________________
GG
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧
ઇત્યાદિ ઉક્તિ હોવાથી ઈર્યાપ્રતિક્રમણપૂર્વક ચૈત્યવંદન કરવું જોઈએ એમ અવય છે. આથી= ઈર્યાપ્રતિક્રમણ પૂર્વક ચૈત્યવંદન કરવું જોઈએ આથી, પ્રથમ ઈર્યાપથિકી સૂત્ર વ્યાખ્યાન કરાય છે. અને તે=ઈર્યાપથિકી સૂત્ર, ઈચ્છામિ પડિક્કમિઉં' ઇત્યાદિથી માંડીને “તસ્સ મિચ્છામિ દુક્કડમ્' એ પ્રકારના અંતવાળું છે. ત્યાં ઈર્યાપથિકી સૂત્રમાં, ઇચ્છામિ પડિક્કમિઉં ઈરિયાવહિયાએ વિરાણાએ' એ કથનમાં ઈચ્છામિ'નો અર્થ અભિલાષ કરું છું. શેનો અભિલાષ કરું છું? તેથી કહે છે –
પ્રતિક્રમણ કરવાનો અભિલાષ કરું છું પાછા પગલે ફરવાનો અભિલાષ કરું છું. ઈરિયાવહિયા' શબ્દમાં ‘રૂર'=ઈરણ શબ્દ ઈર્યા અર્થમાં છે. અર્થાત્ ગમન અર્થમાં છે. તત્ પ્રધાન પંથ-ગમતપ્રધાન પંથ ધર્યાપથ છે. તેમાં થનાર=ગમત પ્રધાન પંથમાં થનાર ઈર્યાપથિકી વિરાધના છે=જંતુઓની બાધા છે=માર્ગમાં જનારની કંઈક વિરાધના થાય છે. તે ‘ઈર્યાપથિકી' એ પ્રમાણે કહેવાય છે. તે ઈર્યાપથિકી વિરાધનાથી પાછા ફરવા માટે હું ઇચ્છું એ પ્રકારે સંબંધ છે. આ વ્યાખ્યાનમાં શબ્દોને સ્પર્શીને અર્થને અવલંબીને કરાયેલા વ્યાખ્યાનમાં, ઈર્યાપથ નિમિત્ત જ વિરાધનાનું પ્રતિક્રમણ થાય છે. પરંતુ શયનાદિથી ઉત્યિતનું કે કૃત લોચાદિનું પ્રતિક્રમણ થાય નહિ. તે કારણથી બીજા પ્રકારે વ્યાખ્યાન કરાય છે. ઈર્યાપથ સાધ્વાચાર છે. જેને કહે છે. “ઈર્યાપથ ધ્યાન-મીન આદિ ભિક્ષુવ્રત છે. તેમાં થનાર ઈર્યાપથિકી વિરાધના=લદી ઉત્તરણ-શયનાદિ વડે સાધ્વાચારના અતિક્રમરૂપ વિરાધના, તે વિરાધનાનું પ્રતિક્રમણ કરવા માટે હું ઇચ્છું છું. એ પ્રમાણે સંબંધ છે અને સાધ્વાચારનો અતિક્રમ પ્રાણાતિપાત આદિ રૂપ છે. અને ત્યાં=પ્રાણાતિપાત આદિમાં, પ્રાણાતિપાતનું જ ગરીયપણું છે મુખ્યપણું છે. વળી, શેષ પાપસ્થાનકોનો આમાં જ અંતર્ભાવ છે=પ્રાણાતિપાતમાં જ અંતર્ભાવ છે. આથી જ પ્રાણાતિપાત વિરાધનાનો જ ઉત્તરમાં પ્રપંચ છે. અહીં એક સંપદા પૂરી થાય છે="ઈચ્છામિ પડિક્કમિ ઈરિયાવહિયાએ વિરાણાએ’ એટલા કથનમાં એક સંપદા પૂરી થાય છે. ક્યાં હોતે છતે વિરાધના થાય છે? ગમનાગમનમાં ગમન અને આગમત રૂપ સમાહાર ઢંઢે છે તેમાં ગમનાગમનમાં, વિરાધના થાય છે. ત્યાં ગમન, સ્વસ્થાનથી અન્યત્ર ગમન અને આગમન તેના વ્યત્યયથી=ગમનના વ્યત્યયથી પરસ્થાનમાંથી સ્વાસ્થાનમાં આગમનથી અહીં બીજી સંપદા પૂરી થાય છે="ગમણાગમણે એ કથન દ્વારા બીજી સંપદા પૂરી થાય છે. ત્યાં પણ ગમનાગમતમાં પણ, કેવી રીતે વિરાધના થાય છે ? એથી કહે છે –
“પ્રાણના ક્રમણમાં ઈત્યાદિ. પ્રાણીઓ-બેઈજિયાદિ છે તેઓના આક્રમણમાં સંઘસ્ટનમાં-પગથી પીડનમાં અને બીજા ક્રમણમાં હરિતના ક્રમણમાં અને બીજક્રમણ તથા હરિતક્રમણ દ્વારા સર્વ બીજોનું અને શેષ વનસ્પતિઓનું જીવપણું કહે છે. અહીં ત્રીજી સંપદા પૂરી થાય છે= પાણÆમણે બીટક્કમણે હરિયક્કમણે એ કથન દ્વારા ત્રીજી સંપદા પૂરી થાય છે. અને ‘ઓસાઉસિગપણ ગદગમટ્ટીમક્કડાસંતાણાસંકમણે એ બધામાં વિરાધના થાય છે એમ અવય છે. ઓસા=અવશ્યાય==ઝાકળ અને આનું ગ્રહણ અવશ્યાયનું ગ્રહણ, સૂક્ષ્મ પણ અપકાયનું પરિહાર્યપણું બતાવવા માટે છે. ઉસિંગા=ભૂમિમાં વૃત વિવરકારી ગર્દભાકાર વાળા જીવો અથવા કીડીઓના નગરાઓ, પાક=પંચવર્ણ