________________
ઉ૬
ધર્મસંગ્રહ ભાગ-૪/ દ્વિતીય અધિકાર | શ્લોક-૧ પસાર થતાં વિશેષ સંયોગ ન હોય તોપણ ભગવાન પ્રત્યેના બહુમાનને કારણે ભગવાનના મુખને જોઈને સંતોષ પામે છે. સંયોગાનુસાર જિનને નમસ્કાર કરીને એકાદ સ્તુતિ બોલે છે. તે પણ ભાવપૂજા જ છે. ફક્ત ભાવના પ્રકર્ષ અર્થે પ્રતિદિન અંગપૂજા, અગ્રપૂજાદિ કરીને જે શ્રાવક વિશિષ્ટ પ્રકારની ભાવપૂજા કરતો હોય તે શ્રાવક આ રીતે જિનાલય પાસેથી જતી વખતે કે અન્ય અન્ય જિનાલયોમાં જવાના પ્રસંગે એક-એક સ્તુતિથી ભાવપૂજા કરે ત્યારે તેના પ્રવર્ધમાનભાવને અનુરૂપ મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રાવકે જિનની યોગમુદ્રાનું સ્મરણ નિત્ય કરવું જોઈએ અને વિચારવું જોઈએ કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ તે પાંચ પ્રકારના ભાવમલો છે. તે ભાવમલો સંસારનું કારણ છે. અને પાંચ ભાવમલોને દૂર કરીને ભગવાને યોગનિરોધની અવસ્થાને પ્રાપ્ત કરી છે. તથા સર્વ દુઃખોના અંતરૂપ સંસારનો અંત કર્યો છે. તેને બતાવનારી આ યોગનિરોધની મુદ્રા જિનપ્રતિમામાં છે. તે જિનપ્રતિમાની મુદ્રાને જોઈને તેમના તુલ્ય થવા માટેની શક્તિનો સંચય કરવા અર્થે મારે નિત્ય લોકોત્તમ પુરુષ એવા ભગવાનની પૂજા કરવી જોઈએ. આ પ્રકારનો આશય જે શ્રાવકને સ્થિર થયેલ છે અને જે શ્રાવકને સતત ભાવમલ વગરની અવસ્થા સ્મૃતિમાં રહે છે તેવા મહાત્માઓને ભગવાનની મુદ્રા જોવાથી જે આનંદ પ્રાપ્ત થાય છે તે આનંદ જગતના કોઈ પદાર્થોથી પ્રાપ્ત થતો નથી; કેમ કે તે મહાત્માને હંમેશાં સ્મરણમાં હોય છે કે ભાવમલરૂપી કાદવમાં મારો આત્મા ખૂચેલો છે તેનાથી જ કર્મ બાંધીને સર્વ પ્રકારની સંસારની વિડંબના પ્રાપ્ત કરે છે અને મહાસાત્ત્વિક એવા ભગવાને સ્વપરાક્રમ કરીને સંપૂર્ણ ભાવમલનો નાશ કર્યો ત્યારે યોગનિરોધ અવસ્થાને પામ્યા અને તે યોગનિરોધ અવસ્થા સ્વરૂપે જ ભગવાનની મૂર્તિ કાઉસ્સગ્નમુદ્રામાં કે પદ્માસનમુદ્રામાં હોય છે તેને જોવા માત્રથી શ્રાવકને તે અવસ્થાનું સ્મરણ થાય છે અને જેને જે વસ્તુ અત્યંત પ્રિય હોય તે વસ્તુ જોવાથી હંમેશાં પ્રીતિનો અતિશય થાય છે અને વિવેકસંપન્ન શ્રાવકને સિદ્ધાવસ્થાની પ્રાપ્તિના અતિ આસન્ન કારણરૂપ યોગનિરોધ અવસ્થા અત્યંત પ્રિય હોય છે. તેથી તે અવસ્થાને જોઈને શ્રાવકને અત્યંત આનંદ થાય છે અને તેવી ઉત્તમ અવસ્થાવાળા ભગવાનની ભક્તિ કરીને તતુલ્ય અવસ્થાની પ્રાપ્તિ કરવા માટે સદા શ્રાવક યત્ન કરે છે. વળી અન્ય પ્રકારે વંદનાના સૈવિધ્યને બતાવે છે –
અપુનબંધક જીવોને જઘન્ય વંદના હોય છે. અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને મધ્યમ વંદના હોય છે તથા દેશવિરતિ અને સર્વવિરતિધર સાધુને ઉત્કૃષ્ટ વંદના હોય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓને સંસારનું કંઈક વાસ્તવિક સ્વરૂપ દેખાયું છે, સંસારથી પર અવસ્થા પામેલા સિદ્ધ ભગવંતનું સ્વરૂપ સમજાય છે. તેથી સંસારથી પર અવસ્થાને પામેલા તીર્થકરની ભક્તિ કરીને હું મારા આત્માનું હિત સાધું એવી નિર્મળપ્રજ્ઞા પ્રગટ થઈ છે તોપણ સિદ્ધાવસ્થાનું પારમાર્થિક શુદ્ધ સ્વરૂપ હજી સ્પષ્ટ જણાયું નથી. તેથી જ તેની પ્રાપ્તિ માટે રાત-દિવસ સ્વશક્તિ અનુસાર દઢ ઉદ્યમ કરાવે તેવી સૂક્ષ્મપ્રજ્ઞા પ્રગટી નથી. તેથી તત્ત્વને જોવાના વિષયમાં સ્કૂલબોધવાળા અપુનબંધક જીવો છે છતાં કંઈક ભગવાનની સિદ્ધમુદ્રાનું ભાન કરીને ભગવાનની ભક્તિ કરે છે. તેઓની ભગવાનની ભક્તિ મોક્ષપ્રાપ્તિનું કારણ હોવા છતાં અત્યંત આઘભૂમિકાની ભક્તિ છે તેથી જઘન્ય ભક્તિ છે. માટે તેવા જીવો સ્વભૂમિકાનુસાર ઉત્તમદ્રવ્યોથી ઉપયોગપૂર્વક ભગવાનની ભક્તિ