________________
૩૧
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૧ , “વળી, કમરને સ્પર્શાયેલું જે વસ્ત્ર અને જેના વડે મળ કરાયું હોય, સમૂત્ર મૈથુનવાળું પણ તે વસ્ત્ર વર્જવું જોઈએ.” રા'
“એક વસ્ત્રવાળો આહાર વાપરે નહિ. દેવતાનું અર્ચન કરે નહિ. વળી, સ્ત્રીજન વડે કંચુક વગર દેવપૂજા કરવી જોઈએ નહિ.” ૩ાા
એ રીતે પુરુષોને વસ્ત્રદ્રય અને સ્ત્રીઓને ત્રણ વસ્ત્ર વિના દેવપૂજા કલ્પતી નથી. અને ધોયેલું વસ્ત્ર મુખ્યવૃત્તિથી અતિવિશિષ્ટ ક્ષીર ઉદકાદિ જેવું શ્વેત જ કરવું જોઈએ. ઉદાયમરાજાની રાણી પ્રભાવતી આદિને પણ ધોએલું શ્વેત વસ્ત્ર “નિશીથ' આદિમાં કહેવાયું છે. દિનકૃત્ય' આદિમાં પણ “રેવન્થનમંસનો' (શ્રા. ગા. ૨૪) – શ્વેતવસ્ત્ર નિદર્શન એ પ્રમાણે કહેવાયું છે. ક્ષીરોદકાદિની અશક્તિમાં પણ દુકૂલાદિ ધોતિક ધોયેલા વિશિષ્ટ જ કરવા જોઈએ. જે કારણથી પૂજા ષોડશકમાં શ્વેત શુભવસ્ત્રથી (૯/૫) એ પ્રમાણે કહેવાયું છે. તેની વૃત્તિ આ પ્રમાણે છે –
શ્વેતવસ્ત્રથી અને શુભવસ્ત્રથી, શુભ અહીં શુભથી અન્ય પણ પટ્ટદ્યુમ્માદિ રક્ત-પીતાદિ વર્ણ ગ્રહણ કરાય છે. (શ્રી યશોભદ્રસૂરિકૃત વૃત્તિ ૯૫) ‘તિ’ શબ્દ વૃત્તિના કથનની સમાપ્તિ માટે છે. “એક સાડી ઉત્તરાસંગ કરે." એ પ્રમાણે આગમતા પ્રમાણથી ખેસ પણ અખંડિત જ કરે. પરંતુ ખંડ દ્વયાદિરૂપ નહિ અને તે વસ્ત્રદ્રય ભોજનાદિ કાર્યમાં વાપરવા જોઈએ નહિ; કેમ કે પરસેવાદિથી અશુચિપણાની આપત્તિ છે. અને વ્યાપાર અનુસારથી=પૂજામાં કરાયેલા વસ્ત્રના ઉપયોગ અનુસારથી ફરી ફરી ધોવા અને ધૂપનાદિ દ્વારા પવિત્ર કરવા જોઈએ. પૂજાકાર્યમાં પણ સ્વલ્પ વેલા જ વ્યાપાર કરવો જોઈએ. પૂજાના કાર્યમાં પણ પૂજા અર્થે આનુષંગિક કાર્યોમાં પણ, સ્વલ્પ વેલા જ વસ્ત્ર ધારણ કરવાં જોઈએ. (જેથી પરસેવાદિને કારણે ભગવાનની ભક્તિકાળમાં આશાતનાનો પ્રસંગ ન આવે) અને બીજાનાં વસ્ત્ર પણ પ્રાયઃ વર્ષ છે. અને વિશેષ કરીને બાલ, વૃદ્ધ-સ્ત્રી આદિ સંબંધી વસ્ત્ર વજર્ય છે. અને તેના દ્વારા=પૂજાનાં વસ્ત્રો દ્વારા, પરસેવો લેખાદિ સાફ કરવાં જોઈએ નહિ. અને વ્યાપારિત એવા વસ્ત્રાંતરથી=ઉપયોગ કરાયેલાં એવાં વસ્ત્રોથી, પૃથક્ મૂકવાં જોઈએ. એ પ્રમાણે “સખ્યમ્ સ્માતા એ અંશ પ્રદર્શન કરાયો. ભાવાર્થ :શ્રાવકની સ્નાનવિધિઃ
શ્રાવક શાસ્ત્રવિધિ અનુસાર સ્નાન કરીને પૂજાના ઉચિતકાળે ભગવાનની પ્રતિમાનું પ્રક્ષાલને કરીને ક્રમસરે પુષ્પપૂજા કરે. પછી આહારપૂજા કરે અને પછી સ્તુતિપૂજા કરે. આ કથનથી એ પ્રાપ્ત થાય કે શ્રાવક પ્રથમ વિધિપૂર્વક સ્નાન કર્યા પછી ભગવાનનો પ્રક્ષાલ કર્યા પછી અંગપૂજા કરે તે સર્વનું પુષ્પપૂજાથી ગ્રહણ છે, અગ્રપૂજા કરે તે સર્વનું આહારપૂજાથી ગ્રહણ છે અને ચૈત્યવંદન કરે તેનું સ્તુતિપૂજાથી ગ્રહણ છે. આ પ્રકારે વિધિપૂર્વક પૂજા કરવાથી શ્રાવકનું ચિત્ત ભગવાનના ગુણોથી વાસિત થાય છે તેથી ઘણાં કર્મોની નિર્જરા થાય છે. અને શ્રાવક માટે ભગવાનની પૂજાનો કાળ ત્રિસંધ્યા છે. તેથી સવારે-મધ્યાહ્ન અને સંધ્યાકાળે એમ ત્રણ સંધ્યાએ શ્રાવકે જિનપૂજા કરવી જોઈએ. જેથી દિવસ દરમિયાન નિરંતર ભગવાનના