________________
૪૦,
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૧ કરવો જોઈએ. અન્યથા સાવધવચન ત્યાગ કરવામાં ન આવે તો, ઐધિકીકરણના નૈરર્થરૂપની પ્રાપ્તિ છે. ખણજ આદિ પણ હેય જ છે. જે કારણથી કહેવાયું છે –
“જગતબંધુની પૂજા કરતો શ્રાવક કાયાની ખણજનું, શ્લેષ્મને કાઢવાનું અને સ્તુતિ-સ્તોત્ર બોલવાનું વર્જન કરે.” (શ્રાદ્ધદિનકૃત્ય ગા. ૫૮).
ત્યાર પછી સુયત્નથી વાળાકૂંચીને વ્યાપ્રત કરીને એક એવા અંગભૂંછણાથી સર્વથી નિર્જલી કરીને શ્રી જિતને જલરહિત કરીને અને ધૂપથી ધૂપિત એવા મૃદુ ઉજ્જવલ બીજા અંગભૂંછણાથી ધીમે ધીમે સર્વથી સ્પર્શ કરે. એ રીતે બે અંગભૂંછણાથી સર્વ પ્રતિમા કોરી કરવી જોઈએ. જ્યાં જ્યાંક પ્રતિમામાં જે જે સ્થાને, સ્વલ્પ પણ જલની ભીનાશ રહે છે ત્યાં ત્યાં શ્યામિકા થાય. એથી તે= જલની ભીનાશ સર્વથા દૂર કરાય છે. અને પંચતીર્થી કે ચોવીશીના પટકાદિમાં પરસ્પર સ્નાત્રજલના સ્પર્શાદિથી દોષની આશંકા કરવી નહિ. જે કારણથી કહે છે –
“રાયપાસેણીય સૂત્રમાં સૌધર્મ દેવલોકમાં સૂર્યાભદેવના (અધિકારમાં) ‘જીવાભિગમ સૂત્રમાં વિજયાદિ દેવોના વિજયાપુરીના (અધિકારમાં) ભિગાઈ=કળશ, લોમહસ્ત=મોરપીંછી, અંગભૂંછણાં, ધૂપદનાદિ પ્રતિમાની દાઢાની પૂજામાં એક કહેવાયું છે. નિર્વાણ પામેલા જિનેશ્વરોની દાઢા ત્રણેય લોકમાં દાબડાઓમાં અન્યોન્ય સંલગ્ન નહૂણજલાદિથી સંપૃષ્ટ છે=સ્પર્શાયેલી છે. પૂર્વધર કાલવિહિત પ્રતિમા પૂર્વધરના કાળમાં કરાયેલ પ્રતિમા, ત્રણે પણ ક્ષેત્રોમાં હોય છેભરત ઐરવત મહાવિદેહમાં હોય છે, કેવી પ્રતિમા હોય છે ? તે બતાવે છે – ૧ વ્યક્તિ આખ્યા ૨ ક્ષેત્ર આખ્યા ૩ મહાખ્યા થનારી દેખાય છે.” ગ્રંથમાં=પ્રતિષ્ઠા ષોડશક આદિમાં દેખાય છે. તે કહેવાયું છે –
“વ્યક્તિ નામની એક=વ્યક્તિ નામની એક પ્રતિષ્ઠા છે. ક્ષેત્ર નામની બીજી પ્રતિષ્ઠા છે અને મહાખ્યા પ્રતિષ્ઠા છેત્રીજી મહાખ્યા પ્રતિષ્ઠા છે. જે તીર્થકર જ્યારે છે તેમની તે તીર્થકરની તે=પ્રતિમા, આદ્ય છે વ્યક્તિ આખ્ય પ્રતિષ્ઠાવાળી પ્રતિમા છે. એ પ્રમાણે સમયના જાણનારા કહે છે.” III
અને વળી ઋષભાદિ સર્વ જ તીર્થકરોની મધ્યમા જાણવી. વળી=ઋષભાદિ ચોવીશ તીર્થકરોની પ્રતિષ્ઠા એ ક્ષેત્રાખ્યારૂપ મધ્યમાં પ્રતિષ્ઠા જાણવી. વળી, એકસો સીત્તેર તીર્થકરોની ચરમ મહાખ્યા પ્રતિષ્ઠા અહીં જાણવી.” રા. (પ્રતિષ્ઠા ષોડશક ૮/૨-૩)
અને આ રીતે= પ્રતિષ્ઠા ષોડશકમાં કહ્યું એ રીતે, એક તીર્થકરની પ્રતિમા વ્યક્તિ આખ્ય છે. પટ્ટકાદિમાં એકત્ર ચોવીશ તીર્થકરની પ્રતિમા ક્ષેત્રા છે. એ રીતે એકસો સીતેર તીર્થકરોની પ્રતિમા મહાખે છે.
“માલાધરાદિનું પણ ધોવાણજલાદિ જિનબિંબને સ્પર્શે છે પરિકરમાં રહેલા જિનબિબના પ્રક્ષાલ કરતી વખતે માલાધરાદિનું ધોવાણજલાદિ જિનપ્રતિમાને સ્પર્શે છે. પુસ્તક પત્રાદિનું પણ ઉપર-ઉપરમાં સ્પર્શનાદિ થાય છે=એક પુસ્તક ઉપર અત્ય-અન્ય પુસ્તક મૂકવામાં આવે ત્યારે કે એક પત્રાદિ ઉપર અન્ય-અન્ય પત્રાદિ મૂકવામાં આવે ત્યારે એકબીજાનું સ્પર્શનાદિ થાય છે..... પા “તે કારણથી ચોવીશીના પટકાદિના કરણમાં દોષ વિદ્યમાન નથી ચોવીશીના પટ્યકાદિમાં એકબીજા તીર્થકરના