________________
પ૮
ધર્મસંગ્રહ ભાગ-૪દ્વિતીય અધિકાર | શ્લોક-૧ પ્રામાયથી દેવોના આચરિતના પ્રામાણ્યથી અને તેના અધિકતરતું=નમુત્થણંથી અધિકતરનું ગણધરાદિથી કરાયેલા જીવાભિગમાદિ સૂત્રમાં અનભિધાન હોવાથી શકસ્તવથી અતિરિક્ત તે નથી=પૈત્યવંદન નથી. “ત્તિ' શબ્દ કોઈકની માન્યતાના કથનની સમાપ્તિ માટે છે. અહીં પૂર્વપક્ષીની શંકામાં ગ્રંથકારશ્રી કહે છે. આચરિતનું પ્રામાય છે એ પ્રમાણે જે પૂર્વપક્ષી વડે કહેવાયું તે અયુક્ત છે. જે કારણથી જે આ જીવાભિગમાદિ સૂત્ર તે વિજયદેવાદિ ચરિત્રના અનુવાદ પર છે. એથી તેનાથી જીવાભિગમાદિના વચનથી, વિધિવાદરૂપ અધિકૃત વંદનનો ઉચ્છેદ કરવો શક્ય નથી, કેમ કે તેઓનું વિજયદેવાદિનું અવિરતપણું છે. પ્રમત્તપણું છે. તે કારણથી તેટલું જ યુક્ત છે અવિરતપણું હોવાથી દેવતાઓને શક્રસ્તવ માત્ર ચૈત્યવંદનયુક્ત છે. વળી તેમનાથી અન્ય અપ્રમાદ વિશેષવાળા, વિશેષ ભક્તિવાળા શ્રાવકોને તેના અધિકત્વમાં પણ શક્રસ્તવથી અધિક સૂત્રવાળા ચૈત્યવંદનમાં પણ દોષ નથી. વળી જો આચરિતનું અવલંબન લઈને=દેવાદિથી આચરિતનું અવલંબન લઈને, પ્રવૃત્તિ કર્તવ્ય હોય તો ઘણું અન્ય પણ કર્તવ્ય થાય. વિધેયપણાથી અંગીકૃત પણ વર્જનીય થાય. એથી જે તેનાથી શકસ્તવથી અધિકતરનું અભિધાન હોવાથી એ પ્રમાણે જે પૂર્વપક્ષી વડે કહેવાયું તે અયુક્ત છે; કેમ કે ત્રણ શ્લોક પ્રમાણ ત્રણ સ્તુતિ જ્યાં સુધી કરે છે. (ચૈત્યવંદનમહાભાષ્ય ગા. ૮૨૩) ઇત્યાદિ વ્યવહારભાષ્યના વચનનું શ્રવણ છે. સાધુની અપેક્ષાએ તે છે=વ્યવહારભાષ્યનું વચન છે. એમ પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે. એમ ન કહેવું; કેમ કે સાધુને અને શ્રાવકને દર્શનશુદ્ધિનું કર્તવ્યપણું છે. અને વંદનનું દર્શનશુદ્ધિનું નિમિતપણું છે. અને સંવેગાદિનું કારણ પણું હોવાથી, અશઠ સમાચરિતપણું હોવાથી જીતલક્ષણનું અહીં ઉપપરમાતપણું હોવાથી=ચૈત્યવંદનમાં શક્રસ્તવથી અધિક સૂત્રનું ઉપપદ્યમાનપણું હોવાથી અને ચૈત્યવંદન ભાષકાર આદિ વડે આના કરણનું શક્રસ્તવથી અધિક સૂત્રથી ચૈત્યવંદનનો કરણનું, સમર્થિતપણું હોવાથી, તેનું અધિકતર પણ=નમુહૂણંથી અધિકસૂત્રનું ચૈત્યવંદન પણ અયુક્ત નથી. એથી પ્રસંગથી સર્યું.
અને “મહાનિશીથ'માં પ્રતિદિવસ સાત ચૈત્યવંદના સાધુને કહેવાઈ છે. શ્રાવકને પણ ઉત્કર્ષથી સાત કહેવાઈ છે. જે કારણથી ભાષ્ય છે. , “૧ પ્રતિક્રમણમાં રાઈ પ્રતિક્રમણમાં, ૨ ચૈત્યમાં=જિનમંદિરમાં, ૩ જમણમાં પચ્ચખાણ પારતી વખતે, ૪ ચરિમ=છેલ્લું, ૫ પ્રતિક્રમણમાં=સાંજે દેવસિએ પ્રતિક્રમણમાં, ૬ સૂતી વખતે=સંથારા પોરિસી ભણાવે ત્યારે, ૭ પ્રતિબોધમાં=સવારે જાગ્યા પછી, આ ચૈત્યવંદના યતિને સાત વખત અહોરાત્રિમાં છે.” III
પ્રતિક્રમણ કરનાર ગૃહસ્થને સાત વખત ચૈત્યવંદન હોય છે. ઈતરને=ઉભયતંક પ્રતિક્રમણ નહિ કરનાર ગૃહસ્થને, પાંચ વખત ચૈત્યવંદન હોય છે. અને જઘન્યથી ત્રિસંધ્યા પૂજામાં ત્રણ વખત ચૈત્યવંદન હોય છે.” મારા (ચૈત્યવંદનમૂલ ભાષ્ય ગા. ૫૯-૬૦)
ત્યાં ચૈત્યવંદનમાં, આવશ્યકતાં બે, સૂવાનાં અને જાગવાનાં બે અને ત્રિકાલપૂજાનાં ત્રણ એ પ્રમાણે સાત ચૈત્યવંદન હોય છે. એક આવશ્યકતા કરણમાં શ્રાવકને છ ચૈત્યવંદન હોય છે. સૂવા આદિના સમયમાં સૂવાના અને જાગવાના સમયમાં, તેના અકરણમાં-ચૈત્યવંદનના અકરણમાં,