________________
૬૭
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ કરતા હોય તો પણ સૂક્ષ્મબોધ નહિ હોવાથી સમ્યગ્દષ્ટિ આદિ જીવો જેવી શ્રેષ્ઠ ભક્તિ કરી શકતા નથી છતાં સ્વભૂમિકાનુસાર ભગવાનની ભક્તિ કરીને જ ક્રમસર તે જીવો અવશ્ય સૂક્ષ્મબોધવાળા થાય છે. અને ક્રમે કરીને સમ્યક્તાદિ ગુણોને પણ પ્રાપ્ત કરે છે. તેથી તેઓની ભગવાનની ભક્તિ જઘન્ય ભક્તિ હોવા છતાં સફળ છે. વળી, જેઓ અપુનબંધક દશા પામ્યા નથી તેવા સકૃતબંધકાદિ જીવો ભગવાનની ભક્તિ કરે છે છતાં ભગવાનના પારમાર્થિક સ્વરૂપ વિષયક લેશ પણ તેઓને ઊહ થતો નથી. તેથી લોકોત્તમ પુરુષના લોકોત્તમપણાને જાણવાને અભિમુખ પણ તેઓને જિજ્ઞાસા થતી નથી. તેવા જીવોની અશુદ્ધ ભક્તિ છે.
જ્યારે અપુનબંધકની જઘન્ય પણ ભગવાનની વંદના શુદ્ધ હોવાથી ઉત્તરોત્તર શુદ્ધિ દ્વારા અવશ્ય કલ્યાણનું કારણ છે.
સમ્યગ્દષ્ટિ જીવો સંસારના ચાર ગતિના પરિભ્રમણને સ્પષ્ટ જોનારા છે અને સંસારની ચાર ગતિની વિડંબણાઓ સદા તેમને સ્મૃતિમાં રહે છે. તેથી તેનાથી મુક્ત થવા માટેની ઉત્કૃષ્ટ ઇચ્છાવાળા છે અને કર્મથી મુક્ત અવસ્થા આત્માની સર્વોત્તમ અવસ્થા છે તેવો સ્પષ્ટબોધ છે. તેથી સતત મોક્ષપ્રાપ્તિની ઉત્કટ ઇચ્છાવાળા છે અને સ્વશક્તિ અનુસાર પ્રતિદિન જિનવચનના પરમાર્થને જાણીને મુક્તિની પ્રાપ્તિના ઉપાયને સૂક્ષ્મ-સૂક્ષ્મતર જાણવા માટે યત્ન કરનારા છે અને શક્તિ અનુસાર અપ્રમાદભાવથી સદા મોક્ષના ઉપાયને સેવનારા છે. એવા મહાત્માઓને અરિહંતની પ્રતિમાને જોતાંની સાથે જ સંપૂર્ણ કર્મ રહિત એવી સિદ્ધઅવસ્થાનું સ્મરણ થાય છે અને તેવી સિદ્ધાવસ્થાની પ્રાપ્તિનો એક ઉપાય ભગવાનની ભક્તિ છે. તેથી સૂક્ષ્મબોધપૂર્વક સમ્યગ્દષ્ટિ જીવો સ્વભૂમિકાનુસાર જે ભગવાનની ચૈત્યવંદના કરે છે તે મધ્યમ વંદના છે.
વળી, સમ્યક્ત પામ્યા પછી સમ્યગ્દષ્ટિ જીવોને ત્રણ ગુપ્તિનો પ્રકર્ષ સંસારના ઉચ્છેદનું પ્રબળ કારણ છે - તેવો સ્થિર નિર્ણય છે. તેથી સ્વશક્તિ અનુસાર ગુપ્તિને પ્રગટ કરવા અર્થે સદા ઉદ્યમ કરે છે અને જેઓમાં મહાબલ સંચય થયો છે તેઓ સંયમને ગ્રહણ કરીને સદા ત્રણ-ગુપ્તિઓથી ગુપ્ત રહેનારા ભાવસાધુ છે. અને જેઓમાં ત્રણ ગુપ્તિનું પૂર્ણ બળ સંચય થયો નથી. તોપણ કંઈક અંશથી ગુપ્તિના બળનો સંચય થયો છે અને સંપૂર્ણ ત્રણ ગુપ્તિના બળને સંચય કરવાથું યત્ન કરે છે તેઓ દેશવિરતિધર શ્રાવકો છે. દેશવિરતિધર શ્રાવક કે સર્વવિરતિધર મુનિ જે ભગવાનનું ચૈત્યવંદન કરે છે તે ઉત્કૃષ્ટ વંદના છે; કેમ કે જે જે અંશે ગુપ્તિનો પરિણામ સ્થિર થયેલો હોય તે તે અંશથી ગુપ્ત થઈને જેઓ ભગવાનના ગુણોમાં લીન થાય છે તેઓનું ચિત્ત ચૈત્યવંદનકાળમાં વિશેષ પ્રકારના ભગવાનના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શનારું હોય છે.
આ રીતે પૂલબોધવાળા અપુનબંધક જીવો ભક્તિકાળમાં આદ્યભૂમિકાથી ભગવાનના ગુણોને સ્પર્શ કરે છે. તેથી તેઓની જઘન્યભક્તિ છે. વળી, જેઓ સૂક્ષ્મબોધવાના છે તેવા સમ્યગ્દષ્ટિ જીવો ચૈત્યવંદનકાળમાં પોતાના સૂક્ષ્મબોધને અનુરૂપ ભગવાનના ગુણોને સ્પર્શનારા છે તેથી તેમની “મધ્યમ વંદના' છે. અને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત એવા મહાત્માઓ વિશેષ પ્રકારે ભગવાનના ગુણોના સૂક્ષ્મભાવોને સ્પર્શીને ચૈત્યવંદન કરે છે, તેથી તેઓનું ઉત્કૃષ્ટ ચૈત્યવંદન છે. આ રીતે એક જ ચૈત્યવંદનની ક્રિયા ગુણસ્થાનકના ભેદથી જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદને પ્રાપ્ત કરે છે.
વળી, અપુનબંધક જીવોને પણ ભગવદ્ભક્તિકાળમાં થતા પ્રમોદભાવના વૈચિત્ર્યના કારણે ત્રણ પ્રકારની