________________
૧૦૭
ધર્મસંગ્રહ ભાગ-૪| દ્વિતીય અધિકાર | શ્લોક-૧ અરિહંતાણં' એ પ્રમાણે કહેવું જોઈએ. અને બિલાડી-ઉદરાદિના આગળથી ગમનમાં આગળ, સરકવામાં પણ =બિલાડી-ઉંદરાદિની આડતા નિવારણ અર્થે આગળથી ગમતમાં- ભંગ નથી કાઉસ્સગ્નનો ભંગ નથી. ચોરતા સંભ્રમમાં અથવા રાજાના સંભ્રમમાં અથવા પોતાના કે બીજા એવા સાધુ આદિના સર્પદંશમાં અપૂર્ણ પણ કાયોત્સર્ગ પારવાથી ભંગ નથી. જેને કહે છે –
“અગ્નિના છિદિજજEછેદથી અર્થાત્ પંચેન્દ્રિયની આડથી, બોરીખાભાઈ=ચોરના ઉપદ્રવાદિથી, દીહડક્કો દીર્ઘ દંશ=સાપના ડંશથી, આ વગેરે આગારોથી કાયોત્સર્ગ અભંગ છે.” આના દ્વારા=પૂર્વમાં બતાવેલા આગારો દ્વારા, અગ્નિ=સર્વથા અખંડિત, અવિરાધિત=દેશથી પણ અવિનાશિત, મારો કાયોત્સર્ગ થાય. કેટલા કાળ સુધી એથી કહે છે –
‘જાવેત્યાદિ'=જ્યાં સુધી અરિહંત ભગવાનના નમસ્કારથી ‘નમો અરિહંતાણં' એ પદથી હું મારું નહિ હું પારને પામું નહિ, ત્યાં સુધી શું ? એથી કહે છે –
‘તાવેત્યાદિ =તેટલો કાળ કાયાને દેહને, સ્થાનથી=ઊર્ધ્વ સ્થાનાદિથી, મૌનથી=વા-નિરોધથી ધ્યાનથી= મતના સુપ્રણિધાનથી આત્માને=આર્ષપણું હોવાથી આત્મીય કાયને પોતાની કાયાને, હું વોસિરાવું છું કુવ્યાપારના નિષેધથી હું ત્યાગ કરું છું આ અર્થ છે – પચ્ચીશ ઉચ્છવાસમાન કાલ સુધી ઊર્ધ્વસ્થિત=ઊભો રહેલો, પ્રલંબિત ભુજાવાળો, વિરુદ્ધ વાણીના પ્રસરવાળો પ્રશસ્ત ધ્યાનથી અનુગત હું રહું છું સ્થાન, મૌન, ધ્યાનની ક્રિયાને છોડીને ક્રિયાંતરના અધ્યાસ દ્વારા ક્રિયાંતરના વિરોધ દ્વારા, હું ત્યાગ કરું છું. પચ્ચીશ ઉશ્વાસ ચતુર્વિશંતિ સ્તવથી ‘ચંદેસ તિમ્મલયરા' એ અંતવાળા ચિંતનથી પૂરાય છે; કેમ કે પાદ સમો ઉચ્છવાસ છે' એ પ્રમાણે વચન છે=એક પદનો એક ઉચ્છવાસ ગણાય છે એ પ્રમાણે વચન છે. ભાવાર્થ :
શ્રાવક ચૈત્યવંદન કરતા પૂર્વે ઈર્યાપ્રતિક્રમણ કરીને સર્વવિરતિને અભિમુખ ચિત્ત થાય તે પ્રકારનો યત્ન કરે છે. જેથી ગૃહસ્થજીવનમાં થતા આરંભ-સમારંભના પરિણામો અત્યંત સંવૃત પરિણામવાળા થાય તે અર્થે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે ઇરિયાવહિયા સૂત્રથી જીવોની થતી વિરાધનાનું આલોચન કરી “તસ્સ મિચ્છામિ દુક્કડમ્' દ્વારા પ્રતિક્રમણ કરે છે. ત્યારપછી કાયોત્સર્ગરૂપ પ્રાયશ્ચિત્તથી તેની અત્યંત શુદ્ધિ અર્થે ‘તસ્સઉત્તરી' સૂત્ર બોલે છે. તેનો અર્થ આ પ્રમાણે છે –
આલોચના અને પ્રતિક્રમણથી આત્મામાં વિશુદ્ધિ થઈ. તેથી આરંભ-સમારંભથી ચિત્તને અત્યંત વિવર્તન કરવાનો પરિણામ શ્રાવકે કર્યો. હવે તેનું ઉત્તરીકરણ કરવા માટે કાયોત્સર્ગ કરે છે. જેથી અત્યંત સંવરનો પરિણામ થાય. ઉત્તરીકરણ શું છે ? તે સ્પષ્ટ કરવાથું કહે છે –
આલોચના દ્વારા આલોચિત અને તસ્સ મિચ્છામિ દુક્કડમ્ દ્વારા પ્રતિક્રાન્ત જે દોષો છે અર્થાત્ જે દોષોનો નાશ થયો છે તેનું ઉત્તરીકરણ કરવાથું કાઉસ્સગ્ન કરાય છે. ‘ઉત્તરીકરણનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે. અનુત્તરને ઉત્તર કરવું તે ‘ઉત્તરીકરણ” છે. અર્થાત્ આત્મામાં ઉત્તમ સંસ્કાર દ્વારા “ઉપરીકરણ છે. અર્થાત્