________________
૯.
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧
कप्पा विज्जणुत्तर, बारस नव पण पजत्त अपत्ता । अडनउअसयं अभिहयवत्तिअमाईहिं दसगुणिआ ।।६।। ä -
‘अभिहयपयाइदसगुण, पणसहसा छसयतीसया भेया । गोदुगुणा, इक्कारस दो सया सट्ठी ।।७।। मणवयका गुणिआ, तित्तीससहस्स सत्तसयसीआ । कारणकरणाणुमई, लक्खसहस्सा तिसयचाला ॥। ८ ।। कालतिगेण गुणिआ, तिलक्खचउसहस वीस अहिआ य । अरिहंतसिद्धसाहूदेवगुरुअप्पसखीहिं ।।९।।
अट्ठारस लक्खाई, चउवीससहस्स एग वीसहिआ ।
इरिआमिच्छादुक्कडपमाणमेवं सुए भणिअं । । १० ।। ' [ विचारस० ८ - १७]
अस्यां च विश्रामाष्टकोल्लिङ्गनपदानि
“इच्छा गम पाण ओसा, जेमे एगिंदि अभिहया तस्स ।
अड संपय बत्तीसं, पयाइँ वण्णाण सङ्घसयं ॥ १।।”
ટીકાર્ય :
अथ સગ્નલયં” ।। અને હવે ઈર્યાપથિકી પ્રતિક્રમણપૂર્વક ચૈત્યવંદન છે એ પ્રમાણે પૂર્વમાં કહેવાયું અને તે યુક્ત છે. જે કારણથી ‘મહાનિશીથ'માં કહેવાયું છે
“ઈરિયાવહિયાનું પ્રતિક્રમણ કર્યા વગર ચૈત્યવંદન, સ્વાધ્યાય, આવશ્યકાદિ કંઈ કરવા કલ્પતાં નથી."
એથી અન્ય પણ પ્રતિક્રમણ આદિ ક્રિયા ઈર્યાપ્રતિક્રમણપૂર્વક શુદ્ધ થાય છે. જે કારણથી ‘વિવાહચૂલિકા'માં કહેવાયું છે
—
-
“દિવ્ય અધિકારની મધ્યમાં=જ્યાં પોતાના દેહના અલંકારો મૂકવાનું સ્થાન છે તે સ્થાનમાં, દિવ્યઋદ્ધિ, કુસુમશેખરને મૂકે છે અને ત્યાર પછી સિહ નામનો શ્રાવક પૌષધશાલામાં સ્થાપનાચાર્ય સ્થાપીને.” ।।૧।।
“મૂકાયેલાં આભૂષણવાળો તે ઇરિયાવહિયાપૂર્વક મુહપત્તિનું પડિલેહણ કરીને ચાર પ્રકારના પૌષધને કરે છે.” અને ‘આવશ્યકચૂર્ણિ’માં પણ કહેવાયું છે
“ત્યાં ઢઢુર નામનો શ્રાવક શરીરચિંતા કરીને ઉપાશ્રયમાં જાય છે ત્યારે દૂર સ્થિત રહેલા=ઉપાશ્રયમાં પ્રવેશતાં પહેલા, તેના વડે ત્રણ નિસીહિ કરાઈ એ રીતે તે=ãર શ્રાવક, ઢઢર સ્વરથી ઇરિયાવહિયા કરે છે.” (૫. ૪૦૩)
‘ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. અને
“વ્યવહાર, આવશ્યક, મહાનિશીથ, ભગવતી, વિવાહચૂલિકામાં અને પ્રતિક્રમણ ચૂલિકાદિમાં પ્રથમ ઈર્યાપ્રતિક્રમણ.”