________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
૬૫ શ્રેષ્ઠકોટિનું પુણ્યાનુબંધી પુણ્ય અને મહાનિર્જરાની પ્રાપ્તિ તે શ્રાવકને થાય છે. આથી જ વૈભવ સંપન્ન શ્રાવક પોતાના વૈભવને અનુરૂપ શ્રેષ્ઠકોટિની સામગ્રીથી જ ભગવાનની ભક્તિ કરે છે. તુચ્છ સામાન્ય દ્રવ્યથી ભગવાનની ભક્તિ કરે તો લોકોત્તમ પુરુષ પ્રત્યે વિશિષ્ટ ભક્તિ થાય નહિ. વિશિષ્ટ ભક્તિ ન થવાથી તેવા પ્રકારનો બહુમાન ભાવ પણ થાય નહિ જેથી વિશિષ્ટ નિર્જરા અને વિશિષ્ટ પુણ્યબંધ પણ થાય નહિ. માટે અલ્પ શક્તિવાળા શ્રાવક પણ ભગવાનની ભક્તિના પ્રકર્ષ અર્થે ધનાદિના અર્જનમાં યત્ન કરીને ધન પ્રાપ્ત કરે અને પ્રાપ્ત થયેલા ધનને ભગવદ્ભક્તિમાં શક્તિના અતિશયથી વાપરે તો ભાવનો અતિશય થાય છે અને જે પ્રકારના ઉત્તમભાવો થાય તે પ્રકારે ફળનો અતિશય પણ પ્રાપ્ત થાય છે. માટે ભગવાનની ભક્તિમાં ઉત્તમ સામગ્રી, ભગવાનના ગુણોનો સૂક્ષ્મબોધ અને ભગવાનની પૂજાકાળમાં ભગવાનના ગુણોના સ્મરણમાં દઢ વ્યાપાર તે સર્વ અંગોથી યુક્ત ભગવાનની પૂજા કરવામાં આવે તો ભગવાનના ગુણોના દૃઢ સંસ્કારો આત્મામાં પડે છે. તેથી ભગવાનના ગુણો પ્રત્યે જે અંશથી બહુમાનનો અતિશય થાય છે તે અંશથી તે ગુણોની પ્રાપ્તિમાં પ્રતિબંધક કર્મનો નાશ થાય છે અને જેમ જેમ વીતરાગતાના પ્રતિબંધક કર્મનો નાશ થાય તેમ તેમ વીતરાગતાની પ્રાપ્તિનું પ્રબળ કારણ એવું ચારિત્ર સુલભ થાય છે. આથી દ્રવ્યસ્તવને ભાવતવનું કારણ કહેવામાં આવે છે. વળી, ભગવાનની ઉત્તમ દ્રવ્યોથી પૂજામાં પણ અંગપૂજા ર્યા પછી ઘણા ભાવોથી સંચિત થયેલો શ્રાવક અગ્રપૂજા કરે છે ત્યારે ભાવોનો પ્રકર્ષ થાય છે. માટે અંગપૂજા કરતાં અગ્રપૂજાને શ્રેષ્ઠપૂજા કહી છે. અને અગ્રપૂજા કરતાં પણ ભગવાનના ચૈત્યવંદનકાળમાં ઘણા ભાવોનો સંચય થયેલો હોવાથી તથા સૂત્ર અને અર્થમાં અર્પિત માનસ હોવાથી શ્રાવકને પોતાની ભક્તિ અનુસાર અગ્રપૂજા કરતાં પણ ચૈત્યવંદનકાળમાં ભાવનો પ્રકર્ષ થાય છે. તેથી અગ્રપૂજા કરતાં પણ સ્તોત્રપૂજાને વિશેષ પ્રકારની કહેલ છે. અને આ રીતે ભગવાનની પૂજા કરવાથી સર્વવિરતિની શક્તિનો સંચય થાય છે ત્યારે ત્રણ ગુપ્તિના સામ્રાજ્યરૂપ ભાવચારિત્રની પ્રાપ્તિ થાય છે. જે પ્રતિપત્તિ પૂજા છે. આથી જ અંગપૂજા, અગ્રપૂજા, સ્તોત્રપૂજા અને પ્રતિપત્તિ પૂજા એમ ચાર પૂજા બતાવીને પૂર્વ-પૂર્વ પૂજા કરતાં ઉત્તર-ઉત્તરની પૂજા શ્રેષ્ઠ છે તેમ કહેલ છે.
વળી, શ્રાવક અંગપૂજા, અગ્રપૂજા કર્યા પછી ચૈત્યવંદનરૂપ ભાવપૂજા કરે છે તે સામાન્યથી ઉત્કૃષ્ટ ચૈત્યવંદનરૂપે કરે છે તોપણ પ્રસંગે ઘણાં ચૈત્યોની પૂજા કરવાની હોય કે અન્ય વિશિષ્ટ કારણ હોય ત્યારે તે ભાવપૂજાને જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ ભેદમાંથી કોઈ એક પ્રકારે કરે છે. વળી તે જઘન્ય પણ ભાવપૂજા અવાંતર ભેદોની દૃષ્ટિએ અનેક પ્રકારે પ્રાપ્ત થાય છે. મધ્યમ પણ ભાવપૂજા અવાંતર ભેદોની અપેક્ષાએ અનેક પ્રકારની પ્રાપ્ત થાય છે અને ઉત્કૃષ્ટ પણ ભાવપૂજા અવાંતર ભેદોની અપેક્ષાએ અનેક પ્રકારની પ્રાપ્ત થાય છે. આ ત્રણ ભેદો બાહ્ય આચરણાને આશ્રયીને જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટથી ગ્રંથકારશ્રીએ જુદા જુદા સાક્ષીપાઠો દ્વારા બતાવેલ છે. તેથી એ ફલિત થાય કે કોઈ એવું કારણ હોય કે શરીરની અનુકૂળતા આદિ વિશેષ સંયોગ ન હોય તો “નમો જિણાણં' કે “મથએણ વંદામિ પૂર્વક ભગવાનના મુખનાં દર્શન કરીને નમસ્કાર કરે ત્યારે પણ તે નમસ્કારની ક્રિયાકાળમાં ભગવાનના ગુણોનું સ્મરણ થવાથી જઘન્ય ભાવપૂજાની પ્રાપ્તિ થાય છે અને તેટલી અલ્પકાલીન ક્રિયા પણ ભાવપૂજા બને છે. આથી જ શ્રાવક જિનાલય પાસેથી