________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૦
પૂર્વમાં, પોરિસી આદિ કાલપ્રત્યાખ્યાન સ્વ-સ્વ અવધિમાં કરાય છે. અને સૂર્યોદય પછી નવકાર સહિત ઉચ્ચાર વગર કાલપ્રત્યાખ્યાન શુદ્ધ થતું નથી. જો દિવસના ઉદયપૂર્વે નમસ્કાર સહિત વિના પોરિસી આદિ કરાઈ હોય=નવકારશીના પચ્ચખાણ વગર પોરિસી આદિ કરાઈ હોય તેની પૂર્તિના પછી=પોરિસીની કાલ અવધિ પછી, બીજું કાલ પ્રત્યાખ્યાન=આગળનું સામ્રપોરિસી આદિ પ્રત્યાખ્યાન શુદ્ધ થતું નથી. વળી, તેની મધ્યમાં=પોરિસી આદિ પચ્ચખ્ખાણના કાળની સમાપ્તિ પૂર્વે, શુદ્ધ થાય છે=આગળનું પચ્ચખ્ખાણ ગ્રહણ કરવામાં આવે તો શુદ્ધ થાય છે. એ પ્રમાણે વૃદ્ધ વ્યવહાર છે.”
શ્રાવકદિનકૃત્યમાં પણ – વળી પચ્ચખાણ “ તમી' (ગા. ૨૨) એ પ્રમાણેના ગાથાના પર્યાલોચનથી આ જ વેલા=ઉત્તરોત્તરના પચ્ચખાણના ગ્રહણની વેલા, પ્રતિપાદન કરાયેલી સંભાવના કરાય છે.
પ્રવચનસારોદ્વારની વૃત્તિમાં પણ ઉચિતકાલે વિધિથી' (ગા. ૨૧૩) એ પ્રકારની ગાથાની વ્યાખ્યામાં કહેવાયું છે –
“ઉચિતકાલે વિધિથી પ્રાપ્ત જે સ્પર્શાયેલું=જે પચ્ચખ્ખાણ સ્પર્શાયેલું, તે કહેવાયું. આ કહેવાયેલું થાય છે. સાધુ અથવા શ્રાવક પચ્ચખાણ સૂત્રના અર્થને સમ્યફ જાણતો સૂર્યનો ઉદય નહિ થયે છતે જ સ્વસાક્ષીપણાથી ચૈત્ય કે સ્થાપનાચાર્ય સમક્ષ સ્વયં સ્વીકારાયેલા વિવક્ષિત પ્રત્યાખ્યાનવાળો પાછળથી ચારિત્રથી પવિત્ર ગાત્રવાળા ગીતાર્થગુરુની સમીપે સૂત્રોક્ત વિધિથી કૃતિકર્માદિ વિનય કરીને રાગાદિથી રહિત સર્વત્ર ઉપયુક્ત પ્રાંજલીપુટવાળા=બે હાથ જોડેલો, લઘુતર શબ્દવાળો ગુરુવચનને અનુસરતો જ્યારે પ્રત્યાખ્યાન સ્વીકારે છે ત્યારે સ્પષ્ટ થાય છે=પચ્ચખાણનો અધ્યવસાય સ્પર્શાયેલો થાય છે.”
અને પ્રત્યાખ્યાનપંચાશકની વૃત્તિમાં પણ “જિ” (૫૫) એ પ્રકારની ગાથા પ્રત્યાખ્યાન ગ્રહણ કરે છે સ્વીકારે છે એ પ્રમાણે પ્રકૃતિ છે. સ્વયં ગૃહીત આત્મા વડે વિકલ્પ માત્રથી સ્વીકારાયેલું અથવા સ્વસાક્ષીપણાથી સ્વીકારાયેલું અથવા ચૈત્ય સ્થાપનાચાર્ય સમક્ષ સ્વીકારાયેલું ક્યારે ગ્રહણ કરે છે? એથી કહે છે –
કાલે'=પોરિસી આદિ આગામી હોતે છત્રપોરિસી પચ્ચષ્માણનો સમય થયો ન હોય ત્યારે ગ્રહણ કરે છે. પરંતુ તેના અતિક્રમમાં નહિ; કેમ કે અનાગતકાલના જ પ્રત્યાખ્યાનનું વિષયપણું છે. વળી, અતીત અને વર્તમાનનું નિદા અને સંવરણનું વિષયપણું છે. (પંચાશકવૃત્તિ ૫. ૮૯)
અને આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, બહુ ગ્રંથોના અનુસારથી કાલપ્રત્યાખ્યાન સૂર્યોદયથી પૂર્વે જ ઉચ્ચારણ કરવું જોઈએ, અન્યથા નહિ, એ પ્રકારનું તત્વ છે. હવે પ્રત્યાખ્યાન કર્યા પછી જે કર્તવ્ય છે તેને કહે છે –
વિધિથી અનુપદ જ હવે પછીના શ્લોકોમાં બતાવશે એ પ્રમાણે, પ્રસિદ્ધ વચમાણ પુષ્પાદિ સંપાદન, મુદ્રાનું સ્થાપન આદિથી ચૈત્યપૂજકદ્રવ્ય-ભાવના ભેદથી અત્ પ્રતિમાનું અર્ચન, અવય પૂર્વની જેમ જ છે=અહમ્ પ્રતિમાનું અર્ચન વિશેષથી ગૃહસ્થ ધર્મ છે એ પ્રમાણે પૂર્વની જેમ જ અન્વય