________________
૧૦૦
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ ફુલ્લિ પંચવર્ણ ફૂગ દગ મૃત્તિકા=અનુપહત ભૂમિમાં ચિકિખલ્લ=અવરજવર વગરની ભૂમિમાં રહેલો કાદવ અથવા દગ=અપકાય, મૃત્તિકા=પૃથ્વીકાય, મર્કટ કોકિલ, તેનું સંતાન, જાળું કરોળિયાનું જાળું. ત્યાર પછી આ પદોનો ઢંકસમાસ છેઃઓસા-ઉતિગ આદિ પદોનો ઢંઢેસમાસ છે. તેઓના-ઓસાદિના, સંક્રમણમાં આક્રમણમાં જે વિરાધના થઈ હોય તેનું હું પ્રતિક્રમણ કરું છું એમ અવય છે. અહીં ચોથી સંપદા પૂરી થાય છે="ઓસાઉતિગપણ ગદગમીમક્કડાસંતાણાસંકમણે એ કથનમાં ચોથી સંપદા પૂરી થાય છે. વધારે શું કહેવું ? જે મારા વડે જીવ વિરાધિત કરાયા હોય=દુ:ખમાં સ્થાપિત કરાયા હોય, અહીં પાંચમી સંપદા પૂરી થાય છે="જે મે જીવા વિરાહિયા". એ કથન દ્વારા પમી સંપદા પૂરી થાય છે. તેઓ કોણ છે ?=જે જીવોની વિરાધના કરી છે તેઓ કોણ છે ? એથી કહે છે –
એકેન્દ્રિય ઈત્યાદિ એક જ સ્પર્શતરૂપ ઇન્દ્રિય છે જેઓને તે એકેન્દ્રિય-પૃથ્વીકાય આદિ જીવો છે. એ રીતે સ્પર્શન-રસનથી યુક્ત બેઈન્દ્રિય શંખાદિ છે. સ્પર્શન-રસન-ધ્રાણથી યુક્ત તેઈન્દ્રિય કીટિકા આદિ છે. સ્પર્શન-રસન-ધ્રાણ-ચક્ષુ સમન્વિત ચઉરિન્દ્રિય-વીંછી આદિ છે. સ્પર્શન-રસન-ધ્રણ-ચક્ષશ્રોત્ર સહિત પંચેન્દ્રિય તારક-તિર્યંચ-મનુષ્ય-દેવ આદિ છે. અહીં છઠી સંપદા પૂરી થાય છે="એચિંદિયા..... પંયેદિયા' એ કથન દ્વારા છઠી સંપદા પૂરી થાય છે. વિરાધનાના પ્રકારને કહે છે. ‘મદા તિ' સિમ્મુખ આવતાં હણાયા એ અભિહત છે–પગથી તાડિત છે અથવા ઉક્ષિપ્ત કરીને ફેંકાયા. વર્તિત હોય=પંજીકૃત હોય અથવા ધૂલાદિથી સ્થગિત કરાયા હોય. ‘શ્લેષિતા'=ભૂમિ આદિમાં ચોળાયા અથવા ઈષપિઝા=થોડા દબાયા હોય. સંઘાતિતા=પરસ્પર ગાત્રોથી પિંડીકૃત કરાયા હોય. સંઘટિતા= સંઘતિ કરાયા હોય=થોડાક સ્પર્શાયેલા હોય. પરિતાપિતા =પરિતાપિત કરાયા હોય=સર્વથી પીડિત કરાયા હોય. કલામિતા=કલામિત હોય=ગ્લાનિને પ્રાપ્ત કરાયા હોય=મારણાંતિક સમુદ્દઘાતને પ્રાપ્ત કરાયા હોય. અવદ્રાવિત હોય=ઉત્રાસિત હોય ત્રાસિત કરાયા હોય. સ્થાનથી અન્ય સ્થાન સંક્રામિત કરાયા હોય=એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં મૂકાયા હોય. જીવિતથી વ્યપરોપિત કરાયા હોય મારી નાખ્યા હોય એ પ્રકારનો અર્થ છે. અહીં સાતમી સંપદા પૂરી થાય છે=‘અભિહયા... જીવિયાઓ વવરોવિયા' એ કથન દ્વારા સાતમી સંપદા પૂરી થાય છે. તેનું અભિહયા ઈત્યાદિ વિરાધનાના પ્રકારનું મિચ્છામિ દુક્કડ'=મારું દુષ્કૃત મિથ્યા થાઓ=આ મારું દુષ્કૃત નિષ્ફળ થાઓ. એ પ્રમાણે અર્થ છે. અને આનું મિચ્છામિ દુક્કડ પદનો આ નિરુક્ત છે=આ વ્યુત્પત્તિ અર્થ છે. “મિ=મિચ્છામિ દુક્કડમ્ શબ્દમાં રહેલો ‘મિ અક્ષર મૃદુ-માદેવપણામાં છે. અને ‘ચ્છા' અક્ષર દોષોના છાદનમાં છે. અને મિ' એ અક્ષર મર્યાદામાં રહેલો છે એ અર્થમાં છે. 'દુ અક્ષર આત્માની દુર્ગછા કરું છું એ અર્થમાં છે. ક્ર' અક્ષર મેં પાપ કર્યું છે એના સ્વીકાર અર્થમાં છે. 'ડ' અક્ષર ઉપશમ દ્વારા પાપનું ઉલ્લંઘન કરું છું એ અર્થમાં છે. આ મિચ્છામિ દુક્કડમ્' પદના અક્ષરનો અર્થ સંક્ષેપથી છે.” (આવશ્યકનિર્યુક્તિ ૬૮૬-૬૮૭).
અહીં આઠમી સંપદા પૂરી થઈ=મિચ્છામિ દુક્કડમ્' એ કથન દ્વારા આઠમી સંપદા પૂરી થઈ.
સમ્યફ મિથ્યાદુષ્કૃત કરનારનું તત્ક્ષણથી અશેષ પણ કર્મ નાશ પામે છે=સમ્યફ રીતે મારું દુષ્કૃત મિથ્યા થાઓ એ પ્રમાણે પરિણામ કરનારનાં તે જ ક્ષણથી સંપૂર્ણ કર્મ નાશ પામે છે. અને