________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
સામગ્રીથી સ્વશક્તિ અનુસાર સર્વ પ્રકારે પૂજા કરવી જોઈએ.
વળી અન્ય રીતે પણ ત્રણ પ્રકારની પૂજા કહેવાઈ છે. ૧. સાત્ત્વિક પૂજા, ૨. રાજસી પૂજા, ૩. તામસી પૂજા. સાત્વિકી પૂજા:
જેઓ ભગવાનના ગુણોના પરિજ્ઞાનપૂર્વક ઉપસર્ગમાં પણ મનને ભગવાનના ગુણોમાં સ્થિર રાખીને ભક્તિ કરે છે તેવા મહા ઉત્સાહવાળા નિઃસ્પૃહ આશયવાળા ભવ્યજીવો વડે સ્વશક્તિ અનુસાર જે ભક્તિ નિરંતર કરાય છે તે “સાત્ત્વિકી ભક્તિ છે. જે ભક્તિ આ લોકમાં પણ સુખને આપનાર છે અને પરલોકમાં પણ સુખની પરંપરાને કરનાર છે. તેથી એકાંત સુખને કરનારી છે. આ સાત્ત્વિકી ભક્તિ તરતમતાથી અનેક ભૂમિકાની હોય છે. તેથી જેને ભગવાનની ભક્તિમાં જેટલો સૂક્ષ્મબોધ અને ભગવાનની ભક્તિના કાળમાં જેટલા સત્ત્વનો પ્રકર્ષ, તેને અનુસાર તેની સાત્ત્વિકી ભક્તિ ઉત્કર્ષ-અપકર્ષવાળી બને છે. રાજસી પૂજા
આ લોકનાં માન-ખ્યાતિ આદિ માટે જે કરાય તે રાજસી ભક્તિ છે. તેનાથી લોકો રંજિત થાય છે. અને લોકપ્રશંસાદિથી પોતાને સંતોષ થાય છે અને લોકપ્રશંસા જ તેની ભક્તિમાં ઉત્સાહનું કારણ છે તેવી અસાર ભક્તિ રાજસી ભક્તિ છે. તામસી પૂજા
કોઈકના પ્રત્યે ઈર્ષાથી ભક્તિ કરવામાં આવે તે તામસી ભક્તિ છે. તામસી ભક્તિમાં કોઈકની ઉત્કર્ષવાળી ભક્તિ જોવાથી તેનાથી હું અધિક છું તેવી બતાવવાની વૃત્તિ થાય છે. અને તેની અધિક ભક્તિ જોઈને તેના પ્રત્યે દ્વેષ થાય છે. જેમ કુંતલારાણીએ અન્ય રાણીઓની સુંદર ભક્તિ જોઈ દ્વેષ થતો હતો તેવી ભક્તિ તામસી ભક્તિ કહેવાય છે.
આ ત્રણ ભક્તિમાં સાત્ત્વિક ભક્તિ શ્રેષ્ઠ છે. રાજસી ભક્તિ અને તામસી ભક્તિ શ્રેષ્ઠ નથી. તેથી વિવેકી પુરુષે કરવા જેવી નથી. ટીકા :___ अथ गृहचैत्यपूजानन्तरं यत्कर्त्तव्यं तदाह-'तत इति ततो देवपूजानन्तरं 'स्वयम्'आत्मना जिनानामग्रतः=पुरतस्तत्साक्षिकमितियावत् 'प्रत्याख्यानस्य' नमस्कारसहिताद्यद्धारूपस्य ग्रन्थिसहितादेः सङ्केतरूपस्य च करणम्-उच्चारणं विशेषतो गृहिधर्मो भवतीति पूर्वप्रतिज्ञातेन सम्बन्धः । तथा 'विधिने'ति पदमुभयत्रापि योज्यम्, ततो विधिना जिनगृहे त्रिविधप्रतिमापेक्षया भक्तिचैत्यरूपे पञ्चविधचैत्यापेक्षया तु निश्राकृतेऽनिश्राकृते वा गत्वा विधिना जिनस्य भगवतः, पूजनंपुष्पादिभिरभ्यर्चनम्, वन्दनं-स्तुतिर्गुणोत्कीर्त्तनमित्यर्थः तच्च जघन्यतो नमस्कारमात्रमुत्कर्षतश्चेर्यापथिकी