________________
ધર્મસંગ્રહ ભાગ-૪/ દ્વિતીય અધિકાર | શ્લોક-૧
૩૩ દૃષ્ટાંતનું યોજના અન્ય પ્રકારે કરવું. કઈ રીતે યોજન કરવું ? તે બતાવે છે –
જેમ કૂવાનું ખોદવું સ્વ-પરના ઉપકાર માટે થાય છે, એ રીતે સ્નાનપૂજાદિની ક્રિયા પોતાને કરણરૂપે પુણ્યબંધનું કારણ બને છે અને બીજાને અનુમોદનરૂપે પુણ્યબંધનું કારણ બને છે. આ કથન આગમવચનાનુસાર નથી; કેમ કે ધર્મ માટે પ્રવૃત્ત થયેલા જીવો પ્રમાદને વશ જે આરંભદોષ કરે છે તેમાં અલ્પપાપબંધ થાય છે. આથી જ “ભગવતીસૂત્રમાં કહેલ છે કે સુસાધુને દોષિત ભિક્ષા આપે તેને અલ્પપાપબંધ અને બહુ નિર્જરા થાય છે. કોઈ સાધુ ગ્લાન સાધુની સેવા કરે તે વખતે કોઈક અયતના થયેલી હોય તેને આશ્રયીને પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. તેથી નક્કી થાય છે કે પ્રમાદને વશ સ્નાનાદિ કાલમાં કોઈક અલના થઈ હોય તેનાથી શ્રાવકને પાપબંધ થાય છે. તે પણ ભગવાનની પૂજાના ભક્તિના શુભ અધ્યવસાયથી શુદ્ધ થાય છે. માટે જે શ્રાવક ભગવાનના ગુણોના પરમાર્થને જાણનારા છે અને ભગવાનની ભક્તિ અર્થે સ્નાન કરે છે છતાં સ્નાનના પ્રારંભથી માંડીને પૂજાના પ્રવૃત્તિકાલમાં સર્વત્ર શાસ્ત્રવિધિ અનુસાર ઉપયોગ રાખી શકતા નથી તેઓને આશ્રયીને “ફૂપખનન” દૃષ્ટાંતનું યોજન ગ્રંથકારશ્રીએ જે પ્રમાણે કર્યું છે તે પ્રમાણે યોજન કરવું; કેમ કે જેમ કૂવાના ખોદવાથી કાદવાદિથી જીવ ખરડાય છે તેમ સ્નાનાદિમાં પ્રમાદને વશ કંઈક અયતના થાય છે, ત્યારે કર્મબંધ થાય છે. તોપણ જેમ કૂવો ખોદવાથી પાણીની પ્રાપ્તિ થાય ત્યારે તે પાણીથી કાદવાદિ દૂર કરી શકાય છે તેમ પ્રમાદને વશ થયેલ ખલનાથી બંધાયેલ પાપ પણ ભગવાનની ભક્તિના શુભ અધ્યવસાયથી દૂર થાય છે. વળી જેઓ પર્ણવિધિ અનસાર સ્નાનની ક્રિયા અને ભગવાનની પૂજાની ક્રિયા કરે છે તેઓને લેશ પણ પાપબંધની પ્રાપ્તિ નથી. અને તેઓને આશ્રયીને “કૂપખનનના દષ્ટાંતનું યોજન “કેટલાક કહે છે તે પ્રમાણે કરવું ઉચિત છે. તેમ ઉપાધ્યાય યશોવિજયજી મ. સાહેબે પ્રતિમાશતક'માં સ્પષ્ટ કરેલ છે. અને ભગવતીમાં જે કહેલ છે કે સાધુને અશુદ્ધદાનથી અલ્પ પાપબંધ અને બહુ નિર્જરા થાય છે તે પણ મુગ્ધશ્રાવકને આશ્રયીને છે. વિવેકસંપન્ન શ્રાવક તો કારણે અશુદ્ધદાન આપે ત્યારે લેશ પણ પાપબંધ નથી. એકાંતે નિર્જરા છે. વળી, ગ્લાનની સેવામાં સાધુને પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ કહી છે તે અગીતાર્થ સાધુને આશ્રયીને છે. ગીતાર્થ સાધુ ભગવાનના વચનાનુસાર બુદ્ધિપૂર્વક ગ્લાનની વૈયાવચ્ચ કરે ત્યારે કોઈ પ્રકારના પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ નથી. ફક્ત વૈયાવચ્ચ કરતી વખતે શાસ્ત્રવિધિમાં કોઈ સ્કૂલના થઈ હોય તેને આશ્રયીને પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ છે. તેથી જે શ્રાવક દ્રવ્યસ્નાનથી માંડીને ભગવાનની પૂજાની વિધિ સર્વ અંશથી શાસ્ત્ર અનુસાર કરે છે તે શ્રાવકોની સ્નાનની ક્રિયામાં થતી હિંસા કે ભગવાનની ભક્તિમાં થતી હિંસા અશક્ય પરિહાર હોવાથી અને વિધિશુદ્ધ ભગવાનની ભક્તિ કરવાનો અધ્યવસાય હોવાથી તેઓને હિંસાકૃત લેશ પણ કર્મબંધ નથી. ફક્ત પૂજાકાળમાં જે વિધિની સ્મલના થાય છે તેનાથી અલ્પ કર્મબંધ થાય છે અને તે પણ ભગવાનની ભક્તિ કરવાના નિર્મળ અધ્યવસાયથી દૂર થાય છે.
આ રીતે ભગવાનની પૂજા માટે શ્રાવકને દ્રવ્યસ્નાન શાસ્ત્રસંમત છે. તેથી જે કૃત્યો કરવાનું શાસ્ત્ર કહેતું હોય તે કૃત્યો કરવાથી તે જીવને એકાંતે પુણ્યબંધ અને નિર્જરાની પ્રાપ્તિ થાય છે. પરંતુ ક્યારેય પણ પાપબંધ થતો નથી. ફક્ત શાસ્ત્રવિધિમાં યત્ન હોવા છતાં જે કંઈ સ્કૂલના થાય છે તેના કૃત પાપબંધ થાય