________________
૧૮
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૦ “પ્રાણીવધ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહના સ્વપ્નમાં અન્યૂન એકસો શ્વાસોશ્વાસનું ધ્યાન કરે.” II૧TI
“મહાવ્રત આદિનું ર૫ શ્વાસોશ્વાસ સિલોગે=૪ વખત ધ્યાન કરે. અને સ્ત્રી વિપર્યાસમાં સત્તાવીશ શ્વાસોચ્છવાસનું સિલોઈઓ-૪ વખત ધ્યાન કરે.” રા.
“બીજી ગાથાના ઉત્તરાર્ધમાં મૈથુન કરાયે છતે ૧૦૮ ઉચ્છવાસ પ્રમાણનું ઉક્તપણું હોવાથી કૃત-કારિત અને અનુમોદિત વિષયક પ્રાણીવધ આદિ ચતુષ્કના સ્વપ્નમાં=મૈથુન અવતને છોડીને ચાર અવ્રતના સ્વપ્નમાં અન્યૂન એકસો ઉચ્છવાસનો કાઉસ્સગ્ન કરે. અર્થાત્ પચ્ચીસ ઉશ્વાસ પ્રમાણ લોગસ્સ સૂત્ર ચાર વખત બોલે. એ પ્રકારનો ભાવ છે.” II૧II
અથવા “દશવૈકાલિક શ્રુત સાથે બદ્ધ મહાવ્રતોનું કાયોત્સર્ગમાં ધ્યાન કરે. તેઓનું પણ=મહાવ્રતોનું પણ, પ્રાય: પચ્ચીશ શ્લોક માનપણું છે. અથવા જે તે સ્વાધ્યાયભૂત પચ્ચીશ શ્લોકનું ધ્યાન કરે.” એ પ્રમાણે તેની વૃત્તિમાં
છે=વ્યવહારભાષ્યની ટીકામાં છે. - આદ્ય (પ્રથમ) પંચાશકની વૃત્તિમાં પણ “મોહના ઉદયથી સ્ત્રીસેવાદિ કુસ્વપ્નમાં તત્કાલ ઊઠીને ઈર્યાપથિકી પ્રતિક્રમણપૂર્વક એકસો આઠ (૧૦૮) ઉચ્છવાસ પ્રમાણ કાયોત્સર્ગ કરવો જોઈએ.” એ પ્રમાણે કહેવાયું છે.
વળી, ‘શ્રાદ્ધવિધિમાં આ વિશેષ છે.
પ્રતિક્રમણની વેલાની પૂર્વે કાયોત્સર્ગ કરાયે છતે બહુ નિદ્રાના પ્રમાદમાં ફરી એ રીતે=પહેલાં કાઉસ્સગ્ન કર્યો એ રીતે, કાઉસ્સગ્ન કરાય છે. અથવા દિવસે પણ નિદ્રામાં કુસ્વપ્ન આદિની પ્રાપ્તિમાં આ પ્રમાણે કાયોત્સર્ગના કર્તવ્યનું વિભાવન કરાય છે. ફક્ત તરત જ કરવો જોઈએ કે સંધ્યા પ્રતિક્રમણના અવસરે કરવો જોઈએ એ નિર્ણય બહુશ્રુત ગમ્ય છે. (શ્રાદ્ધવિધિ ૫. ૩૭)
અને પ્રતિક્રમણ કરનાર શ્રાવકને પ્રત્યાખ્યાનના ઉચ્ચારથી પૂર્વે સામાયિક ગ્રહણ કરે તે પહેલાં, સચિત્તાદિ ૧૪ નિયમનું ગ્રહણ કરવું જોઈએ. અને પ્રતિક્રમણ નહિ કરનારા વડે પણ સૂર્યોદયથી પૂર્વે - ચૌદ નિયમનું ગ્રહણ અને યથાશક્તિ નમસ્કાર સહિત, ગ્રંથિ સહિત આદિ બેસણું-એકાસણું આદિ યથાગૃહીત સચિત્તદ્રવ્ય અને વિગઈના તૈયત્યાદિ નિયમના ઉચ્ચારરૂપ દેશાવગાસિક કરવું જોઈએ. એ પ્રમાણે શ્રાદ્ધવિધિવૃત્તિનો લિખિત અનુવાદ છે. (૫. ૩૮) અને આ ક્ષોદક્ષમ છે= સ્વીકારવા યોગ્ય છે. જે કારણથી નવકારસહિત પોરિસી આદિનું કાલ પ્રત્યાખ્યાત સૂર્યોદયની પૂર્વે જ ઉચ્ચારણ કરવા માટે યુક્ત છે. પરંતુ તેની=સૂર્યોદયની પશ્ચાત્ નહિ; કેમ કે કાલપ્રત્યાખ્યાનનું ‘સૂરે ઉગ્ગએ' એ પાઠના બળથી સૂર્યોદયની સાથે સંબંધત્વની સિદ્ધિ છે. વળી, શેષ સંકેતાદિ પચ્ચખાણ પાછળથી પણ કરાયેલા શુદ્ધ થાય છે. જે કારણથી “શ્રાદ્ધવિધિ વૃત્તિમાં કહેવાયું છે –
નમસ્કાર સહિત પોરિસી આદિનું કાલપ્રત્યાખ્યાન સૂર્યોદયથી પૂર્વમાં જો ઉચ્ચારણ કરાય તો શુદ્ધ થાય છે. અન્યથા નહિ. શેષ પ્રત્યાખ્યાનો સૂર્યોદય પછી પણ કરાય છે અને નમસ્કાર સહિત=નવકારશીનું પચ્ચખ્ખાણજો સૂર્યોદયથી પૂર્વમાં ઉચ્ચારિત હોય તો=કરાયું હોય તો, તેની પૂર્તિના અવયમાં=નવકારશીના પચ્ચખાણની પ્રાપ્તિની