________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
કરે છે=ભગવાન અને સુસાધુની ભક્તિ કરે છે. તેનું શ્રાવકનું, આ પણ દ્રવ્યસ્નાન પણ, શોભન છે.” (સ્તાનાષ્ટક ગા. ૩)
વિધાનથી વિધિથી, અતિથિ સાધુ, મલિત આરંભી ગૃહસ્થ, દ્રવ્યસ્તાનના સુંદરપણાના હેતુને કહે છે –
તે પ્રકારના અનુભવની સિદ્ધિથી ભાવશુદ્ધિનું નિમિત્તપણું હોવાથી કથંચિત્ દોષના ભાવમાં પણ તેના અન્યગુણનો ભાવ હોવાથી=સ્તાનના અચગુણનો ભાવ હોવાથી, દ્રવ્યસ્નાન શોભન છે.” (સ્તાનાષ્ટક ગા. ૪)
દોષ પણ અકાય વિરાધનાદિ છે. તે દોષથી અત્યગુણ સમ્યગ્દર્શનની શુદ્ધિરૂપ છે. જે કારણથી કહેવાયું છે –
“પૂજામાં કાયવધ છે. તે વળી =કાયવધ વળી, પ્રતિકૃષ્ટ છે–નિષિદ્ધ છે. પરંતુ જિનપૂજા સમ્યક્તની શુદ્ધિનો હેતુ છે એથી નિરવઘ ભાવન કરવી-જિનપૂજા નિરવઘ ભાવન કરવી.”
અન્યત્ર પણ કહેવાયું છે – દ્રવ્ય સ્નાનાદિમાં જો કે ષકાયના ઉપમદનાદિ કોઈ વિરાધના થાય તોપણ કૂવાના દષ્ટાંતથી શ્રાવકને દ્રવ્યસ્તવ કરવો ઉચિત છે. જેને કહે છે –
“અકૃષ્ણ પ્રવર્તક વિરતાવિરતદેશવિરતિધર શ્રાવકને આ દ્રવ્યસ્તવ ખરેખર યુક્ત છે. સંસારના પ્રતનુકરણ એવા દ્રવ્યસ્તવમાં કૂપદષ્ટાંત છે.” (પંચાશક ૪/૪૨).
આ કહેવાયેલું થાય છે. જે પ્રકારે શ્રમ, તૃષ્ણા, કાદવના ઉપલેપ આદિ દોષથી દુષ્ટ પણ કૂપખનન જલની ઉત્પત્તિમાં અનંતર કહેવાયેલા દોષોને દૂર કરીને સ્વના ઉપકાર માટે અને પરોપકાર માટે ખરેખર થાય છે એ રીતે સ્નાનાદિક પણ આરંભદોષને દૂર કરીને શુભ અધ્યવસાયના ઉત્પાદનથી વિશિષ્ટ અશુભકર્મનું નિર્જરણ અને પુણ્યબંધનું કારણ થાય છે. “તિ' શબ્દ ‘મુ મવતિ'ના કથનની સમાપ્તિ માટે છે.
અહીં=સ્તાનમાં, કેટલાક માને છે – પૂજા માટે સ્નાનાદિ કરણ કાલમાં પણ નિર્મળ જલતુલ્ય શુભ-અધ્યવસાયનું વિદ્યમાનપણું હોવાથી કાદવના લેપ આદિ જેવા પાપનો અભાવ હોવાથી વિષમ આ પ્રકારનું આ ઉદાહરણ છે=પૂર્વમાં બતાવ્યું એ પ્રકારનું ફૂપખનનનું ઉદાહરણ છે. તેથી ખરેખર આ કૂપખતનનું દષ્ટાંત, આ રીતે યોજન કરવું. જે પ્રકારે કૂપખનન સ્વપરોપકાર માટે થાય છે એ રીતે સ્નાનપૂજાદિ કરણ-અનુમોદન દ્વારા સ્વ-પરના પુણ્યનું કારણ થાય.
‘ત્તિ' શબ્દ “વિ'ના કથનની સમાપ્તિ માટે છે. અને આ=કોઈકનું કથન, આગમ અનુપાતી નથી. જે કારણથી ધર્માર્થ પ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પપાપનું ઈષ્ટપણું છે. કેવી રીતે અન્યથા ભગવતીમાં કહેવાયું છે ? ‘ભગવતીસૂત્ર'નું કથન સ્પષ્ટ કરે છે – , “તેવા પ્રકારના શ્રમણ અથવા માહણ અથવા પ્રતિહત પચ્ચખાણ પાપકર્મવાળાને અમાસુકથી અષણીયથી અશન-પાન-ખાદિમ-સ્વાદિમથી પ્રતિલાભને કરતો ગૃહસ્થ હે ભગવન ! શું કરે છે ? તેને ભગવાન કહે છે – હે ગૌતમ ! અલ્પ પાપકર્મ બહુતર નિર્જરા કરે છે.”