________________
૫૯
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧
પાંચ પણ ચૈત્યવંદન હોય છે. વળી, ઘણાં દેવગૃહાદિમાં અધિક પણ હોય છે=પાંચથી અધિક પણ ચૈત્યવંદન હોય છે. જ્યારે પૂજા ન થાય ત્યારે પણ શ્રાવકે ત્રિસંધ્યા દેવનું વંદન કરવું જોઈએ. જે કારણથી આગમમાં છે.
“હે દેવાનુપ્રિય ! આજથી માંડી જાવવ સુધી ત્રૈકાલિક અવ્યાક્ષિપ્ત, અચલ, એકાગ્ર ચિત્તથી ચૈત્યને વંદન કરવું જોઈએ. હે દેવાનુપ્રિય ! અશુચિ, અશાશ્વત, ક્ષણભંગુર એવા મનુષ્યપણાનો સાર આ જ છે–એકાગ્ર ચિત્તથી ચૈત્યવંદન કરવું જોઈએ એ જ સાર છે. ત્યાં પૂર્વાથ્નમાં=દિવસના પ્રારંભમાં, ત્યાં સુધી આહાર-પાણી ન કરવા જોઈએ જ્યાં સુધી ચૈત્ય અને સાધુને વંદન ન કરે તથા મધ્યાહ્નમાં ત્યાં સુધી આહાર ન કરવો જોઈએ જ્યાં સુધી ચૈત્યને વંદન ન કરે અને અપરાહ્મમાં=દિવસના અંતિમ ભાગમાં=સંધ્યા સમયે, તે પ્રકારે ચૈત્યવંદન કરવું જોઈએ જ્યાં સુધી અવંદિત ચૈત્ય વડે સંધ્યાનો સમય અતિક્રમ ન થાય.”
‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
અને
“સુપ્રભાતમાં શ્રાવકને પાણી પણ પીવું કલ્પતું નથી. જ્યાં સુધી ચૈત્યોને અને સાધુને વિધિથી વંદન ન કર્યાં હોય.” ||૧||
“મધ્યાહ્ને ફરી પણ નિયમથી વંદન કરીને જમવું કલ્પે છે. વળી તેઓને વંદન કરીને, ત્યાર પછી રાત્રિમાં સૂએ.”
112 11
‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
અને ઉત્કૃષ્ટ ચૈત્યવંદનવિધિ સવિસ્તર આગળમાં કહેવાશે. ગીતનૃત્યાદિ અગ્રપૂજામાં કહેવાયેલું કૃત્ય ભાવપૂજામાં પણ અવતાર પામે છે. અને તે=ગીત-નૃત્યાદિ અગ્રપૂજામાં કહેવાયેલું કૃત્ય મહાલપણું હોવાને કારણે મુખ્યવૃત્તિથી શ્રાવક સ્વયં કરે છે જે પ્રમાણે ઉદાયતરાજાની રાણી પ્રભાવતી કરતી હતી. જે કારણથી ‘નિશીથચૂર્ણિ’માં કહેવાયું છે.
“પ્રભાવતી સ્નાન કરેલી, કૃત બલિકર્મવાળી, કરેલાં છે કૌતુક મંગલવાળી, શ્વેત વસ્ત્રોના પરિધાનવાળી યાવત્ આઠમ-ચતુર્દશીમાં ભક્તિરાગથી સ્વયં જ રાણી નૃત્યનો ઉપચાર કરે છે. રાજા પણ તેના અનુવર્તનથી મૃદંગ વગાડે છે.”
અને પૂજાકરણના અવસરમાં ભગવાનની છદ્મસ્થ, કેવલીસ્થ, સિદ્ધસ્થ ત્રણ અવસ્થાનું ભાવન કરવું જોઈએ. જે કારણથી ભાસે છે.
“હવણચક્ર વડે છદ્મસ્થ, વસ્ત્ર-પ્રાતિહાર્ય વડે કેવલીપણું, જિનની પલિઅંક અને કાઉસ્સગ્ગ મુદ્રાથી સિદ્ધપણું ભાવન કરવું જોઈએ.” (ચૈત્યવંદનમૂલ ભાષ્ય ગા. ૧૨)
પરિકરના ઉપરમાં ઘટિત=ઘડાયેલા, ગજઆરૂઢ હાથમાં ધારણ કરેલા કળશોથી, સ્નાપક એવા દેવો વડે=સ્નાન કરાવનારા દેવો વડે અને અર્ચક=પૂજા કરનારા દેવો વડે ત્યાં જ=પરિકરમાં ઘટિત માલાધારી દેવો વડે આલંબન કરીને=એમનું અવલંબન લઈને, જિનતી છદ્મસ્થ અવસ્થાને ભાવન