________________
૧૦૬
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ વિશલ્યનું કરણ વિસલ્લીકરણ છે તે રૂપ હેતુથી વિસલ્લીકરણરૂપ હેતુથી, આત્માનું વિશોધન થાય છે. શેના માટે ? એથી કહે છેઃઉત્તરીકરણ શેના માટે છે ? એથી કહે છે –
પાપકર્મોના નિર્ધાતન માટે=ભવના હેતુ એવા જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોનું નિર્ધાત=ઉચ્છદ, તે જ અર્થ પ્રયોજન, તેના માટે રહું છું. ધાતુનું અનેકાર્થપણું હોવાથી ‘મિ'નો અર્થ “હું કરું છું એ પ્રમાણે કરવો. શું કરું છું ? એથી કહે છે –
કાયવ્યાપારના ત્યાગરૂપ કાયોત્સર્ગ' કરું , એ પ્રમાણે અર્થ છે. શું સર્વથા કાયવ્યાપારનો ત્યાગ કરું છું? “નહિ'. એથી કહે છે –
“અન્નત્થ ઉસસિએણ' ઇત્યાદિ અન્યત્ર ઉચ્છવસિત ઈત્યાદિ, ઉવસિતથી અન્યત્ર=ઊર્ધ્વ શ્વાસ ગ્રહણથી અન્યત્ર, ‘ક’ ઊર્ધ્વ અર્થમાં છે, અથવા પ્રબળ અર્થમાં છે. અસિત શ્વાસ અર્થમાં છે. ઉચ્છવસિત એ પ્રમાણેની વ્યુત્પત્તિ છે. અહીં પંચમી અર્થમાં તૃતીયા છે=‘ઉસસિએણમાં પંચમી વિભક્તિ તૃતીયા અર્થમાં છે. તેને છોડીનેaઉચ્છશ્વસિતાદિને છોડીને, જે અન્ય વ્યાપાર તેનાથી વ્યાપારવાળી કાયાનો ઉત્સર્ગ એ પ્રમાણે અર્થ છે. એ રીતે જે રીતે ઉચ્છવસિતનું યોજન કર્યું એ રીતે ઉત્તરમાં પણ=પાછળના શબ્દોમાં પણ યોજન કરવું. એ રીતે નિઃશ્વસિતથી'=શ્વાસના મુકાવાથી, કાસિતથી=છીંકથી, જસ્મિતથી=બગાસાથી, અન્યત્ર કાયાનો ત્યાગ કરું છું એ પ્રમાણે અવય છે. આ બધાના અર્થ પ્રતીત છે. વાતનિસર્ગ–અધોવાત નિસર્ગ-વાછૂટ થવી તેનાથી, અને છીંક આદિ, જીવરક્ષા માટે મુખ ઉપર હાથ રાખવો આદિ યતનાથી કરવાં જોઈએ=જીવરક્ષા માટે મુખ ઉપર હાથ રાખી છીંક આદિ યતતાથી ખાવાં જોઈએ. ભમલીએ=અકસ્માત દેહના ભ્રમથી-આકસ્મિક ચક્કર આવવાથી, પિત્તમુચ્છાએ પિત્તના સંક્ષોભથી ઈષોહમૂચ્છ, તેનાથી અને તે બે હોતે છતે આકસ્મિક ચક્કર આવવાથી કે પિત્તના સંક્ષોભથી ઈષદ્ મૂચ્છ આવવાથી, બેસવું જોઈએ. સહસા પતનમાં સંયમ અને આત્માની વિરાધના ન થાઓ, એથી બેસવું જોઈએ. “સૂક્ષ્મથી ઈત્યાદિ' સૂક્ષ્મ એવા અંગસંચાલનથી રોમકંપાદિથી, સૂક્ષ્મ એવા ખેલસંચાલનથી, ખેલ શ્લેષ્મ, સૂક્ષ્મ એવા દૃષ્ટિસંચાલનથી= નિમેષાદિથી, ઉચ્છવસિતાદિથી અન્યત્ર કાયોત્સર્ગ કરું છું. તેટલાથી શું કહેવાયેલું થાય છે? ‘એવભાઈએહિં ઈત્યાદિ'=આ વગેરેથી ઈત્યાદિ. આ વગેરેથી-ઉચ્છવસિતાદિથી, પૂર્વોક્ત આકારવાળા અપવાદો વડે અને “આદિ' શબ્દથી અન્ય પણ ગ્રહણ કરાય છે. અગ્નિથી અથવા વિદ્યુતના પ્રકાશના સ્પર્શનમાં વસ્ત્રને ગ્રહણ કરવા છતાં પણ ભંગ નથી.
અહીં ‘ન'થી શંકા કરે છે. નમસ્કાર જ કહીને કાયોત્સર્ગને પાળીને, કેમ વસ્ત્રનું ગ્રહણ કરાતું તથી જેનાથી તેનો ભંગ ન થાય ? કાઉસ્સગ્નનો ભંગ ન થાય? ઉત્તર આપે છે. અહીં=કાઉસ્સગ્નમાં, નમસ્કારના પારણરૂપ જ અવિશિષ્ટ કાયોત્સર્ગમાન કરાતું નથી. પરંતુ જે - જેનો પરિમાણ કાયોત્સર્ગ કહેવાયો છે તેટલો કાળ પ્રતીક્ષા કરીને ત્યારપછી નમસ્કારને બોલ્યા વગર પારવાથી ભંગ છે. અપરિસમાપ્તમાં પણ=કાયોત્સર્ગના-પરિમાણના અપરિસમાપ્તમાં પણ, બોલવાથી=નમો અરિહંતાણં બોલવાથી ભંગ જ છે. તેથી જે જેટલા પરિમાણવાળો કાયોત્સર્ગ છે તે પૂર્ણ થયે છતે જ ‘નમો