________________
ઉ૪
ધર્મસંગ્રહ ભાગ-૪/ દ્વિતીય અધિકાર | શ્લોક-૧ અભાવમાં આદિમાં જ નૈવેદ્યના અર્પણ દ્વારા મહિનાના પગારના આપવાનું કથન કરાવે છતે દોષ નથી એ પ્રમાણે પૂજાવિધિ છે. ભાવાર્થ :અંગપૂજા - અગ્રપૂજા – ભાવપૂજા :
ભગવાનની પૂજા અંગપૂજા-અગ્રપૂજા અને ભાવપૂજાના ભેદથી ત્રણ પ્રકારની છે. તેથી પ્રક્ષાલાદિથી માંડીને ઉત્તમદ્રવ્યોથી ભગવાનના અંગ ઉપર જે પૂજા કરવામાં આવે છે તે અંગપૂજા છે. વિવેકસંપન્ન શ્રાવક અંગપૂજા કરતી વખતે ભગવાનની સિદ્ધમુદ્રાને સ્મૃતિમાં રાખીને ભગવાન તુલ્ય થવાને અનુકૂળ વીતરાગ પ્રત્યેનો રાગ વૃદ્ધિ પામે તે રીતે મૌનપૂર્વક અંગપૂજા કરે. ત્યાર પછી ગભારાની બહાર આવીને ધૂપ-દીપ આદિ બાહ્ય સામગ્રીથી જે પૂજા કરાય છે તે “અગ્રપૂજા' છે અને બાહ્ય સામગ્રીથી પૂજા કર્યા પછી ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક ભગવાનના ગુણોથી ભાવિત મતિવાળા શ્રાવકો જે ચૈત્યવંદન કરે છે તે ‘ભાવપૂજા છે; કેમ કે નમુત્થણ આદિ સૂત્રો દ્વારા પરમાત્માના પારમાર્થિક સ્વરૂપનું સ્મરણ થાય તે પ્રકારે ભાવોને ઉલ્લસિત કરવા યત્ન કરે છે.
જો કે ત્રણે પૂજા દરમિયાન શ્રાવક વિતરાગના ગુણોથી આત્માને ભાવિત કરે છે. તેથી અંગપૂજા પણ ભાવપૂજાથી સંવલિત છે. તોપણ ભગવાનના અંગને સ્પર્શ કરે તેવી ઉચિત ક્રિયા છે પ્રધાન જેમા એવી ઉત્તમભાવોથી સંવલિત ભગવાનની અંગપૂજા છે. વળી, અંગપૂજા કરતી વખતે પણ ભગવાનના ગુણોના
સ્મરણપૂર્વક ઉત્તમ ધૂપાદિ દ્રવ્યોથી ભગવાનની ભક્તિનો અધ્યવસાય છે. વળી અગ્રપૂજા પણ ભાવપૂજાથી સંવલિત છે તોપણ ભગવાનની અગ્રમાં ઉત્તમદ્રવ્યોને અવલંબીને ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિને અનુકૂળ ભાવોથી યુક્ત પૂજા હોવાથી “અગ્રપૂજા' કહેવાય છે. અંગપૂજા અને અગ્રપૂજા કરીને ભાવોથી સંપન્ન થયેલ શ્રાવક ભગવાન પ્રત્યેની ભક્તિના ભાવોની અત્યંત વૃદ્ધિ અર્થે ઈર્યાપ્રતિક્રમણ કરીને ત્રણ ગુપ્તિઓનો પ્રકર્ષ કરે છે. જેથી સાધુની જેમ સર્વવિરતિને અનુકૂળ અત્યંત શક્તિનો સંચય થાય. ત્યાર પછી ભગવાનના ગુણોમાં અત્યંત અર્પિત માનસ છે જેનું તેવો શ્રાવક ચૈત્યવંદનની ક્રિયા કરે છે તે ક્રિયામાં બાહ્ય સામગ્રી વગર સાક્ષાત્ ભગવાનના ગુણોનું અતિશય સ્મરણ થાય તેવાં સ્તોત્રોને અવલંબીને ભગવાનની ભક્તિ કરે તેવા ભાવની પ્રધાનતા હોવાથી ભાવપૂજા' કહેવાય છે.
આ ત્રણેય પ્રકારની પૂજાકાળમાં ભગવાનની યોગનિરોધ અવસ્થાનું અત્યંત સ્મરણ કરીને અને તેને અનુકૂળ બલસંચય થાય તે રીતે શ્રાવકનો ઉપયોગ હોવાથી એક વખત કરાયેલી પણ ભગવાનની પૂજા સંસારના પરિભ્રમણને અત્યંત પરિમિત કરનાર છે. માટે વિવેકસંપન્ન શ્રાવકે પૂજાની વિધિનું યથાર્થ જ્ઞાન કરીને દઢપ્રણિધાનપૂર્વક પૂજામાં યત્ન કરવો જોઈએ.
વળી, શ્રાવકે પોતાની શક્તિનું સમાલોચન કરી ભગવાનની ભક્તિની અતિશય વૃદ્ધિ થાય તેમ ઉત્તમદ્રવ્યોથી ભગવાનની અંગપૂજા કરવી જોઈએ. વળી, જે શ્રાવકને ભગવાનના ગુણોનો અતિશય બોધ હોય, પૂજાકાળમાં તે ગુણોનું સ્મરણ હોય અને ઉત્તમ સામગ્રીને કારણે જે પ્રકારના ભાવનો અતિશય થાય તેને અનુરૂપ