________________
- ૯૧
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. અને પ્રસ્તાવના કરાયે છતે દ્રવ્યસ્તવ કરાવે છતે, વિશેષ પુણ્યલાભ છે. જે કારણથી આગમ છે. “જીવોને બોધિનો લાભ, સમ્યગ્દષ્ટિને પ્રીતિનું કરણ, આશા, જિનેશ્વરની ભક્તિ અને તીર્થની પ્રભાવના પ્રસ્તાવમાં દ્રવ્યસ્તવ કરાવે છતે પ્રાપ્ત થાય છે. એમ અધ્યાહાર છે.” . આ રીતે=પ્રસ્તાવ અનુસાર જિનપૂજાદિ કૃત્ય કરવામાં વિશેષ પુણ્યનો લાભ છે એમ પૂર્વમાં કહ્યું એ રીતે, અનેક ગુણો છે=દ્રવ્યસ્તવમાં અનેકગુણો છે. તેથી તે જ કર્તવ્ય છે-સામાયિક પારીને પ્રસ્તાવને અનુરૂપ દ્રવ્યસ્તવ જ કર્તવ્ય છે. જે કારણથી “દિનકૃત્યમાં કહેવાયું છે – '
- “આ પ્રમાણેની આ સર્વ વિધિ ઋદ્ધિવાળા શ્રાવકને આશ્રયીને કહેવાઈ છે. ઇતર=ઋદ્ધિ વગરનો શ્રાવક, પોતાના ઘરમાં સામાયિકને કરીને જાય=સામાયિક ગ્રહણ કરીને જિનાલયમાં જાય.” III
જો કોઈનું ઉધાર ન હોય અને વિવાદ વિદ્યમાન ન હોય તો સાધુની જેમ ઉપયુક્ત જિનમંદિરમાં જાય.” રા "કાયાથી જો કંઈક જિનમંદિરમાં કર્તવ્ય છે તો સામાયિકને પાંરીને કરણીયને કરે.” (શ્રાદ્ધદિનકૃત્ય ગા. ૭૭૭૯), ' '
અને અહીં સૂત્રમાં શ્લોક-૬૧માં, વિધિથી જિવનું પૂજન અને વંદન એ પ્રમાણે કહેવાથી દસ ત્રિક આદિ ચોવીશ (૨૪) મૂલદ્વારો વડે ભાગાદિ ઉક્ત સંપૂર્ણ વંદનાવિધિ ઉપલક્ષિત છે. અને તે=ભાષ્ય આદિની વિધિ, આ પ્રમાણે છે. : “ત્રણ નિસોહી વળી ત્રણ પ્રદક્ષિણા અને ત્રણ પ્રણામ તથા ત્રણ પ્રકારની પૂજા અને અવસ્થા ત્રિકનું ભાવન=ભગવાનની ત્રણ અવસ્થાનું ભાવન છે.” II૧|
ત્રણ દિશામાં નિરીક્ષણની વિરતિ, તિખુત્તો=ત્રણ વખત, પગ અને ભૂમિનું પ્રમાર્જન, વર્ણાદિ ત્રિક, મુદ્રાત્રિક અને ત્રિવિધિ પ્રણિધાન” પરા ' પુષ્પ-આમિષ અને સ્તુતિના ભેદથી ત્રિવિધ પૂજા=પુષ્પપૂજા, ફળ-નૈવેદ્યપૂજા અને સ્તુતિના ભેદથી ત્રણ પ્રકારની પૂજા, વળી અવસ્થા ત્રિક-ભુવનનાથનું છમસ્થપણું, કેવલીપણું અને સિદ્ધપણું છે.” lian
વળી વર્ણાદિક ત્રિક વર્ણ-અર્થ-આલંબનરૂપ છે. મન-વચન-કાયાથી જનિત ત્રિવિધ પ્રણિધાન પણ હોય છે.” iાજા
તથા પંચાંગ પ્રણિપાત, સ્તવપાઠ, યોગમુદ્રાથી થાય છે. વંદન જિનમુદ્રાથી થાય છે. પ્રણિધાન મુક્તાશક્તિ મુદ્રાથી થાય છે.” પંપા
બે જાન, બે હાથ, વળી ઉત્તમાંગ=મસ્તક, પંચમય હોય છે, સમ્યફ સંપ્રણિપાતથી=પાંચ અંગોને સમ્યફ રીતે નિમાવવાથી, પંચાગ પ્રણિપાત જાણવો.” is
વળી, વંદન પંચાશકવૃત્તિમાં પંચાંગી પણ સ્વતંત્ર મુદ્રાપણાથી પ્રતિપાદન કરાઈ છે અને તે રીતે તેનો પાઠ છે–પંચાશકવૃતિનો પાઠ છે.
પ્રણિપાત દંડકના પાઠના આદિ અને અંતમાં પ્રણામ પંચાંગમુદ્રાથી કરાય છે. પાંચ અંગો=અવયવો, બે કર, બે