________________
૬૦
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧ કરવી જોઈએ. છદ્મસ્થ અવસ્થા ત્રણ પ્રકારની છે. ૧ જન્માવસ્થા ૨ રાજ્યવસ્થા અને ૩ શ્રમણાવસ્થા.
ત્યાં ત્રણ અવસ્થામાં, સ્નાન કરાવનારા દેવો વડે જન્માવસ્થા ભાવન કરવી. માલાને ધારણ કરનારા દેવો વડે રાજ્યાવસ્થા ધારણ કરવી. ભગવાનની શ્રમણ અવસ્થા દૂર કરાયેલ કેશવાળા મસ્તક અને મુખદર્શનથી સુજ્ઞાત જ છે. પ્રાતિહાર્યોમાં પરિકરના ઉપરિતન=ઉપરના ભાગમાં રહેલા, કળશોની બંને બાજુ ઘડાયેલા પત્રો વડે કંકેલિ, માલાધારી દેવો વડે પુષ્પવૃષ્ટિ, પ્રતિમાની બંને બાજુ વીણા અને વગાડનારા દેવો વડે દિવ્યધ્વનિ અને શેષ પ્રાતિહાર્યો સ્પષ્ટ જ છે. એ પ્રમાણે ભાવપૂજા છે. અન્યરીતિથી પણ પૂજાત્રય બૃહદ્ભાષ્યમાં કહેવાઈ છે. જે આ પ્રમાણે – “પંચોપચારયુક્ત પૂજા અષ્ટોપચાર કલિત. વળી ઋદ્ધિ વિશેષથી સર્વોપચારવાળી પણ પૂજા જાણવી.” .
“ત્યાં ત્રણ પ્રકારની પૂજામાં, પંચોપચાર ૧ પુષ્પ ૨ અક્ષત ૩ ગંધ ૪ ધૂપ ૫ દીપકો વડે. વળી, ૧ પુષ્પ ર અક્ષત ૩ ગંધ ૪ દીપક ૫ ધૂપ ૬ નૈવેદ્ય ૭ ફલ ૮ જલ વડે આઠ પ્રકારનાં કર્મોને નાશ કરનારી આઠ પ્રકારની પૂજા થાય છે.” રા.
સ્નાન, અર્ચન, વસ્ત્ર, ભૂષણાદિ વડે ફલ, બલિ, દીવાદિ વડે નૃત્ય-ગીત-આરતી આદિ વડે સર્વોપચાર પૂજા છે.” Ila (ચૈત્યવંદન મહા ભાષ્ય ૨૦૯-૨૧૨). અને શાસ્ત્રાંતમાં અનેક પ્રકારના પણ પૂજાના ભેદો કહેવાયા છે. તે આ પ્રમાણે –
સ્વયં આનયનમાં પ્રથમા, અન્ય વડે મંગાવવામાં બીજી અને મનથી સંપાદિત શ્રેષ્ઠ પુષ્પાદિ વડે ત્રીજી પૂજા જાણવી." (સંબોધપ્રકરણ દેવાધિકાર ૧૮૯) ‘ત્તિ' ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
કાયયોગીપણાથી-વચનયોગીપણાથી-મનોયોગીપણાથી અને કરણ-કરાવણ-અનુમતિના ભેદપણાથી પૂજાત્રિક છે. અને
ફરી પણ પુષ્પ-આમિષ-સ્તુતિ-પ્રતિપત્તિના ભેદથી ચાર પ્રકારની પણ યથાશક્તિથી પૂજા કરવી જોઈએ.” વળી લલિતવિસ્તરદિમાં પણ – “પુષ્પ-આમિષ-સ્તોત્ર-પ્રતિપત્તિ પૂજાનું યથોત્તર પ્રાધાન્ય છે. એ પ્રમાણે કહેવાયું છે. ત્યાં આમિષ અશનાદિ ભોગ્ય વસ્તુ છે. વળી, પ્રતિપત્તિ અવિકલ આપ્તના ઉપદેશની પરિપાલના છે. એ પ્રમાણે આગમ ઉક્ત પૂજાના ચાર ભેદો છે.” (સંબોધપ્રકરણ દેવાધિકાર ૧૯૧) અને “દ્રવ્ય અને ભાવના ભેદથી જિનપૂજા બે પ્રકારની છે. ત્યાં દ્રવ્યોમાં દ્રવ્યપૂજામાં દ્રવ્યોથી જિનપૂજા છે=ઉત્તમદ્રવ્યોથી જિનપૂજા છે. અને ભાવમાં=ભાવપૂજામાં, જિનાજ્ઞાનું પાલન જિનપૂજા છે.” (સંબોધપ્રકરણ દેવાધિકાર ૧૯૧) એ પ્રમાણે ભેદદ્વય પણ છે અને સત્તરભેદો છે. જે આ પ્રમાણે –
જિનેશ્વરના અંગ ઉપર ૧ સ્નાન-વિલેપન, ૨ ચક્ષુયુગલ અને વાસપૂજા, ૩ પુષ્પોનું આરોપણ, ૪ માળાનું આરોપણ, ૫ અને વર્ણનું આરોપણ, ૬ ચૂર્ણનું આરોપણ, ૭ આભરણનું આરોપણ, ૮ પુષ્પગૃહ, ૯ પુષ્પનો પ્રકર, ૧૦ આરતી-મંગલદીવો, ૧૧ દીવો, ૧૨ ધૂપનો ઉક્ષેપ, ૧૩ નૈવેદ્ય, ૧૪ સુંદર ફળોને મૂકવાં, ૧૫ ગીત, ૧૬ નૃત્ય, ૧૭ વાજિત્ર. આ સત્તર પૂજાના ભેદો છે.” (ગાથા ૧થી ૩).