ્તુતમાં વિવેકસંપન્ન શ્રાવક શાસ્ત્રમર્યાદાથી ઈર્યાપથ પ્રતિક્રમણના રહસ્યનો યથાર્થ બોધ કરે, પુનઃપુનઃ સમાલોચન કરે, સમાલોચન કરી સ્થિર કરે અને સ્થિર