________________
૬૮
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | બ્લોક-૧ ભક્તિ પ્રાપ્ત થાય છે. તે જ રીતે સમ્યગ્દષ્ટિ જીવને અને વિરતિધરને પણ ચૈત્યવંદનકાળમાં થતા પ્રમોદભાવના વૈચિત્ર્યને કારણે ત્રણ પ્રકારની ભક્તિ પ્રાપ્ત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે સ્કૂલબોધવાળા અપુનબંધક જીવો પણ પોતાની ભૂમિકાનુસાર ઉત્તમ સામગ્રીથી ભગવાનની ભક્તિ કરતા હોય છતાં ભગવાનના ગુણોમાં લીનતાને અનુકૂળ ઉપયોગની સ્થિરતાને કારણે ક્યારેક સામાન્ય પ્રમોદભાવ વર્તે છે તો ક્યારેક ભગવાનના ગુણોમાં અધિક સ્થિરતા પ્રાપ્ત થાય તો અધિક પ્રમોદભાવ વર્તે છે. તેનું કારણ બહુલતાએ અપુનબંધક જીવો પણ કલ્યાણમિત્રના યોગને અને સદ્ગુરુના યોગને સેવનારા હોય છે. અને કલ્યાણમિત્રના ઉપદેશથી કે સદ્ગુરુના ઉપદેશથી કંઈક સૂક્ષ્મપદાર્થની પ્રાપ્તિ થાય તો ભગવદ્ભક્તિકાળમાં અપુનબંધક જીવોને પૂર્વ કરતા વિશેષ પ્રકારનો ઉપયોગ ઉલ્લસિત થાય છે. તેથી ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક તેમાં થયેલી લીનતાથી હર્ષની અભિવ્યક્તિરૂપ પ્રમોદભાવનો ઉત્કર્ષ થાય છે. આ રીતે અપુનબંધક જીવોને પ્રમોદભાવના ઉત્કર્ષ અને અપકર્ષને આશ્રયીને જઘન્યાદિ ત્રણ પ્રકારની વંદના પ્રાપ્ત થાય છે. વળી સમ્યગ્દષ્ટિ જીવો જો કે ભગવાનના ગુણોના સૂક્ષ્મબોધવાના છે તોપણ કલ્યાણમિત્રના યોગથી, શાસ્ત્રના અધ્યયનથી કે સદ્ગુરુના ઉપદેશાદિથી કે અન્ય કોઈ નિમિત્તથી ભગવાનના સ્વરૂપ પ્રત્યે વિશેષ આવર્જિત પરિણામવાળા થાય છે ત્યારે ચૈત્યવંદનકાળમાં લીનતાને કારણે વિશેષ પ્રકારનો હર્ષ થાય છે. તેથી ભગવાનની પૂજાકાળમાં વર્તતા સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધજન્ય ભાવના વૈચિત્ર્યથી સમ્યગ્દષ્ટિ જીવને પણ સ્વભૂમિકાનુસાર કરાતી ચૈત્યવંદનની ક્રિયા જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ત્રણ પ્રકારની થાય છે. આથી જ મયણાસુંદરીને ભગવાનની ભક્તિ કરતાં પ્રતિદિન અમૃત અનુષ્ઠાનની પ્રાપ્તિ થતી ન હતી. પરંતુ કોઈ પ્રસંગે તે પ્રકારની લીનતા આવવાને કારણે અમૃત અનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ. આથી સમ્યગ્દષ્ટિ જીવો પણ પોતાની અવિરતિવાળી અવસ્થામાં સતત વિરતિને અનુકૂળ બલસંચય થાય તદર્થે શાસ્ત્રઅધ્યયન, સદ્ગુરુનો યોગ, કલ્યાણમિત્રનો યોગ વગેરે કરીને પોતાનામાં પ્રગટ થયેલો નિર્મળ ક્ષયોપશમ દૃઢદઢતર થાય તે રીતે યત્ન કરે છે અને તેવા યત્નને કારણે જ ભગવાનની ભક્તિકાળમાં ઉપયોગના પ્રકર્ષજનિત અત્યંત પ્રમોદભાવ થાય છે. માટે કલ્યાણના અર્થી જીવોએ જેમ ભગવાનની ભક્તિમાં સદા ઉદ્યમ કરવો જોઈએ તેમ મુક્તિના પારમાર્થિક સ્વરૂપને અને તેની પ્રાપ્તિના ઉચિત ઉપાયોને સૂક્ષ્મ-સૂકમતરા જાણવા માટે સદા કલ્યાણમિત્રની કે સદ્ગુરુની સેવા કરવી જોઈએ. જેથી સૂક્ષ્મ તત્ત્વની પ્રાપ્તિ દ્વારા ભગવાનની ભક્તિ કરીને ગુણસ્થાનકની વૃદ્ધિની પ્રાપ્તિ થાય. વળી દેશવિરતિધર શ્રાવક કે સર્વવિરતિધર મુનિ ત્રણ ગુપ્તિવાળા હોવાથી સ્વભૂમિકાનુસાર અવશ્ય ગુપ્ત થઈને ચૈત્યવંદન કરે છે. તોપણ શાસ્ત્રઅધ્યયનાદિન નિમિત્તથી જ્યારે વિશિષ્ટ ચિત્તનું નિર્માણ થાય ત્યારે ભગવાનની ભક્તિમાં પણ તે પ્રકારના સૂક્ષ્મ ઉપયોગની પ્રાપ્તિ થાય છે. જેથી પૂર્વમાં પ્રાપ્ત થયેલી ગુપ્તિ પણ ભગવાનની ભક્તિકાળમાં અતિશય અતિશયતર થાય છે. તેના કારણે ભગવાનના ગુણોમાં લીનતારૂપ તત્ત્વને સ્પર્શે એવા ઉત્તમભાવથી જન્ય પ્રમોદના ભેદથી ત્રણ પ્રકારની ચૈત્યવંદના પ્રાપ્ત થાય છે.
“મહાનિશીથસૂત્રમાં સાધુને પ્રતિદિન સાત વખત ચૈત્યવંદન કરવાનું વિધાન છે. અને શ્રાવકને પણ ઉત્કૃષ્ટથી ૭ વખત ચૈત્યવંદન કરવાનું વિધાન છે. તેથી જે શ્રાવક બે વખત આવશ્યક કૃત્ય કરે છે તે વખતે