________________
૨
ધર્મસંગ્રહ ભાગ-૪| દ્વિતીય અધિકાર | શ્લોક-૧ જાનું અને ઉત્તમાંગ લક્ષણ વિવક્ષિત વ્યાપારવાળા છે જેમાં તે તેવી છે–પંચાંગી છે, પંચાંગીનું પણ મુદ્રાપણું અંગવિન્યાસ વિશેષરૂપપણું હોવાથી યોગમુદ્રાની જેમ છે.” (૩/૧૭ પ. ૫૯)
“અને પેટ ઉપર કુપ્પર સંસ્થિત છે જેમાં એવા=પેટ ઉપર હાથની બે કોણીઓ સંસ્થિત છે જેમાં એવા, અન્યોનંતરિત અંગુલિના કોશના આગારવાળા બંને હાથ વડે તે યોગમુદ્રા છે.” IIછા
જેમાં પગના ચાર અંગુલ આગળમાં અને પાછળમાં ઊણું છે. ઉત્સર્ગ=કાયોત્સર્ગ એ વળી જિનમુદ્રા છે.” ૮ “મુક્તાશુકિત મુદ્રા જેમાં સમાન બે ગર્ભિત હાથ છે. તે વળી=સમાન બે ગર્ભિત હાથ નિડાલદેશમાં લાગેલા કપાળને સ્પર્શેલા હોય છે. વળી અન્ય અલગ્ન=નિડાલદેશમાં નહિ લાગેલા, એ પ્રમાણે કહે છે.”
ઈત્યાદિ=ઈત્યાદિથી બીજા પાઠોનો સંગ્રહ છે. વિધિથી જ કરાતું દેવપૂજાદિ ધર્માનુષ્ઠાન મહાફલવાળું છે. અન્યથા વળી અલ્પફળવાળું છે. અને સાતિચારતામાં ઊલટું પ્રત્યપાયાદિનો પણ સંભવ છે અનર્થોનો પણ સંભવ છે; કેમ કે અવિધિથી ચૈત્યવંદન કરાયે છતે ‘મહાનિશીથ'માં પ્રાયશ્ચિતનું પ્રતિપાદન છે. તે આ પ્રમાણે તેના સાતમા અધ્યયનમાં છે મહાનિશીથના સાતમા અધ્યયનમાં છે.
“અવિધિથી ચૈત્યોને જે વંદન કરે છે તેને પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. જે કારણથી અવિધિથી વંદન કરતો અન્યને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે. એથી કરીને પ્રાયશ્ચિત્ત છે એમ અવય છે.”
અને આથી જ પૂજાદિ પુણ્યક્રિયાના પ્રાંતમાં અંતમાં, સર્વત્ર અવિધિ આશાતના નિમિત્ત મિથ્યાદુષ્કૃત દેવું જોઈએ. ભાવાર્થ
શ્રાવક પોતાના ગૃહચૈત્યની પૂજા કર્યા પછી પોતાની શક્તિ અનુસાર નવકારશી આદિ ઉચિત પચ્ચખાણ ગ્રહણ કરે અને સંવરના અત્યંત અર્થી હોવાથી ગ્રંથિ સહિત આદિ પચ્ચખ્ખાણ પણ કરે. અર્થાત્ કોઈક વસ્ત્રાદિના છેડાને ગાંઠ બાંધે અને જ્યાં સુધી આ ગાંઠ છોડું નહિ ત્યાં સુધી આહાર-પાણી માટે વાપરવાં નહિ તે પ્રમાણે પચ્ચખ્ખાણ કરે. જેથી આહારસંજ્ઞાના નિરોધનો અધ્યવસાય સતત રહે અને અણાહારી થવાને અનુકૂળ બદ્ધ અભિલાષવાળો પરિણામ શ્રાવક કરે અને વિચારે કે સાધુ સંયમના પ્રયોજન સિવાય આહાર વાપરતા નથી તેથી સદા પરમાર્થથી અણાહારી જ છે. સાધુ જે કંઈ આહાર વાપરે છે તે આહારસંજ્ઞાથી વાપરતા નથી. પરંતુ સંયમની વૃદ્ધિના ઉપાયરૂપે જ વાપરે છે. તેથી સ્થૂલથી દેખાતી આહાર વાપરવાની ક્રિયા સાધુની, સંયમની વૃદ્ધિને અનુકૂળ ઉચિત ક્રિયારૂપ બને છે અને તેવી શક્તિ માટે પણ સંચય કરવી છે. છતાં દેહના મમત્વને કારણે અને આહારસંજ્ઞાની પરવશતાને કારણે જે મારામાં આહારની વૃત્તિ છે તેનો સંકોચ કરવાર્થે શ્રાવક નવકારશી આદિ પચ્ચખાણ અને ગ્રંથિ સહિત પચ્ચખાણ શક્તિ અનુસાર કરે છે અને સદા સાધુના અણાહારીભાવનું સ્મરણ કરે છે. જેથી પોતાનું દેશથી કરાયેલું પચ્ચખાણ સાધુની જેમ આહારસંજ્ઞાના ઉચ્છેદનું કારણ બને.
ત્યાર પછી શ્રાવક વિશેષ પ્રકારની ભગવાનની ભક્તિ અર્થે સંઘના ચૈત્યમાં જાય છે. તે સંઘનાં ચૈત્ય નિશ્રાકૃત હોય કે અનિશ્રાકૃત હોય તે સર્વમાં જઈને પોતાની શક્તિ અનુસાર વિધિપૂર્વક ભગવાનની પૂજા,