________________
૨૦
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૦
છે અને ચૈત્યો
-
૧ ભક્તિ, ૨ મંગલ, ૩ નિશ્રાકૃત, ૪ અતિશ્રાકૃત અને ૫ શાશ્વત ચૈત્યના ભેદથી પાંચ છે. જે કારણથી કહેવાયું છે
-
“ભક્તિ-મંગલચૈત્ય, નિશ્રાકૃત-અનિશ્રાકૃતચૈત્ય, શાશ્વત ચૈત્ય પાંચ જિનેશ્વર વડે કહેવાયાં છે.” (પ્રવચનસારોદ્વાર
૬૫૯)
ત્યાં=પાંચ ચૈત્યમાં નિત્ય પૂજા માટે ઘરમાં કરાયેલી અર્હત્ પ્રતિમા ‘ભક્તિ ચૈત્ય’ છે. ઘરના દ્વાર ઉપર તિÁકાષ્ઠના મધ્યભાગમાં ઘડાયેલું ‘મંગલ ચૈત્ય' છે ગચ્છ સંબંધી ચૈત્ય નિશ્રાકૃત છે. સર્વ ગચ્છ સાધારણ અતિશ્રાકૃત છે. શાશ્વત ચૈત્ય પ્રસિદ્ધ છે. અને કહેવાયું છે
“ઘરની જિનપ્રતિમા ભક્તિ ચૈત્ય છે. ઉત્તરંગમાં ઘડાયેલું જિનબિંબ મંગલ ચૈત્ય છે. એ પ્રમાણે સમયના જાણનારા કહે છે.” ।।૧।।
“નિશ્રાકૃત જે ગચ્છ સંબંધી છે. તેનાથી ઇતર અનિશ્રાકૃત છે. અને સિદ્ધાયતન આ ચૈત્યપન્નગ પાંચ ચૈત્ય, બતાવાયાં છે.” (પ્રવચનસારોદ્ધાર ૬૬૦-૧)
અને ત્યાં=પાંચ ચૈત્યમાં, આ ભક્તિ ચૈત્ય એ પ્રમાણે જાણવું. મંગલ ચૈત્ય એ પ્રમાણે ‘યોગશાસ્ત્ર’ની વૃત્તિમાં કહેવાયું છે. અને તે પૂર્વમાં કહેલ ત્રણ પ્રકારની જિનપ્રતિમાની અપેક્ષાએ હોવું જોઈએ. એથી પ્રસંગથી સર્યું. IIF |
ભાવાર્થ:
શ્રાવકે નમસ્કારના સ્મરણપૂર્વક ઊઠવું જોઈએ. ત્યાર પછી સ્વદ્રવ્યાદિનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી શું ક૨વું જોઈએ ? તે બતાવતાં કહે છે
-
સામાયિકાદિ છ આવશ્યકો શ્રાવકે ક૨વાં જોઈએ. અર્થાત્ રાઈ પ્રતિક્રમણ કરવું જોઈએ. જેની વિધિ . સ્વયં ગ્રંથકારશ્રી આગળ બતાવશે. માટે અહીં તેને બતાવતા નથી. પરંતુ રાઈ પ્રતિક્રમણમાં જે તપચિંતવણીનો કાઉસ્સગ્ગ કરાય છે તે કાઉસ્સગ્ગમાં તપના ચિંતવન વખતે કઈ તિથિ છે, કયા તીર્થંકરનું કલ્યાણક છે ? ઇત્યાદિનો વિચાર કરીને પોતાની શક્તિ અનુસાર તે દિવસે કરવા યોગ્ય પચ્ચક્ખાણનું ચિંતવન કરીને શ્રાવકે સ્વયં પચ્ચક્ખાણ ગ્રહણ ક૨વું જોઈએ. અર્થાત્ રાઈ પ્રતિક્રમણકાલમાં તપચિંતવણીના કાઉસ્સગ્ગમાં પચ્ચક્ખાણનો વિચાર કર્યા પછી છેલ્લે પચ્ચક્ખાણ આવશ્યક આવે ત્યારે સ્વયં પચ્ચક્ખાણ ગ્રહણ કરી લેવું જોઈએ; કેમ કે સૂર્યોદય પહેલાં પચ્ચક્ખાણનું ગ્રહણ આવશ્યક છે. તેથી ગુરુ પાસે પચ્ચક્ખાણ લેનારે પણ સવારમાં સૂર્યોદય પૂર્વે જ પ્રતિક્રમણ વખતે સ્વયં પચ્ચક્ખાણ ગ્રહણ કરી લેવું જોઈએ. વળી જે શ્રાવકો સવારના પ્રતિક્રમણ કરતા નથી તેઓએ પણ રાત્રિના વિષયમાં કોઈ કુસ્વપ્ન કે દુઃસ્વપ્ન આવેલું હોય તેની શુદ્ધિ અર્થે કાયોત્સર્ગ કરવો જોઈએ. તેમાં ચોથા વ્રત વિષયક કોઈક કુસ્વપ્ન આવેલું હોય તો ૧૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ગ કરવો જોઈએ અને તે સિવાય અન્ય કોઈ વ્રત વિષયક વિપરીત આચરણાનું સ્વપ્ન આવ્યું હોય તો સો (૧૦૦) શ્વાસોચ્છવાસ પ્રમાણ કાઉસ્સગ્ગ ક૨વો જોઈએ. આનાથી એ પ્રાપ્ત થાય કે જે શ્રાવક સામાયિકાદિ છ આવશ્યક કરીને પોતાના ભાવની વિશુદ્ધિ કરી શકે તેમ છે તેવા શ્રાવકે રાઈ