________________
૪૨
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૬૧ ભાજનમાં એ રીતે લાવે કે જેથી ભગવાન પ્રત્યેની ભક્તિની અભિવ્યક્તિ થાય. વિવેકપૂર્વક પુષ્પ લાવવાની, જલ લાવવાની સર્વ ક્રિયામાં વીતરાગ પ્રત્યેનો બહુમાનભાવ વૃદ્ધિ પામે છે તેથી મહાનિર્જરા થાય છે. વળી, ભગવાનનો પ્રક્ષાલ કરવા માટે મુખકોશ બાંધે અને મુખકોશ બાંધતી વખતે પણ ભગવાનની ભક્તિમાં વિઘ્ન ન થાય અને ઉપયોગ ભગવાનના ગુણોમાં સ્થિર રહી શકે તેમ જણાય તો નાસિકા ઉપર મુખકોશ બાંધે અને શ્વાસ લેવામાં બાધ થતો હોય તો નાસિકાની નીચે પણ બાંધે; કેમ કે નાસિકા ઉપર મુખકોશ બાંધવાથી ભગવાનના ગુણોમાં ચિત્તને સ્થિર કરવામાં સ્ખલના થતી હોય તો મુખકોશને નાસિકાની નીચે બાંધવો ઉચિત છે. ત્યાર પછી ભગવાનની ભક્તિ માટે કેસર-કપૂર આદિથી મિશ્રિત ચંદનને ઘસે. વળી, ધૂપ-દીપ આદિ પૂજાની અન્ય સામગ્રી એકઠી કરે. આ રીતે સર્વ દ્રવ્યસામગ્રી એકઠી કરે. અને ચિત્તને સાંસારિક ભાવોથી પર કરીને જિનગુણમાં એકાગ્ર થાય તે પ્રકારે ભાવથી પોતાના આત્માને પવિત્ર કરે. આ રીતે ઉત્તમસામગ્રી અને ઉત્તમભાવથી પવિત્ર થયેલ શ્રાવક ગૃહચૈત્યમાં ભગવાનની ભક્તિ ક૨વા અર્થે ત્રણ નિસીહી બોલે. ત્રણ પ્રદક્ષિણા કરે. વિધિપૂર્વક જિનાલયનું પ્રમાર્જન કરે. ત્યાર પછી પવિત્ર પટકાદિ ઉપર પદ્માસનમાં બેસે. અને ભગવાનની ભક્તિ અર્થે જે કેસરાદિ ઘસેલ છે તેમાંથી અન્ય પાત્રમાં કે હાથમાં કેસર જુદું ગ્રહણ કરીને પોતાના કપાળ પર તિલક કરે. કંઠ પર તિલક કરે. હૃદય પર તિલક કરે. અને આ રીતે કરાયેલ તિલકવાળો અને ઉત્તમ અલંકારોને ધારણ કરેલો તથા ચંદનથી ચર્ચિત અને ધૂપથી પિત હસ્તક્રયવાળો એવો શ્રાવક મો૨પીંછીથી જિનના અંગથી નિર્માલ્યને દૂર કરે. આ સર્વ કૃત્યમાં અલંકારોથી ભૂષિત થવું, હાથને ધૂપથી ધૂપિત ક૨વા તે સર્વ ક્રિયા ભગવાનના પ્રત્યેની ભક્તિના અતિશય અર્થે છે; કેમ કે ઉત્તમપુરુષની ભક્તિ અર્થે અલંકૃત થઈને જવું જોઈએ. અને હસ્તાદિમાંથી પણ અશુચિવાળા પદાર્થો પણ ભગવાનને ન સ્પર્શે તે અર્થે ચંદનથી ચર્ચિત કરે. ધૂપથી ધૂપિત કરે તે સર્વ કૃત્યકાળમાં ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય છે. જિનપ્રતિમાનું નિર્માલ્ય દૂર કરીને જિનપ્રતિમાને ઊંચે સ્થાને સ્થાપન કરીને ઉત્તમદ્રવ્યોથી મિશ્રિત એવા જલથી ભગવાનનો અભિષેક ક૨વો જોઈએ. અને ભગવાનની પૂજાકાળમાં શ્રાવકે મુખ્યવૃત્તિથી મૌન જ ધારણ કરવું જોઈએ અને મૌન ધારણ ન કરી શકે તો સાવદ્યવચનનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવકે મનમાં ભગવાનના ગુણોનું સ્મરણ તે રીતે કરવું જોઈએ કે જેથી વીતરાગ પ્રત્યેનો બહુમાનભાવ વૃદ્ધિ પામે. ત્યાર પછી અત્યંત યતનાપૂર્વક વાળાકુંચીથી ભગવાનને સ્વચ્છ કરવા જોઈએ અને બે અંગપૂંછણાંથી ભગવાનને નિર્જલ ક૨વા જોઈએ. અર્થાત્ પ્રથમ અંગપૂંછણાંથી સંપૂર્ણ પ્રતિમાની ભીનાશ દૂર થાય એ રીતે યત્ન કરવો.જોઈએ અને બીજા અંગપૂંછણાંથી એકદમ હળવા હાથે ભગવાનને સ્પર્શ કરવો જોઈએ જેથી લેશ પણ પાણીનો અંશ પ્રતિમા ઉપર રહે નહિ.
ટીકા ઃ
अथ पूजाविधिः- पूजा चाङ्गाग्रभावभेदात्त्रिधा, तत्र स्नपनमङ्गपूजैव, ततः 'अंहि २ जानु ४ ai ६ से ८, मूर्ध्नि ९ पूजां यथाक्रममित्युक्तेर्वक्ष्यमाणत्वात् सृष्ट्या नवाङ्गेषु कर्पूरकुङ्कुमादिमिश्रगोशीर्षचन्दनादिनाऽर्चयेत् । केऽप्याहुः - पूर्वं भाले तिलकं कृत्वा नवाङ्गपूजा कार्या । श्रीजिनप्रभसूरि :