________________
૧૦૮
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૧ આલોચના અને પ્રતિક્રમણ દ્વારા જે શુદ્ધિ કરેલી તે શુદ્ધિને અતિશય કરવાની ક્રિયા છે અર્થાત્ વધુ વિશુદ્ધ કરવાની ક્રિયા છે. જેમ ઓરડામાં રહેલા કચરાને દૂર કરવાથે સાફ કરવામાં આવે છે. એક વખત સાફ કર્યા પછી સૂક્ષ્મ કચરાને દૂર કરવાથે બીજી વખત સાફ કરવામાં આવે છે. અને લેશ પણ કચરો ન રહે માટે ત્રીજી વખત સાફ કરાય છે. તેમ વિકસંપન્ન શ્રાવક ઇરિયાવહિયા સૂત્ર દ્વારા આલોચન કરીને આરંભસમારંભને અનુકૂળ જે પોતાનું ચિત્ત છે તેને આલોચના દ્વારા અત્યંત સંવૃત કરે છે. આલોચનાથી આરંભસમારંભવાળા ચિત્તનો અત્યંત સંકોચ કર્યા પછી તસ્સ મિચ્છામિ દુક્કડમ્' દ્વારા વિશેષ સંકોચ કરે છે. છતાં ચિત્ત તેવું અત્યંત સંકોચવાળું ન થયું હોય તેને અત્યંત સંવૃત કરવાથું કાઉસ્સગ્નની ક્રિયારૂપ ઉત્તરીકરણ કરે છે. અને કાઉસ્સગ્નની ક્રિયા દ્વારા મારે અત્યંત ચિત્તને સંવૃત કરવું છે તેનો ઉપયોગ સ્થિર કરવાર્થે ‘તસ્સઉત્તરી” સૂત્ર બોલાય છે. જેથી શ્રાવકના ઉપયોગમાં પ્રતિસંધાન થાય છે કે આલોચના અને પ્રતિક્રમણ દ્વારા મેં જે ચિત્તને સંવૃત કર્યું છે તે ચિત્તને અતિશય સંવૃત કરવાથે આ ઉત્તરીકરણરૂપ કાઉસ્સગ્નની ક્રિયા કરું છું. કઈ રીતે કાઉસ્સગ્ગ દ્વારા ઉત્તરીકરણ થઈ શકે ? તેથી શ્રાવક પ્રતિસંધાન કરે છે કે પ્રાયશ્ચિત્તકરણથી ઉત્તરીકરણ થાય છે અને પ્રાયશ્ચિત્ત એટલે ચિત્તનું શોધન કરે તે પ્રાયશ્ચિત્ત અર્થાત્ ચિત્તને આરંભસમારંભથી પર કરીને નિરારંભ જીવનને-અનુકૂળ બનાવે તે “પ્રાયશ્ચિત્તકરણ” છે. અથવા પાપને જે છેદે છે તે પ્રાયશ્ચિત્ત છે=આરંભ-સમારંભને અનુકૂળ ચિત્તમાં જે પાપનો પરિણામ છે તેનો નાશ કરે તે પ્રાયશ્ચિત્ત છે. તેથી શ્રાવકને પ્રતિસંધાન થાય છે કે આગળમાં કરાતા કાઉસ્સગ્ગ દ્વારા મારા ચિત્તનું શોધન થાય છે કે આગળમાં કરાતા કાઉસ્સગ્ગ દ્વારા મારા ચિત્તનું શોધન થાય અને ચિત્ત અત્યંત નિરારંભ જીવનને અભિમુખ થાય તે પ્રકારે મારે કાઉસ્સગ્નમાં યત્ન કરવાનો છે. અને આથી જ કાઉસ્સગ્નકાળમાં ઉત્તમપુરુષના ગુણોના સ્મરણ દ્વારા દૃઢપ્રણિધાનના બળથી શ્રાવક પોતાના આત્માને અત્યંત નિષ્પાપ પરિણતિને અભિમુખ કરે છે. અહીં પ્રશ્ન થાય કે પ્રાયશ્ચિત્તનો પરિણામ કઈ રીતે થાય ? તેથી કહે છે -
વિશોધિકરણથી થાય છે. અર્થાત્ પૂર્વમાં જે પોતે ગૃહસ્થજીવનમાં આરંભ-સમારંભ કર્યા છે અને આરંભ-સમારંભના સંસ્કારવાળું પોતાનું ચિત્ત છે, તે સંસ્કારનો અપગમ થાય તે પ્રકારે વિશોધિકરણ કરવામાં આવે તો પ્રાયશ્ચિત્તકરણની પ્રાપ્તિ છે. જેના પ્રતિસંધાનથી શ્રાવક વિશોધિકરણને અભિમુખ પરિણામવાળો થાય છે. વળી, વિચારે કે “વિશોધિકરણ” કઈ રીતે થાય ? તેથી કહે છે –
વિશલ્લીકરણથી જ વિશોધિકરણ થાય છે. અર્થાત્ માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્યને કાઢીને આત્માને નિર્મળ કરવામાં આવે તો ‘વિશોધિકરણ થાય છે. આ પ્રકારે પ્રતિસંધાન કરીને શ્રાવક પોતાના ચિત્તમાં, આત્માને ઠગવાની પરિણતિરૂપ માયાની પરિણતિને દૂર કરવા માટે યત્ન કરે છે. અર્થાતુ પોતે જેમ તેમ ક્રિયા કરે છતાં પોતે માને કે મેં આ ક્રિયા કરી છે તે રીતે આત્માને ઠગે તે રૂ૫ માયાશલ્યને કાઢવા પ્રયત્ન કરે છે. તુચ્છ એવા ઐહિકફલની આશંસારૂપ નિદાનશલ્યને કાઢવા પ્રયત્ન કરે છે. અને તત્ત્વના વિષયમાં મૂઢતાના પરિવાર દ્વારા મિથ્યાત્વશલ્યને કાઢવા પ્રયત્ન કરે છે. જેના બળથી સતત આત્માનું પારમાર્થિક હિત શું છે ? તેનો સુક્ષ્મ ઊહ પ્રગટે તેવી અમૂઢષ્ટિને કેળવે છે. અને તે પ્રકારે શલ્ય રહિત ચિત્ત થવાથી સૂક્ષ્મ ઉપયોગ દ્વારા અંતરંગ યત્ન થવાને કારણે આત્માને વિશોધિ પ્રાપ્ત થાય છે. અને તેના કારણે પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે. જેથી કરાયેલો કાયોત્સર્ગ અવશ્ય ઉત્તરીકરણનું કારણ બને છે. તેથી