________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
સ્નાન કરીને વળી જિનોને=જિનપ્રતિમાઓને, સમ્યફ સ્નાન કરાવીને, ક્રમથી પુષ્પાદિતા ક્રમથી, પરંતુ તેને ઉલ્લંઘીને નહિઃપુષ્પાદિતા ક્રમના ઉલ્લંઘનથી નહિ, પુષ્પોફૂલો અને પુષ્પનું ગ્રહણ વિલેપન-ગંધ-ધૂપ-વાસાદિ સુગંધી દ્રવ્યોનું અને વસ્ત્ર-આભરણ આદિ અંગ ઉપચસ દ્રવ્યનું ઉપલક્ષણ છે અને પકવાન્ન-ફળ-અક્ષત-દીપ-જલવૃત પૂર્ણ પાત્રાદિરૂપ આહાર છે. શક્રસ્તવાદિ સદ્ભૂત ગુણના ઉત્કીર્તનરૂપ સ્તુતિ છે. ત્યાર પછી કંઠ સમાસ છે. તેનાથી=પુષ્પાદિથી, પૂજા કરવી જોઈએ. એ પ્રકારે તેની=ચૈત્યપૂજનની વિધિ છે. એ પ્રકારે ક્રિયાકારનો સંબંધ છે. ત્યાં જિનપૂજાનો ઉત્સર્ગથી ઉચિતકાલ સંધ્યાત્રયરૂપ છે. વળી, અપવાદથી આજીવિકા ક્રિયાના અવિરોધથી આભિગ્રહિક છેઃગ્રહણ કરાયેલ છે, જે કારણથી પંચાશકમાં કહેવાયેલું છે – . “તે=કાલ, વળી અહીં જિનપૂજામાં, જાણવો. ઓઘથી ત્રણ સંધ્યા અથવા આજીવિકાની ક્રિયાથી અવિરુદ્ધ જે જેને જેટલો હોય તેટલો કાળ જાણવો.” એમ અવય છે. ll૧n (પંચાશક ૪/૫). આના અપરાધની વ્યાખ્યાઃપંચાશકના ઉત્તરાર્ધતી વ્યાખ્યા –
વૃત્તિક્રિયા=રાજસેવા વાણિજ્યાદિ કાર્યો. તેઓનો અવિરુદ્ધઅબાધક એ વૃત્તિક્રિયા અવિરુદ્ધ અથવા એ શબ્દ વિકલ્પ અર્થવાળો છે અને તેથી અપવાદથી એ પ્રમાણે કહેવાયેલું થાય છે=બીજો વિકલ્પ અપવાદથી એ પ્રમાણે કહેવાયેલું થાય છે, જે પૂર્વ અડ્વાદિ=દિવસનો પૂર્વભાગ આદિ, જેનો=રાજસેવક-વાણિજકાદિનો જેટલા પરિમાણવાળો=જેટલો, તે જ યાવત્ મુહૂર્ત આદિ પરિમાણ. તે તેનો તેટલો જ પૂજાકાલ થાય છે. પરંતુ સંધ્યાત્રયરૂપ જ નહિ.”
સમ્યફ સ્નાન કરીને અને સંસ્કાપન કરાવીને જિનપ્રતિમાને સ્નાન કરાવીને, એ પ્રકારના અહીં કથનમાં, સમ્યફ પદો દ્વારા=સમ્યફ સ્તાનમાં સમ્યફ પદ છે અને જિનસંસ્તાનમાં ‘સમું પદ છે તે પદો દ્વારા સકલ પણ સ્નાનાદિ વિધિ અને જિનપ્રતિમાની સ્વપનાદિ વિધિ સૂચિત થાય છે.
ત્યાં ઉતિંગ-પતક-કુંથુવાદિથી આસંસક્ત-વૈષમ્ય શુષિરાદિ દોષથી અદૂષિત ભૂમિમાં પરિમિત અને વસ્ત્રથી ગાળેલ જલ વડે સંપાતિજીવોના રક્ષણાદિની યતનારૂપ સ્નાનવિધિ છે. અને “દિનકૃત્યમાં કહેવાયું છે –
ત્રસાદિ જીવ રહિત વિશુદ્ધ એવી ભૂમિભાગમાં ઈતરથી ગાલિત એવા પ્રાસુક પાણીથી=વસ્ત્રાદિથી ગાળેલા પ્રાસુક જલથી, વિધિપૂર્વક સ્નાન કરીને પૂજા કરવી જોઈએ” એમ અવય છે. (શ્રાદ્ધદિનકૃત્ય ગા. ૨૩-૨૪).
ત્યાં વિધિથી પરિમિત પાણી અને સંપાતિમજીવોના રક્ષણ આદિની યતનાથી સ્નાન કરવું જોઈએ. એ પ્રમાણે તેની વૃત્તિ લેશ છે=શ્રાદ્ધદિનકૃત્યની વૃત્તિ લેશ છે. (૫.૪૦) અને પંચાશકોમાં પણ કહ્યું છે.
સ્નાન આદિમાં, ભૂમિનું પ્રક્ષણ, પાણીને ગાળવું આદિ યતના હોય છે. આનાથીયેતનાથી, વિશુદ્ધભાવ બુધોને અનુભવસિદ્ધ છે.” (પંચાશક ૪-૧૧). વળી વ્યવહારશાસ્ત્રમાં કહેવાયું છે – “નગ્ન, આર્ત-અસ્વસ્થ, પ્રોષિતોયાત-ક્યાંક મોકલેલ પાછો આવેલો, સચેલ=વસ્ત્ર સહિત, મુક્ત-ભૂષિત=જમીને