________________
૫૪
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | બ્લોક-૧
“વણ, વિલેપન, આહરણ, વસ્ત્ર, ફલ, ગંધ, ધૂપ, પુષ્પો વડે જિનપૂજા કરવી જોઈએ. ત્યાં આ વિધિ જાણવો.” II૧/ ‘ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
ત્યાં ધૂપ જિનની ડાબી બાજુ કરવો જોઈએ. એ અગ્રપૂજા છે. ત્યાર પછી ઘીથી પૂર્ણ પ્રદીપથી, શાલ્યાદિ તંદુલ અક્ષત વડે, બીજોરાદિ જુદાં જુદાં ફલો વડે, સર્વ પ્રકારના વૈવેદ્ય વડે અને નિર્મલ પાણીથી ભરેલાં શંખાદિ પાત્રો વડે પૂજા કરવી જોઈએ. ત્યાં પ્રદીપ જિનપ્રતિમાની જમણી બાજુમાં સ્થાપન કરવો જોઈએ. અને અખંડ અક્ષત વડે અથવા ચાંદી-સુવર્ણના ચોખા વડે જિનની આગળ દર્પણ, ભદ્રાસન, વર્ધ્વમાન, શ્રીવત્સ, મત્સ્યયુગ્મ, સ્વસ્તિક, કુંભ, નંદાવર્તરૂપ અષ્ટમંગલનું આલેખન કરવું જોઈએ. અથવા અન્ય પ્રકારે જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના નિમિતે સૃષ્ટિથી ગુંજત્રય દ્વારા પટ્ટાદિમાં વિશિષ્ટ અક્ષતને અને સોપારી આદિ ફળને સ્થાપન કરે. વળી નવા ફળના આગમનમાં પ્રથમ જિનની આગળ સર્વ પ્રકારે સ્થાપન કરે. વૈવેદ્ય પણ સામર્થ હોતે છતે કુરાદિનું અશન, શર્કરાગુડાદિનું પાન, ફલાદિ ખાધ પદાર્થ, તાંબૂલ આદિ સ્વાદ્ય પદાર્થને મૂકવા જોઈએ. અને નૈવેધપૂજા પ્રતિદિવસ પણ સુકર અને મહાફળવાળી અને વિશેષ કરીને ધાવ્યની આગમમાં પણ રાંધેલા ધાવ્યની જ પ્રતિપાદન કરાયેલ છે. જે કારણથી “આવશ્યકતિક્તિના ‘સમવસરણ અધિકારમાં બલીને કરે છે” એ પ્રમાણે કહેવાયું છે. “નિશીથમાં પણ – “ત્યાર પછી પ્રભાવતીદેવીએ સર્વ બલિ આદિ કરીને કહ્યું “દેવાધિદેવ વર્ધમાન સ્વામી તેની પ્રતિમા કરો-તેની પ્રતિમા દર્શન આપો. એ પ્રમાણે કહીને કુહાડો માર્યો=પ્રભાવતીદેવીએ કુહાડો માર્યો. બે પ્રકારે થયું તે પેટી બે ભાગરૂપે થઈ. ભગવાનની પ્રતિમાને સર્વ અલંકારોથી વિભૂષિત પ્રભાવતીદેવી જુએ છે.”
‘નિશીથપીઠમાં પણ બલિ એ ઉપદ્રવના ઉપશમ નિમિત્તે દૂર કરાય છે. “મહાનિશીથ'માં પણ ત્રીજા અધ્યયનમાં અરિહંતભગવંતોના ગંઘ-મલ્લ-પ્રદીપ-સંમાર્જન=સારી રીતે સાફ કરવાં, ઉપલેપન-વિવિધ પ્રકારનાં બલિ-વસ્ત્ર-ધૂપાદિ વડે પૂજાસત્કારથી પ્રતિદિન અભ્યર્થના કરતો હું તિલ્થપ્પણ=તીર્થઉપ્પણંને કરું છું.
ત્યાર પછી ગોશીષચંદનના રસથી પંચાંગુલિના તલ વડે મંડલ આલેખનાદિ પુષ્પની રચના આરાત્રિ આદિ અને ગીત નૃત્યાદિ કરવાં જોઈએ. સર્વ પણ આ અગ્રપૂજા જ છે. જે કારણથી ભાષ્ય છે.
“ગંધબ્બા નટવાઈઅ લવણ જલ આરતી આદિ દીવાદિ જે કંઈ છે તે સર્વ પણ અગ્રપૂજામાં અવતાર પામે છે.” (ગા. ૨૦૫) એ પ્રમાણે અગ્રપૂજા છે. રા
ભાવપૂજા વળી જિનપૂજાના વ્યાપારના નિષેધરૂપ ત્રીજી વૈષધિકીકરણપૂર્વક જિનની જમણી બાજુએ પુરુષ વળી સ્ત્રી ડાબી બાજુએ આશાતનના પરિહાર માટે જઘન્યથી પણ સંભવ હોતે જીતે નવ હાથ પ્રમાણથી વળી અસંભવમાં અસંભવ હોતે છતે, અડધા હાથ પ્રમાણથી વળી ઉત્કૃષ્ટથી સાઈઠ (૬૦) હાથ પ્રમાણ અવગ્રહથી બહાર રહીને વિશિષ્ટ સ્તુતિ આદિ વડે ચૈત્યવંદતાને કરવી જોઈએ. અને કહે છે – .