________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
એવા પ્રકારનું ભોગકર્મ હોય કે જે ભોગથી ક્ષીણ થાય તેમ છે. તો રાજ્યાદિ સ્વીકારે છે તોપણ રાજ્યાવસ્થામાં પણ યોગી જેવું તેમનું ઉત્તમ ચિત્ત હોય છે. જેથી અત્યંત ઉચિત પ્રવૃત્તિ કરીને સર્વજીવોનું હિત કરનારા હોય છે અને ઉચિતકાળે સંસારના ઉચ્છેદ અર્થે સંયમ ગ્રહણ કરે છે ત્યારે મન:પર્યવજ્ઞાન થાય છે. તેથી નિર્મળકોટિના ચાર જ્ઞાનયુક્ત મહા સાત્ત્વિક એવા તીર્થકરો મોહની સામે સુભટની જેમ પોતાના ચાર પ્રકારના નિર્મળજ્ઞાનથી સતત યુદ્ધ કરીને મોહનો નાશ કરે છે અને જ્યારે વીતરાગ-સર્વજ્ઞ થાય છે ત્યારે તીર્થકર નામકર્મનો વિપાક શરૂ થાય છે. તેથી જગતના ઉપકાર અર્થે સન્માર્ગનું સ્થાપન કરે છે. જે ભગવાનની કર્મકાય અવસ્થા છે. તે કર્મકાય અવસ્થાનું ચિંતન તે રૂપDધ્યાન સ્વરૂપ છે. વળી ભગવાન ઉચિતકાળે યોગનિરોધ કરીને સર્વ દુઃખોનો અંત કરે છે ત્યારે રૂપાતીત અવસ્થાની પ્રાપ્તિ થાય છે. અને તેનું ચિંતન રૂપાતીત ધ્યાન સ્વરૂપ છે. આ સર્વ અવસ્થાનું ચિંતન ભગવાનની પૂજાકાળમાં કરવાથી જગતમાં લોકોત્તમ પુરુષ કેવા હોય છે તેનું સ્મરણ રહે છે. અને તેમના ગુણોથી ભાવિત થઈને ભગવાનની પૂજા કરવાથી પોતાનામાં પણ તેવા ઉત્તમગુણોને અનુકૂળ શ્રેષ્ઠ પ્રકારના સંસ્કારો આધાન થાય છે. અને પૂજાકાળમાં ભાવનો પ્રકર્ષ થાય તો તીર્થકર નામકર્મના બંધની પ્રાપ્તિ થાય છે.
વળી, અન્ય રીતે પૂજાના ત્રણ ભેદો છે. પંચોપચાર પૂજા, અષ્ટોપચાર પૂજા અને રિદ્ધિવિશેષથી યુક્ત એવી સર્વોપચાર પૂજા છે. તેથી કોઈ શ્રાવક પુષ્પ, અક્ષત, સુગંધી દ્રવ્યો, ધૂપ અને દીપક વડે ભગવાનની પૂજા કરે તે પંચોપચાર પૂજા કહેવાય. તે રીતે કોઈ આઠ પ્રકારે પૂજા કરે તે અષ્ટોપચાર પૂજા કહેવાય અને કોઈ શ્રાવક પોતાની સર્વ ઋદ્ધિથી ભગવાનની પૂજા કરે તો સર્વોપચાર પૂજા કહેવાય. આ ભેદ અનુસાર બાહ્ય સમૃદ્ધિથી ત્રણ પ્રકારની પૂજા થાય છે, છતાં જે પ્રકારની જે શ્રાવકની શક્તિ હોય તે પ્રકારની પૂજા દઢ પ્રણિધાનપૂર્વક કરે તેના ભાવને અનુરૂપ સંસારનો ક્ષય અવશ્ય થાય છે માટે પૂજાનો કોઈ એક નિયત પ્રકાર નથી. જેની જે પ્રકારની શક્તિ હોય અને જે પ્રમાણે સંયોગ હોય તે પ્રમાણે ભાવના પ્રકર્ષાર્થે ઉચિત યત્નપૂર્વક પૂજા કરવી જોઈએ. આથી જ “ષોડશક ગ્રંથ'માં પંચાંગ પ્રણિપાતને પણ “પંચોપચાર પૂજા’ કહેલ છે અને અષ્ટાંગ પ્રણિપાત અષ્ટોપચાર પૂજા કહેલ છે. તેથી કોઈ શ્રાવકની તેવી કોઈ શક્તિ ન હોય કે કોઈ એવા સંયોગ ન હોય તેમ જ ઉત્તમદ્રવ્યોથી પૂજા કરી શકે તેમ ન હોય છતાં ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક પંચાંગ પ્રણિપાત કરે ત્યારે પાંચ અંગો દ્વારા ભગવાનના ગુણો પ્રત્યે ભક્તિનો અતિશય થાય તે પ્રકારે દૃઢ યત્ન કરે તો અવશ્ય શ્રેષ્ઠકોટિના ભાવના બળથી પૂજાના શ્રેષ્ઠફળને પામે છે. અને આથી જ જ્યારે અમરેન્દ્ર સૌધર્મ દેવલોકમાં ઉલ્કાપાત કરીને સૌધર્મેન્દ્ર દ્વારા પરાજય પામીને વીર ભગવાનના ચરણનો આશ્રય કરે છે ત્યારે સૌધર્મેન્દ્ર તેના અપરાધને ભૂલી જાય છે. ત્યાર પછી ભગવાન પ્રત્યેની ભક્તિથી પોતાની સર્વ સમૃદ્ધિપૂર્વક ભગવાન પાસે ચમરેન્દ્ર નૃત્ય કરે છે. અને તે નૃત્યકાળમાં થયેલા ભાવના પ્રકર્ષને કારણે અમરેન્દ્ર એકાવતારી થાય છે. તેથી અંગપૂજા, અગ્રપૂજા કે ભાવપૂજા સર્વ પૂજામાં ચિત્તના પ્રણિધાનની જ પ્રધાનતા છે અને સૂક્ષ્મબોધની પ્રધાનતા છે. તેથી ભગવાનના ગુણોનો સૂક્ષ્મબોધ કરીને પોતાની શક્તિના પ્રકર્ષથી દઢ પ્રણિધાનપૂર્વક કરાયેલી સર્વ પ્રકારની પૂજાઓ મહાફલવાળી થાય છે અને ભાવપ્રકર્ષના અંગભૂત અન્ય સર્વ પૂજાના પ્રકારો છે. માટે ભાવના પ્રકર્ષના અર્થી જીવે ઉત્તમ